આતંકવાદ / ગ્વાદર ફાઇવ સ્ટાર હોટલ પર આતંકી હુમલો, ઇમરાને કહ્યું - અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનું કાવતરું

Pakistan military says five killed in hotel attack in Gwadar

  • આતંકવાદી જૂથે કહ્યું કે, આ હોટલને ચીન અને અન્ય રોકાણકારોને નિશાન બનાવવા માટે પસંદ કરવામાં આવી હતી. 
  • ચીન આ હોટલને સીપીઇસીના હિસ્સા તરીકે વિકસિત કરી રહ્યું છે.

divyabhaskar.com

May 13, 2019, 04:29 PM IST

બલૂચિસ્તાનઃ પાકિસ્તાનમાં ડિપ્લોમેટિક રીતે મહત્વનું પોર્ટ સિટી ગ્વાદરમાં શનિવારે ત્રણ બંધૂકધારીઓએ પર્લ કોન્ટિનેન્ટલ હોટલ પર હુમલો કરી દીધો. હુમલો અને ત્યારબાદ થયેલી ઘેરાબંદી ત્રણ કલાક સુધી ચાલી. પાકિસ્તાની મિલિટરીએ નિવેદનમાં જણાવ્યું કે, ત્રણ બંધૂકધારીઓએ પર્લ કોન્ટિનેન્ટલ હોટલમાં પ્રવેશ મેળવવા પહેલા સિક્યોરિટી ગાર્ડ પર ફાયરિંગ કર્યુ. ગ્વાદરની ગવર્મેન્ટ હોસ્પિટલના ચીફે જણાવ્યું કે, આ ઘટનામાં ગાર્ડ સહિત 5 લોકોનાં મોત થયા અને 6 અન્ય લોકો ઘાયલ થયા છે. ઘટનામાં સામેલ ત્રણ બંધૂકધારીઓને બાદમાં મિલિટરી ફોર્સે ગોળી મારી દીધી હતી.

આ ઘટના બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, આવા હુમલાઓ, ખાસ કરીને બલૂચિસ્તાનમાં અમારાં આર્થિક પ્રોજેક્ટ્સ અને સમૃદ્ધિને નષ્ટ કરવાના પ્રયત્નો છે. સરકાર આવા એજન્ડાને સફળ નહીં થવા દે. પાકિસ્તાની રાષ્ટ્ર અને તેના સુરક્ષા બળ આ તમામને હરાવી દેશે.


રમજાનના કારણે ઓછા ગેસ્ટ્સ

હોટલના એક પ્રવક્તાએ કહ્યું કે, હુમલાના સમયે રમજાનના કારણે કોઇ મહેમાન નહતા અને અમુક જ કર્મચારીઓ મોજૂદ હતા. જો કે, આ અગાઉના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, હોટલના મહેમાનોને સુરક્ષિત બહાર લાવી દેવામાં આવ્યા છે. આતંકવાદી જૂથે કહ્યું કે, એક મિલિયન ડોલરના ચીન પ્રોજેક્ટના કેન્દ્ર બિંદુ આ હોટલને ચીન અને અન્ય રોકાણકારોને નિશાન બનાવવા માટે પસંદ કરવામાં આવી હતી.
આ હોટલ અરબ સાગર પર ગ્વાદર પોર્ટમાં સ્થિત છે. ચીન તેને સીપીઇસીના હિસ્સા તરીકે વિકસિત કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ બંને દેશોની વચ્ચે સડકો, રેલવે લાઇન અને પાઇપલાઇનોનું એક નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે.

X
Pakistan military says five killed in hotel attack in Gwadar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી