રિપોર્ટ / અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વૉરથી ભારત નફામાં, મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ માટે શ્રેષ્ઠ અવસરઃ એક્સપર્ટ્સ

US-China trade war cloud be beneficial  for India

  • અમેરિકા અને ચીનની વચ્ચે વધતા અંતરથી ભારત અને ચીનની વચ્ચે આર્થિક સંબંધો વધુ સારાં થશે
  • ભારત માટે કાપડ અને તૈયાર કપડાંના ક્ષેત્રમાં મજબૂત અવસરો ઉભા થઇ રહ્યા છે

divyabhaskar.com

May 17, 2019, 03:18 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરથી ભારત માટે બંને દેશોમાં એક્સપોર્ટની તકો વધશે. અમેરિકા દ્વારા હાલમાં ચીનના 50 અબજ ડોલરની હાઇટેક વસ્તુઓ પર 25 ટકા અને 200 અબજ ડૉલર મૂલ્યની અન્ય વસ્તુઓ પર 10 ટકા ટેરિફ લગાવવાની જાહેરાતથી બંને દેશો વચ્ચે ટ્રેડ વૉર વધી ગઇ છે. નિષ્ણાતો અનુસાર, ભારત બંને દેશોમાં કપડાં, કૃષિ, વાહન અને મશીનરી ક્ષેત્રમાં નિકાસની તકો મેળવી શકે છે.


ચીનની 50 અબજ હાઇટેક વસ્તુઓ પર 25 ટકા ટેરિફ
નિષ્ણાતો અનુસાર, અમેરિકા મુખ્ય રીતે ચીન પાસેથી મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે મધ્યવર્તી સાધનો પર નિશાન સાધી રહ્યું છે. જ્યારે બીજી તરફ ચીને અમેરિકા પાસેથી ઓટોમોટિવ અને સોયાબીન સહિત કૃષિ ઉત્પાદકોને નિશાના પર લીધા છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા ચીનની 50 અબજ ડોલરની હાઇટેક વસ્તુઓ પર 25 ટકા અને 200 અબજ ડોલર કિંમતની અન્ય વસ્તુઓ પર 10 ટકા ટેરિફ લગાવવાની જાહેરાતથી બંને દેશો વચ્ચે ટ્રેડ વૉર ચરમસીમા પર છે. હાલમાં જ અમેરિકાએ ચીનની મોબાઇલ કંપની હુઆવેને બ્લેક લિસ્ટમાં મુકી દીધી છે.
ચીનના સરકારી ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા એક લેખમાં પણ ઉલ્લેખ હતો કે, અમેરિકા અને ચીનની વચ્ચે વધતા અંતરથી ભારત અને ચીનની વચ્ચે આર્થિક સંબંધો વધુ સારાં થઇ શકે છે. ભારતની ગણતરી એવા દેશોમાં થાય છે જે ચીનના માર્કેટમાં અમેરિકન પ્રોડક્ટ્સની આયાતમાં ઘટાડાનો સીધો ફાયદો ઉઠાવી શકે છે.


મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ માટે અવસર
ભારત-ચીનના અધિકારીઓની 13 મેના રોજ નવી દિલ્હીમાં બેઠક મળી હતી, જેમાં બંને દેશોની વચ્ચે કૃષિ કોમોડિટી અને અન્ય પ્રોડક્ટ્સની નિકાસને વધારવા પર વિચારણા થઇ છે. ગ્લોબલ ટાઇમ્સના લેખ અનુસાર, ભારતથી ચીનમાં કૃષિ અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની નિકાસની સંપુર્ણ શક્યતાઓનું શોષણ નથી થઇ શક્યું. ચીન અને અમેરિકામાં ટ્રેડ વૉર વધી તો આવી અનેક વસ્તુઓથી અમેરિકન આયાત પર ચીન જવાબી ટેરિફ લગાવી શકે છે. ચીન અમેરિકા દ્વારા એકતરફી ટેરિફ લગાવવાની કોઇ પણ સંભવિત નુકસાનથી પોતાને બચાવવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે. જો ટ્રેડ વૉરના કારણે કૃષિ ઉત્પાદકોની આપૂર્તિમાં ઉણપ આવે છે તો તે મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ માટે અવસર ગણાશે.
આ ક્ષેત્રોમાં ભારત માટે વ્યાપક સંભાવનાઓ છે. ભારત માટે કાપડ અને તૈયાર કપડાંના ક્ષેત્રમાં મજબૂત અવસરો ઉભા થઇ રહ્યા છે, કારણ કે ચીન બાદ વિશ્વમાં ભારત જ એકમાત્ર એવો દેશ છે જ્યાં વૈશ્વિક ગ્રાહકોને આટલા મોટાંપાયે આપૂર્તિની શ્રૃંખલા ઉપલબ્ધ થઇ શકે છે. તેઓએ કહ્યું કે, ભારતે આ પ્રકારના અવસરનો લાભ ઉઠાવવો જોઇએ.
ભારતે ખાસ પ્રકારે માહિતી અને સંચાર તકનીક (ICT)ના ક્ષેત્રે પોતાની નિકાસ વધારવી જોઇએ. ભારતીય નિકાસકારોના સંગઠન ફિયોએ પણ આ પ્રકારના જ વિચાર વ્યક્ત કર્યા છે. ફિયો અનુસાર, 2018માં અમેરિકામાં થનારી ભારતની નિકાસમાં 11.2 ટકા વૃદ્ધિ થઇ, જ્યારે ચીનમાં થયેલી નિકાસમાં આ દરમિયાન 31.4 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે.
આજે ચીન ભૂતકાળ કરતા વધુ ભારતીય પ્રોડક્ટ્સ માટે પોતાની માર્કેટ પહોંચ વધારી રહ્યું છે. ભારતથી કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ માટે માર્કેટ રિચ વધી છે. ચીને પોતાના નાગરિકોને એ ભરોસો અપાવવો પડશે કે, અમેરિકા સાથે તેમની ટ્રેડ વૉરથી દેશ પર કોઇ ખાસ અસર નથી થઇ.


શ્રેષ્ઠ અવસરો મળશે
એક્સપર્ટ્સ અનુસાર, અમેરિકા અને ચીનની ટ્રેડ વૉર વચ્ચે ભારત માટે શ્રેષ્ઠ અવસરો ઉભા થશે. ભારત માટે ચીનમાં કામ કરી રહેલી કંપનીઓમાં રોકાણ કરવાની સારી તકો ઉભી થઇ શકે છે. અમેરિકન માર્કેટને ધ્યાનમાં રાખીને જે કંપનીઓએ યુએસમાં રોકાણ કર્યુ છે તે અહીંથી અન્ય દેશમાં જવા ઇચ્છશે અને ભારત આ માટે બેસ્ટ વિકલ્પ સાબિત થઇ શકે છે.

X
US-China trade war cloud be beneficial  for India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી