અજીબોગરીબ / પક્ષીથી થયેલો વિચિત્ર એક્સિડેન્ટ કેમેરામાં કેદ, આકાશમાંથી સીધું જ મહિલાચાલક પર પડતાં જ સર્જાઈ દુર્ઘટના

Divyabhaskar.co.in

May 07, 2019, 04:32 PM IST

ચીનના ગૂઈઝોહુના લૂઓડિયન પ્રાંતની સડક પર એક શોકિંગ અકસ્માત જોવા મળ્યો હતો. જેના સીસીટીવી સામે આવતાં જ લોકોને પણ આ અજીબોગરીબ અક્સ્માત જોઈને નવાઈ લાગી હતી. ગત મહિને દ્વિ-ચક્રીય વાહન લઈને નીકળેલી એક મહિલા પર આસમાનમાંથી એક આફત આવીને પડતાં જ તે નીચે પટકાઈ હતી. લોકો પણ આ અકસ્માત જોઈને હેરાનીમાં મૂકાઈ ગયા હતા કેમ કે આ મહિલાચાલકની ઉપર અચાનક 10 કિલો જેટલું વજન ધરાવનાર આ કલહંસ(ગૂઝ્) નામનું પક્ષી પડ્યું હતું. જે બાદ તેણીએ બેલેન્સ ગુમાવ્યું હતું. સદનસીબે તેને આ અકસ્માતના કારણે કોઈ જ પ્રકારની ગંભીર ઈજાઓ નહોતી થઈ. આ પંખી તેના પર ક્યા કારણોસર પડ્યું હતું તેની પણ કોઈ માહિતી સામે આવી નહોતી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી