તાઇવાન / સંસદમાં ગે મેરેજ પ્રસ્તાવ મંજૂર, સજાતીય લગ્નને માન્યતા આપનારો એશિયાનો પ્રથમ દેશ બન્યો

DivyaBhaskar.com

May 18, 2019, 12:18 PM IST
Gay marriage proposal approved in Parliament, becomes first Asian country to recognize homogeneous marriage

  • સૌપ્રથમ નેધરલેન્ડે આવાં લગ્નને મંજૂરી આપી હતી, અત્યાર સુધીમાં 28 દેશમાં કાયદો અમલી બન્યો
     

તાઇપેઇ: તાઇવાન સજાતીય લગ્નોને કાયદેસર દરજ્જો આપનારો એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે. તાઇવાનની સંસદે શુક્રવારે સજાતીય લગ્ન નોંધણીની મંજૂરી આપતો કાયદો પસાર કર્યો. આ પ્રસ્તાવનો રૂઢિવાદી સાંસદોએ વિરોધ કરતાં મતદાન કરાવાયું. મતદાનમાં પ્રસ્તાવની તરફેણમાં 66 મત પડ્યા જ્યારે વિરુદ્ધમાં 27 મત પડ્યા.

હવે 24 મેથી કાયદો અમલી બનશે. આ પ્રસ્તાવ પર મતદાન થઇ રહ્યું હતું ત્યારે સંસદની બહાર નિર્ણયની રાહમાં સજાતીય લોકો અને તેમના અધિકારો માટે લડતા એક્ટિવિસ્ટ્સ હાજર હતા. સંસદમાં પ્રસ્તાવ મંજૂર થતાં જ તેમણે એકબીજાને ભેટીને જશ્ન મનાવ્યો. આ સાથે જ વિશ્વના 30થી વધુ દેશોમાં એલજીબીટી સમુદાયે પોતાની જીતના પક્ષમાં સતરંગી ધ્વજ લહેરાવ્યો. વિશ્વમાં સૌપ્રથમ નેધરલેન્ડે વર્ષ 2000માં સજાતીય લગ્નોને મંજૂરી આપી હતી. અત્યાર સુધીમાં 28 દેશ આ સંબંધમાં કાયદો પસાર કરી ચૂક્યા છે.

તાઇવાનમાં 1.37 લાખ એલજીબીટી, દર વર્ષે સૌથી મોટી પરેડ ત્યાં જ થાય છે

  • તાઇવાનમાં એલજીબીટી સમુદાયના 1.37 લાખથી વધુ લોકો છે. અહીં યોજાતી વાર્ષિક ગે પ્રાઇડ પરેડ એશિયા સહિત વિશ્વમાં સૌથી મોટી હોય છે.
  • તાઇવાનની સુપ્રીમકોર્ટે 2017માં કહ્યું હતું કે સજાતીયોને લગ્નની મંજૂરી ન આપવી બંધારણનું ઉલ્લંઘન છે. તે માટે બે વર્ષમાં કાયદો ઘડો.
  • 2017માં બંધારણીય કોર્ટના ચુકાદા બાદ નવેમ્બર, 2018માં જનમત સંગ્રહ થયો હતો, જેમાં 67 ટકા લોકોએ તેને ફગાવી દીધો હતો.

ગે મેરેજને મંજૂરી આપનારા મુખ્ય દેશ

દેશ કાયદો ઘડાયો
કેનેડા 2005
દ.આફ્રિકા 2006
બ્રિટન 2013
ફ્રાન્સ 2013
ન્યુઝીલેન્ડ 2013
અમેરિકા 2015
ઓસ્ટ્રેલિયા 2017
X
Gay marriage proposal approved in Parliament, becomes first Asian country to recognize homogeneous marriage
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી