પ્રેસિડન્ટ પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલિનાએ ટ્વીનને જન્મ આપ્યો, એડમિનિસ્ટ્રેશને રિપોર્ટ્સ ફગાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને એલિના કબાયેવા (ફાઇલ) - Divya Bhaskar
પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને એલિના કબાયેવા (ફાઇલ)
  • મીડિયા રિપોર્ટ્સમાં દાવો- પુતિનની પ્રેમિકાની ડિલિવરી માટે હોસ્પિટલનો વીઆઇપી ફ્લોર ખાલી કરાવ્યો
  • પૂર્વ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અને જિમનાસ્ટ એલિના કબાયેવાનું પુતિન સાથે લાંબા સમયથી કથિત અફેર છે 

મોસ્કોઃ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની કથિત પ્રેમિકાએ આ મહિને જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. પૂર્વ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અને જિમનાસ્ટ એલિના કબાયેવાનું પુતિન સાથે લાંબા સમયથી કથિત અફેર છે. રશિયાના ન્યૂઝપેપર મોસ્કોવસ્કીઝ કોમ્સોમોલેટ્સે દાવો કર્યો છે કે, કબાયેવાના કારણે જ કુલાકોવની હોસ્પિટલનો વીઆઇપી ફ્લોર ખાલી કરાવવામાં આવ્યો હતો. જો કે, રશિયન ક્રેમલિન (એડમિનિસ્ટ્રેશન ઓફિસ)એ આ રિપોર્ટ્સને ફગાવ્યા છે. 
બાળકોના જન્મ અંગે હજુ સુધી વધુ માહિતી બહાર પાડવામાં આવી નથી. બ્રિટિશ ન્યૂઝપેપર ડેલી મેલે રશિયાના ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા સૂત્રો દ્વારા કહ્યું કે, કબાયેવાએ બે બાળકોને જન્મ આપ્યો છે. સિઝેરિયન ડિલિવરીમાં ઇટલીના ડોક્ટરોએ પણ મદદ કરી છે. કબાયેવા સ્પોર્ટ્સથી દૂર થયા બાદ મોડલ બની ગઇ હતી, તે 2014 સુધી સાંસદ પણ રહી. હવે તે એક નેશનલ મીડિયા ગ્રુપની પ્રમુખ છે. 


પુતિનથી 30 વર્ષ નાની છે કબાયેવા 
કબાયેવાને ધ સિક્રેટ ફર્સ્ટ લેડી કહેવામાં આવે છે. તે પુતિન કરતા 30 વર્ષ નાની છે. વોઇસ ઓફ અમેરિકા અનુસાર, એવી અફવા હતી કે, 2008માં પણ કબાયેવાએ પ્રાઇવેટ સ્વિસ ક્લિનિકમાં એક બાળકીને જન્મ આપ્યો હતો, તે સમયે પણ રશિયન ક્રેમલિને આ રિપોર્ટ્સને ફગાવ્યા હતા. 


2013માં પુતિનના ડિવોર્સ થયા 
પુતિન અંગત જીવન વિશે સાર્વજનિક રીતે ક્યારેય ખુલાસા નથી કરતા. તેઓએ ઘણીવાર કબાયેવા સાથે સંબંધોનો ઇન્કાર કર્યો છે. 2013માં પુતિને પત્ની લ્યૂડમિલા સાથે 30 વર્ષના લગ્નજીવન બાદ ડિવોર્સ લીધા હતા. લ્યૂડમિલાથી પુતિનને બે દીકરીઓ છે. 

અન્ય સમાચારો પણ છે...