ઓસ્ટ્રેલિયા / આજે સામાન્ય ચૂંટણી યોજાશે, 95 વર્ષમાં ક્યારેય પણ 91 ટકાથી ઓછું મતદાન થયું નથી, પરંતુ 12 વર્ષમાં 6 વડાપ્રધાન બદલાયા

Australia election 2019: facts about voting process

  • 1924માં દેશમાં પહેલીવાર અનિવાર્ય વોટિંગનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો 
  • ઓસ્ટ્રેલિયામાં મતદાન ફરજિયાત, વોટ નહીં આપનારાને 1000 રૂપિયાનો દંડ થાય છે
  •  જેમની પાસે પોતાનાં ઘર નથી તેમને યાત્રી વોટર બનવાની સુવિધા
  •  વિશ્વના 23 દેશોમાં નાગરિકોને મતદાન કરવું જરૂરી છે
     

divyabhaskar.com

May 18, 2019, 02:46 AM IST

મેલબર્નઃ આેસ્ટ્રેલિયામાં શનિવારે સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે. સરકારે 1924માં અહીં ફરજિયાત વાેટિંગનો નિયમ બનાવ્યો હતો. ત્યારથી ક્યારેય પણ અહીં 91 ટકાથી ઓછું મતદાન થયું નથી. વર્ષ 1994માં 96.22 ટકા વોટરોએ મતદાન કર્યું હતું. સરકાર માને છે કે વોટિંગ ફરજિયાત હોવાથી લોકો રાજકારણ અને સરકારનાં કામોમાં રસ દાખવે છે. તેઓ સક્રિય થઇ વોટર બનવા માટે રજિસ્ટ્રેશન કરાવે છે. દેશમાં 18 કે તેનાથી વધુ વયના નાગરિકોને વોટિંગનો અધિકાર છે. વોટિંગ નહીં કરનાર પાસે સરકાર જવાબ માગે છે. સંતોષકારક જવાબ ન મળતા કે યોગ્ય કારણ નહીં મળતા આશરે 1000 રૂપિયાનો દંડ થાય છે.

આ નિયમનો કેટલાંક સંગઠનો વિરોધ કરે છે. તેઓ કહે છે કે આ લોકતંત્રના મૂળભૂત સિદ્ધાંત એટલે આઝાદીની વિરુદ્ધ છે. આ નિયમના સમર્થકો કહે છે કે સરકારને ચૂંટવામાં જનતાની ભાગીદારી મહત્વની હોવી જોઇએ. ઓસ્ટ્રેલિયામાં દરેક ત્રણ વર્ષમાં સામાન્ય ચૂંટણી થાય છે. સરકાર વોટિંગ વધારવા માટે વોટરોની સુવિધાનો ખ્યાલ રાખે છે. જે નાગરિકો પાસે પોતાનાં ઘર નથી, તેઓ યાત્રી વોટર તરીકે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. હોસ્પિટલમાં દાખલ વોટર પોસ્ટલ બેલેટથી વોટિંગ કરી શકે છે. જે લોકો વોટિંગના દિવસે બૂથ સુધી પહોંચવામાં અસમર્થ છે તેમના માટે અર્લી વોટિંગ સિસ્ટમની સુવિધા છે. નોંધનીય છે કે 23 દેશોમાં વોટિંગ ફરજિયાત છે.

12 વર્ષમાં સૌથી વધુ 1099 દિવસ જુલિયા ગિલાર્ડ વડાપ્રધાન રહ્યાં

ઓસ્ટ્રેલિયામાં 12 વર્ષમાં 6 વડાપ્રધાન બની ચૂક્યા છે. 2007માં કેવિન રુડ 934 દિવસ પીએમ રહ્યા હતા. જુલિયા ગેલાર્ડ 2010થઈ 1099 દિવસો સુધી આ પદ પર રહ્યાં. રુડ 2013માં ફરી પીઅેમ બન્યા, પરંતુ 83 દિવસ જ રહી શક્યા. 2013માં ટોની એબટ આવ્યા. તેમની મુદત 727 દિવસ રહી. માલ્કમ ટર્નબુલ 2015માં આવ્યા પણ 1074 દિવસ પછી તેમને હોદ્દો છોડવો પડ્યો. 2018માં સ્કોટ મોરિસન 270 દિવસના પીએમ બન્યા.

મતદાન નહીં તો કોર્ટની કાર્યવાહીઃ ઓસ્ટ્રેલિયામાં વોટિંગ માટે રજિસ્ટ્રેશન અને વોટિંગ કરવું બંને જ કાયદાકીય કર્તવ્યોમાં સામેલ છે. જેનો અર્થ એ થાય છે કે, 18 વર્ષથી ઉપરના કોઇ પણ વ્યક્તિ માટે વોટ કરવું જરૂરી છે. વોટિંગ ના કર્યુ તો સરકાર મતદાર પાસે જવાબ માગી શકે છે. સંતોષકારક જવાબ અથવા કારણ નહીં મળવાથી જે તે વ્યક્તિને 20 ઓસ્ટ્રેલિયન ડોલર (1,000 રૂપિયા)નો દંડ ફટકારવામાં આવે છે. આ ઉપરાંત તેને કોર્ટના ધક્કા પણ ખાવા પડે છે.

વિરોધીઓ ફરજિયાત વોટિંગને આઝાદી વિરૂદ્ધ ગણે છેઃ ફરજિયાત વોટિંગના વિરોધીઓનું કહેવું છે કે, આ લોકતંત્રના મૂળભૂત આધાર-આઝાદી વિરૂદ્ધ છે, તેમાં નાગિરકોની મરજી નથી ચાલતી. જો કે, આ સિસ્ટમના સમર્થકોનું કહેવું છે કે, નાગરિકો દેશની રાજકીય સ્થિતિથી પરિચિત હોવા જોઇએ. આ ઉપરાંત સરકાર પસંદ કરવામાં જનતાની ભાગીદારી પણ મહત્વની છે.
ખાસ વાત એ છે કે, નાગરિક પણ અનિવાર્ય વોટિંગને ગંભીરતાથી લે છે. જેના કારણે અમેરિકાના પ્રેસિડન્ટ ચૂંટણી (55 ટકા) અને યુકે (70 ટકા)ની સરખામણીએ અહીં મતદાનની ટકાવારી સારી રહે છે. 1994માં તો દેશનું વોટર ટર્નઆઉટ 96.22 ટકા સુધી ગયું હતું. 95 વર્ષોના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયામાં વોટર ટર્નઆઉટ ક્યારેય 91 ટકાની નીચે નથી ગયું.

વોટર્સ માટે વ્યવસ્થાઓમાં સૌથી આગળઃ ઓસ્ટ્રેલિયામાં ફરજિયાત વોટિંગને ધ્યાનમાં રાખીને અલગ અલગ સરકારોએ પણ સમયાંતરે મતદાતાઓ માટે સુવિધાઓમાં વધારો કર્યો છે. જેમ કે, જે લોકોની પાસે ઘર નથી તે મતદાર ઇમિગ્રન્ટ વોટર તરીકે પોતાને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ ઉપરાંત દિવ્યાંગ, માનસિક બીમારી અથવા વિકલાંગો માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. પોતાના મતદાન કેન્દ્રથી દૂર કોઇ બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા વોટર્સ પોસ્ટલ બેલેટ અથવા સમય પૂર્વે મતદાન જેવી સુવિધાઓની મદદથી વોટ આપી શકે છે.

X
Australia election 2019: facts about voting process

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી