બ્રિટન / ભારતીય મૂળની પત્નીની 59 વખત ચાકૂ મારીને હત્યા કરનારા બ્રિટિશ પતિને ઉમરકેદ

divyabhaskar.com

May 13, 2019, 02:00 PM IST
લૉરેન્સ બ્રાન્ડ અને પત્ની એન્જલા મિત્તલ સાથે (ફાઇલ)
લૉરેન્સ બ્રાન્ડ અને પત્ની એન્જલા મિત્તલ સાથે (ફાઇલ)

  • આરોપીએ ક્રિસમસના દિવસે પત્નીની હત્યા કરી હતી, આ માટે 2 ચાકૂનો ઉપયોગ કર્યો 
  • દોષિતે ઘટનાને અંજામ આપ્યા બાદ ફોન કરીને પોલીસ બોલાવી

લંડનઃ બ્રિટનની કોર્ટે ભારતીય મૂળની પત્નીની 59 વખત ચાકૂ મારીને હત્યા કરનાર બ્રિટિશ પતિને ઉંમરકેદની સજા ફટકારી છે. આરોપી લોરેન્સ બ્રાન્ડે ગત વર્ષે ક્રિસમસના દિવસે ઝગડાં બાદ ઘટનાને અંજામ આપ્યો હતો, તેણે પત્ની એન્જલા મિત્તલ (41)ની હત્યા કરવા માટે બે ચાકૂનો ઉપયોગ કર્યો હતો. હવે બ્રાન્ડને ઓછામાં ઓછા 16 વર્ષ અને 8 મહિનાની સજા કાપવી પડશે.

જજ હીથર નોર્ટને બ્રાન્ડને કહ્યું, તમે બાથરૂમમાં પત્નીની હત્યા કરી, તેને 59 વખત ચાકૂ માર્યા. હત્યા સમયે જ્યારે ચાકૂ તૂટી ગયું તો તમે કિચનમાં જઇને બીજુ ચાકૂ લઇ આવ્યા. આ જઘન્ય અપરાધ છે. ફોરેન્સિક પુરાવાના આધારે કહ્યું કે, આટલા હુમલા છતાં પીડિતા જીવિત હતી અને તે પોતાને બચાવવાની કોશિશ કરતી રહી.


આરોપીએ એમ્બ્યુલન્સ પહેલાં પોલીસને કૉલ કર્યો
પોલીસના જણાવ્યા અનુસાર, એન્જેલાનું શબ બર્કશાયર સ્થિત ઘરમાં મળ્યું હતું. તેની ગરદન અને છાતીમાં જખમ હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ એમ્બ્યુલન્સ બોલાવવાના બદલે સીધો ઇમરજન્સી નંબર 999 પર કૉલ કર્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો એન્જેલાનું મોત થઇ ગયું હતું. કોર્ટના નિર્ણય બાદ એન્જેલા પિતા અને માતા કમલા મિત્તલે કહ્યું કે, તેમની દીકરી ખુશમિજાજી હતી. હંમેશા મિત્રો અને સંબંધીઓ સાથે વાત કરતી હતી, સકારાત્મક વિચાર સાથે આગળ વધતી હતી.

X
લૉરેન્સ બ્રાન્ડ અને પત્ની એન્જલા મિત્તલ સાથે (ફાઇલ)લૉરેન્સ બ્રાન્ડ અને પત્ની એન્જલા મિત્તલ સાથે (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી