બેલ્જિયમ / 50 વર્ષીય મહિલાએ માજી રાજાની પુત્રી હોવાનો દાવો કરતાં DNA ટેસ્ટનો આદેશ

The order of the DNA test of the Belgian Ex king

  • એનડી તિવારી જેવો કિસ્સો: બેલ્જિયમની 50 વર્ષની મહિલાએ 84 વર્ષના માજી રાજાની પુત્રી હોવાનો  કેસ કર્યો
  • ટેસ્ટ નહીં કરાવે તો રોજ 4 લાખ રૂપિયાનો દંડ 
     

DivyaBhaskar.com

May 18, 2019, 03:08 AM IST

બ્રુસેલ્સઃ ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના માજી મુખ્યમંત્રી દિવંગત એન.ડી. તિવારીના પિતૃત્વ વિવાદ જેવો મામલો યુરોપિયન દેશ બેલ્જિયમમાં નોંધાયો છે. રોહિત શેખરે કોર્ટમાં તિવારીને પોતાના પિતા સાબિત કર્યા હતા. તેવી જ રીતે બેલ્જિયમની મહિલા કલાકાર ડેલ્ફિન બોએલે માજી રાજા આલ્બર્ટ દ્વિતીયને કોર્ટમાં ઢસડ્યા છે. બોએલનો દાવો છે કે આલ્બર્ટ દ્વિતીય તેના પિતા છે. જ્યારે આલ્બર્ટ તેને પોતાની દીકરી માનવા સતત ઇનકાર કરી રહ્યા છે. તેથી કોર્ટે આલ્બર્ટને ડીએનએ ટેસ્ટ કરાવવા માટે લારનું સેમ્પલ આપવાનો આદેશ કર્યો છે. આલ્બર્ટે સેમ્પલ આપવાનો ઇનકાર કરી દીધો છે.

તેથી કોર્ટે ગુરુવારે આદેશ આપ્યો કે જ્યાં સુધી તેઓ સેમ્પલ નહીં આપે ત્યાં સુધી દરરોજના 4 લાખ રૂપિયાનો દંડ ભરે. ડેલ્ફિન બોએલ 50 વર્ષની છે. માજી રાજા આલ્બર્ટ દ્વિતીય 84 વર્ષના છે. બોએલે 2013માં ત્યારે કોર્ટમાં કેસ કર્યો, જ્યારે આલ્બર્ટે ખરાબ આરોગ્યનો હવાલો આપી ગાદી છોડી દીધી હતી. બોએલ પહેલાં આલ્બર્ટને પોતાનો જૈવિક પિતા ગણાવતી હતી પરંતુ બેલ્જિયમના કાયદા હેઠળ રાજા વિરુદ્ધ કોર્ટમાં અપીલ દાખલ કરી શકાતી ન હતી. બોએલ 6 વર્ષથી કોર્ટોમાં આ વાતના પુરાવા મેળવવા લડી રહી છે કે 84 વર્ષના આલ્બર્ટ તેના જૈવિક પિતા છે.

માતાએ બોએલને આલ્બર્ટ સાથેના સંબંધોની નિશાની અને લવ ચાઇલ્ડ ગણાવી હતી

2013માં અાલ્બર્ટ દ્વિતીયએ ગાદી છોડી તે દિવસે જ બોએલની માતા બેરોનેસ સિબિલ્લે ડે સેલ્યસ લાંગચેમ્પ્સે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બોએલ આલ્બર્ટ સાથેના તેમના સંબંધોની નિશાની છે. તે લવ ચાઇલ્ડ છે. મને લાગે છે કે મને બાળકો નહીં થઇ શકતા કારણ કે મન ચેપ હતું. અમે કોઇ સાવધાની રાખી નહતી અને અાલ્બર્ટ સાથેના સંબંધોને કારણે પુત્રીનો જન્મ થયો. 1966થી 1984 સુધી અાલ્બર્ટ સાથે તેમના સંબંધો હતા. અાલ્બર્ટ તેને બહુ પ્રેમ કરતા હતા. એ અલગ વાત છે કે જાહેરમાં તેઓ તેના પિતા માનતા નહતા. પછી અાલ્બર્ટે પણ સ્વીકાર કર્યો હતો કે 1970ના દાયકામાં તેમનું દામ્પત્યજીવન સંકટમાં પસાર થયું હતું અને આ મામલા પછી છૂટાછેડાની સ્થિતિ સર્જાઇ હતી.

X
The order of the DNA test of the Belgian Ex king
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી