અમેરિકા / ગ્રીન કાર્ડની કાગડોળે રાહ જોતા ભારતીયો માટે ખુશખબર, ટ્રમ્પ ઇમિગ્રેશન પોલીસીમાં નવા ફેરફાર અમલી કરશે

Trump To Overhaul Immigration System

  • સસ્તાના નામે થાકેલા, તૂટેલા અને હારેલા વિદેશીઓની ભીડ ટ્રમ્પ અમેરિકામાં જમા કરવા નથી ઇચ્છતા 
  • પ્રેસિડન્ટે કહ્યું, અમેરિકા આવતા ઇમિગ્રન્ટ્સ અંગ્રેજી બોલવામાં સક્ષમ અને પોતાના વિષયમાં માહેર હોવા જોઇએ 

divyabhaskar.com

May 16, 2019, 03:59 PM IST

વોશિંગ્ટનઃ પ્રેસિડન્ટ બન્યા બાદથી જ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ઇમિગ્રેશન પોલીસીને લઇને સતત ચર્ચામાં રહે છે. તેઓની અવાર-નવાર ઇમિગ્રેશન લૉમાં ફેરફારની જાહેરાતથી લાગે છે કે, તેઓ ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી બહાર કાઢવા ઇચ્છે છે, પરંતુ ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકામાં આવનારાઓમાં માત્ર એવા લોકોને જ મોકો મળવો જોઇએ જેઓ અંગ્રેજી ભાષા સારી રીતે જાણતા હોવાની સાથે સાથે પોતાના સબ્જેક્ટમાં માહેર હોય. તેઓની પાસે સારી નોકરીની ઓફર હોવી પણ જરૂરી છે. ટ્રમ્પ સસ્તા દરે કામ કરનારાઓના નામે બેકાર વિદેશીઓની ભીડ અમેરિકામાં એકઠી કરવા નથી ઇચ્છતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી નીતિથી હજારોની સંખ્યામાં ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીય પ્રોફેશનલ્સની મુસીબત ખતમ થઇ શકે છે.


ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એક અધિકારીનું કહેવું છે કે, પ્રેસિડન્ટ ઇચ્છે છે કે, અમેરિકામાં આવતા ઇમિગ્રન્ટ્સમાં નેલ્સન મંડેલા જેવી અદભૂત ક્ષમતાઓ હોવી જોઇએ. જોક્ટર એવા હોય જેઓની પાસે કેન્સરનો ઉપચાર હોય અને વૈજ્ઞાનિકમાં મંગળ ગ્રહ પર સબડિવીઝન બનાવવાની ક્ષમતા હોવી જોઇએ.

12 ટકા ગ્રીનકાર્ડ યોગ્યતા આધારિત
ટ્રમ્પના જમાઇ જેરેડ કુશનરની આ નવી યોજના મુખ્ય રીતે બોર્ડર સુરક્ષાને મજબૂત કરવા અને ગ્રીનકાર્ડ તથા કાયદેસર પીઆર પોલીસીને યોગ્ય કરવા પર કેન્દ્રિત છે. જેનાથી યોગ્યતા, માસ્ટર ડિગ્રી ધરાવતા અને સ્કિલ્ડ પ્રોફેશનલ્સ લોકો માટે ઇમિગ્રેશન પ્રણાલીને સરળ બનાવી શકાય છે. હાલની વ્યવસ્થા હેઠળ અંદાજિત 66 ટકા ગ્રીન કાર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેઓના પારિવારક સંબંધો હોય અને માત્ર 12 ટકા ગ્રીન કાર્ડ જ યોગ્યતા આધારિત છે.
ટ્રમ્પની આ નવી યોજના અંગે ગુરૂવારે બપોરે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં જાહેરાત કરવાનો કાર્યક્રમ છે. જો કે, આ યોજનાના અમલીકરણ અગાઉ કોંગ્રેસના વિભાજિત થવા, ખાસ કરીને ઇમિગ્રેશન સુધારના મુદ્દે મુશ્કેલી ઉભી થશે. પ્રેસિડન્ટ પોતાના રિપબ્લિકન સાંસદોને આ મુદ્દે સમજાવવામાં સફળ રહ્યા તો પણ સાંસદ નેન્સી પેલોસીના નેતૃત્વવાળા ડેમોક્રેટ અને બીજા નેતા વિરોધમાં ઉભા છે.
અમેરિકાએ 2020 માટે ભારતીયો, પ્રોફેશનલ્સ સહિત વિદેશી નાગરિકોને લોકપ્રિય એચ1-બી વિઝા આપવાની સંખ્યા 65 હજાર સુધી સીમિત કરી દીધી છે.

X
Trump To Overhaul Immigration System

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી