બ્રાઝિલ / શિક્ષણનું બજેટ 30% ઘટાડવાના પ્રસ્તાવ વિરુદ્ધ 20 રાજ્યનાં 200 શહેરમાં વિદ્યાર્થીઓ-શિક્ષકોના દેખાવો

Against the proposal to reduce education budget by 30%, students-teachers' demonstrations in 200 city of 20 states
Against the proposal to reduce education budget by 30%, students-teachers' demonstrations in 200 city of 20 states

  • બ્રાઝીલમાં વર્ષનું સૌથી મોટું આંદોલન
  •  આ પ્રસ્તાવ વિરુદ્ધ નેશનલ સ્ટુડન્ટ યુનિયનના દેખાવો શરૂ
  • રિયોમાં પોલીસે રોક્યા તો છાત્રોએ આગચંપી અને હિંસા કરી

DivyaBhaskar.com

May 17, 2019, 03:13 AM IST

રિયો ડી જેનેરિયોઃ બ્રાઝીલમાં શિક્ષણ બજેટ ઘટાડવાના પ્રસ્તાવ વિરુદ્ધ વર્ષનું સૌથી મોટું આંદોલન શરૂ થઇ ગયું છે. બુધવારે રાષ્ટ્રપતિ જૈર બોલ્સનારોની સરકાર વિરુદ્ધ 27માંથી 20 રાજ્યનાં 200થી વધુ શહેરોમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ પણ રસ્તા પર ઉતરી દેખાવો કર્યા. સૌથી મોટા દેખાવો રિયો ડી જેનેરિયોમાં થયા, જ્યાં બે લાખ વિદ્યાર્થીઓ-શિક્ષકોએ કૂચ કરી. પોલીસે તેમને રોકવા ટિયરગેસના શેલ છોડ્યા, રબર બુલેટ્સ ચલાવી.

તેના કારણે વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા અને તેમણે તોડફોડ-આગચંપી શરૂ કરી દીધી. ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે. સાઓ પાઉલો, બ્રાઝિલિયા, બેલો હોરિજોન્ટે સહિત અન્ય મોટા શહેરોમાં પણ હજારો વિદ્યાર્થીઓએ શિક્ષણની રક્ષા માટે કૂચ કરીને ‘અમારે પુસ્તકો જોઇએ, બંદૂક નહીં’ જેવા નારા લગાવ્યા. વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ બ્રાઝીલનું નેશનલ સ્ટુડન્ટ યુનિયન કરી રહ્યું છે. તેના કહેવા મુજબ, સરકારે કહ્યું છે કે તેની નાણાકીય સ્થિતિ ખરાબ હોવાથી શિક્ષણનું બજેટ 30% ઘટાડાશે. જો તેવું થયું તો શિક્ષણ વ્યવસ્થા પડી ભાંગશે. અમે તેવું થવા દઇશું નહીં.

રાષ્ટ્રપતિ બોલ્સનારોના આતંકીઓ સાથે પણ સંબંધ છે : વિદ્યાર્થીઓ

વિદ્યાર્થી-શિક્ષક આંદોલન રાષ્ટ્રપતિ બોલ્સનારોએ સત્તા સંભાળ્યા બાદ દેશમાં થયેલું સૌથી મોટું આંદોલન છે. વિદ્યાર્થીઓએ સરકારને ચેતવણી આપી છે કે શિક્ષણ એ કોઇ વસ્તુ નથી. શિક્ષણ બજેટમાં કોઇ ઘટાડો કરાશે તો અમે પાછા નહીં હટીએ. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે બોલ્સનારોના આતંકીઓ સાથે સંબંધ છે. તેઓ દેશને શિક્ષણમાં આગળ વધવા દેવા ઇચ્છતા નથી. બીજી તરફ સબ-વે તથા અન્ય પ્રતિબંધિત સ્થળો પર વિદ્યાર્થીઓએ કબજો કરી લીધો. દેખાવકારો દ્વારા વધતી હિંસાને ધ્યાનમાં રાખીને રિયો ડી જેનેરિયોમાં સ્પેશિયલ મિલિટ્રી પોલીસ તૈનાત કરવી પડી.

X
Against the proposal to reduce education budget by 30%, students-teachers' demonstrations in 200 city of 20 states
Against the proposal to reduce education budget by 30%, students-teachers' demonstrations in 200 city of 20 states
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી