ગાઝા પટ્ટી / ઈઝરાયલથી હકાલપટ્ટીનાં 71 વર્ષ પૂરાં થવા પર 10 હજારથી વધુ પેલેસ્ટિનીઓએ માર્ચ યોજી

More than 10,000 Palestinians held the March at the end of 71 years of expulsion from Israel

  • ઈઝરાયલની સરહદે દેખાવકારોએ બલૂન બોમ્બ ઝીંક્યા, 50 ઘવાયા
  • 10 દિવસે ગાઝાપટ્ટી અને વેસ્ટબેન્કમાં બીજી વાર હિંસા ભડકી
  • પેલેસ્ટિનીઓનો દાવો - ઈઝરાયલ 305 દેખાવકારોને મારી ચૂક્યું છે 
     

DivyaBhaskar.com

May 16, 2019, 02:53 AM IST

ગાઝા પટ્ટીઃ નાકબા ડેના અવસરે ગાઝાપટ્ટી અને વેસ્ટબેન્કમાં 10 હજારથી વધુ પેલેસ્ટિનીઓને માર્ચ યોજી હતી. આ દરમિયાન બંને સ્થળો સાથે સંકળાયેલી ઈઝરાયલી સરહદે દેખાવો કરાયા હતા. દેખાવકારોએ ઈઝરાયલની તરફ હાઈડ્રોજન બલૂનથી હુમલો કર્યો અને પથ્થરમારો પણ કર્યો. જવાબમાં સુરક્ષાદળોએ રબર બૂલેટ ચલાવી અને ટીયરગેસના સેલ છોડ્યા હતા.આ અથડામણમાં 50થી વધુ લોકો ઘવાયા હતા.

ઈઝરાયલનો દાવો છે કે લગભગ 1200 લોકોએ તેની સેના પર હુમલો કરી દીધો જેમાં અનેક સૈનિકો ઘવાયા હતા. ખરેખર ‘નાકબા ડે’નો મતલબ ‘વિનાશનો દિવસ’ થાય છે. આ દિવસ એ હજારો અરબી લોકોની યાદમાં મનાવાય છે જેમને 1948માં ઈઝરાયલની સ્થાપના માટે વેસ્ટબેન્ક અને ગાઝાપટ્ટીમાંથી કાઢી મુકાયા હતા. એ લોકોની હકાલપટ્ટીને બુધવારે 71 વર્ષ પૂરાં થયાં. હમાસ દ્વારા સંચાલિત ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ચાલુ વર્ષે દેખાવો શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં ઇઝરાયલી સેનાએ 305 દેખાવકારોની ગોળી મારી હત્યા કરી દીધી છે.

ઈઝરાયલના ટીવી વેબકાસ્ટને હેક કરી મિસાઈલ હુમલાનું એલર્ટ બતાવાયું

ઈઝરાયલના યુરોવિઝન ટીવીના ઓનલાઈન સ્ટ્રીમિંગમાં મંગળવારે અચાનક સેના દ્વારા મિસાઈલ હુમલાની ચેતવણી અપાઇ હતી. પછી સ્પષ્ટ થયું કે તે હેક કરાઈ હતી. અમુક મિનિટ પછી પ્રસારણ ફરીવાર શરૂ થયું.

X
More than 10,000 Palestinians held the March at the end of 71 years of expulsion from Israel
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી