અમેરિકા / અલબામાની સેનેટે ગર્ભપાત પર પ્રતિબંધ લગાવ્યો, આરોપી ડોક્ટરને ઉમરકેદની સજા મળશે; બિલનો વિરોધ શરૂ

Alabama Lawmakers Vote to Effectively Ban Abortion

  • દુષ્કર્મ મામલે પણ ગર્ભપાતની અનુમતિ નહીં, બિલની જોગવાઇને લઇ વિરોધ શરૂ 
  • સંસદમાં રિપબ્લિકન બહુમત, મંજૂરી માટે બિલ રાજ્યપાલને મોકલ્યું 

divyabhaskar.com

May 15, 2019, 11:47 AM IST

મિયામીઃ અલબામાની સંસદે ગર્ભપાત પર સંપુર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યાં સુધી કે દુષ્કર્મ અને ઘૃણિત યૌન સંબંધ મામલે ગર્ભપાતની અનુમતિ નથી આપવામાં આવી. જો કોઇ ડોક્ટર ગર્ભપાત મામલે સંડોવાયેલા જોવા મળ્યા તો આ બિલ અનુસાર તેઓને ઉમરકેદની સજા આપવામાં આવશે. બિલની મંજૂરી માટે રાજ્યપાલની પાસે મોકલવામાં આવ્યું છે.


બિલને લઇને વિરોધ શરૂ
બિલની જોગવાઇને લઇને વિરોધ શરૂ થઇ ગયો છે. ડેમોક્રેટ નેતા બોબી સિંગલેટોને કહ્યું કે, બિલ સંપુર્ણ રીતે અમાનવીય છે. રિપબ્લિન સાંસદોએ આખા રાજ્યની સાથે દુષ્કર્મ કર્યુ છે. અલબામાની સંસદમાં રિપબ્લિકન બહુમતિ છે. બોબીએ ભાવુક થઇને કહ્યું કે, તમે મારી દીકરીને કહેવા ઇચ્છો છો કે, તેના માટે અલબામામાં કોઇ સ્થાન નથી. બોબી અનુસાર, કોઇ મહિલા દુષ્કર્મનો શિકાર બનીને ગર્ભવતી થઇ જાય તો તેના બાળકને જન્મ આપવો જ પડશે.


કોર્ટમાં અરજી કરવાની તૈયારી
અમેરિકામાં માનવાધિકારોની રક્ષા માટે કામ કરતી સંસ્થા એલસીએલયુએ બિલ વિરૂદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરવાની જાહેરાત કરી છે. સંસ્થાનું કહેવું છે કે, તે આ બિલને કોઇ પણ રીતે મંજૂર થતા અટકાવશે. બિલની તરફેણ કરતા લોકોનું કહેવું છે કે, તે આ મામલાને સુપ્રીમ કોર્ટ લઇ જશે. ડોનાલ્ડ ટ્રમ્પના કારણે કોર્ટમાં હાલ કન્ઝર્વેટિવ બહુમતમાં છે. રિપબ્લિકન 1973ના એ નિર્ણયને બદલવા ઇછ્છે છે, જેમાં ગર્ભપાતને મહિલાઓનો અધિકાર ગણવામાં આવે છે.

X
Alabama Lawmakers Vote to Effectively Ban Abortion

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી