બ્રિટન / કોમામાં જતી રહેલી ભારતીય મહિલાને અધિકારીઓએ દેશનિકાલની ધમકી આપી; BFએ નિર્ણય વિરૂદ્ધ અપીલ કરી

ભવાની એસ્પાથી
ભવાની એસ્પાથી
બોયફ્રેન્ડ સાથે ભવાની એસ્પાથી
બોયફ્રેન્ડ સાથે ભવાની એસ્પાથી

  • ફિયાન્સેએ ડોક્ટરનો લેટર દર્શાવી કહ્યું - હાલ વિદેશ મોકલી, તો મોતનું જોખમ
  • 31 વર્ષની ભવાની એસ્પાથી 2010માં અભ્યાસ માટે બ્રિટન ગઇ હતી 

divyabhaskar.com

May 14, 2019, 04:56 PM IST

લંડનઃ પાચન તંત્ર સંબંધિત બીમારી સામે લડી રહેલી ભારતીય મહિલાને બ્રિટનના ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓએ બળજબરીપૂર્વક ભારત મોકલવાની ધમકી આપી છે. જ્યારે ઓપરેશન બાદ તે દોઢ અઠવાડિયાથી કોમામાં છે. 31 વર્ષીય ભવાની એસ્પાથીએ રજાઓ વધારવા માટે આવેદન કર્યુ હતું, જેનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં તેને ગમે તે સમયે બળજબરીથી બહાર મોકલી શકાય છે.

આ નિર્ણય સામે ઇમિગ્રેશન વિભાગની ટીકા પણ થઇ રહી છે. લોકો અધિકારીઓને અસંવેદનશીલ ગણાવી રહ્યા છે. વકીલો અને રાજનેતાઓએ કહ્યું કે, બ્રિટન સરકારના ઇમિગ્રેશનના નિયમોના કારણે લોકોને સુરક્ષિત માહોલમાંથી મોતની નજીક મોકલવામાં આવી રહ્યા છે.


ફિયાન્સે નિર્ણય વિરૂદ્ધ અપીલ કરી
ભવાનીના 33 વર્ષીય ફિયાન્સ માર્ટિન મંગલરે વિભાગના નિર્ણય વિરૂદ્ધ અપીલ કરી છે. ફિયાન્સનું કહેવું છે કે, ભવાની હજુ પણ બેભાન છે. તેણે ડોક્ટરનો મેડિકલ લેટર દર્શાવી રહ્યું, જો આવી સ્થિતિમાં તેને દેશની બહાર મોકલવામાં આવશે, તો તેનું મોત થઇ શકે છે. જે ઇલાજ અહીં થઇ રહ્યો છે, તે ભારતમાં ઉપલબ્ધ નથી. જ્યારે ઓફિસરોનું કહેવું છે કે, ઇલાજના કારણે ભવાનીને બ્રિટનમાં રહેવાનો અધિકાર નથી મળી જતો.

મદદ માટે ઓનલાઇન અભિયાન
ભવાની 2010માં અભ્યાસ માટે બ્રિટન ગઇ હતી. અહીં તેણે કલા ક્ષેત્રમાં કામ શરૂ કર્યુ. આ દરમિયાન તેને દુર્લભ (પાચન તંત્ર સંબંધિત) બીમારી ક્રોન્સ થઇ. તેની મદદ માટે એક ઓનલાઇન અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું.

X
ભવાની એસ્પાથીભવાની એસ્પાથી
બોયફ્રેન્ડ સાથે ભવાની એસ્પાથીબોયફ્રેન્ડ સાથે ભવાની એસ્પાથી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી