સીરિયા / ISના અંતિમ ગઢમાં 3000 આતંકવાદીઓનું સમર્પણ, સૈન્યને બહુ મોટી જીત મળવાની આશા

કુર્દિશ સેનાઓની સામે સમર્પણ કરતા IS સાથે જોડાયેલા આતંકી
કુર્દિશ સેનાઓની સામે સમર્પણ કરતા IS સાથે જોડાયેલા આતંકી
X
કુર્દિશ સેનાઓની સામે સમર્પણ કરતા IS સાથે જોડાયેલા આતંકીકુર્દિશ સેનાઓની સામે સમર્પણ કરતા IS સાથે જોડાયેલા આતંકી

  • હવે સીરિયાના બઘોજ વિસ્તારમાં જ આઇએસ આતંકીઓનો કબજો 
  • સંયુક્ત સેનાએ કહ્યું કે, સંપુર્ણ તાકાતથી બઘોજ પર હુમલો કરીશું જેથી આતંકી સરેન્ડર કરી દે 

divyabhaskar.com

Mar 14, 2019, 11:02 AM IST
દમિશ્કઃ સીરિયાના બઘોજમાં ISISના 3,000 આતંકીઓએ આત્મસમર્પણ કર્યુ છે. આતંકીઓના પરિવારો પણ સરેન્ડર કર્યુ છે. સીરિયાનું બઘોજ આઇએસના કબજાવાળો અંતિમ વિસ્તાર છે. અમેરિકા સમર્થિત કુર્દિશ સૈન્યનું કહેવું છે કે, આગામી દિવસોમાં શહેરમાં તેમનું આધિપત્ય થઇ જશે. 2014માં આઇએસએ ખલીફાના શાસનની જાહેરાત કરતા ઇરાક અને સીરિયાના મોટાંભાગના વિસ્તારો પર કબજો કરી લીધો હતો. 
1. બઘોજમાં હજુ પણ કેમ્પ બનેલા છે
સીરિયાના પૂર્વ ગામ બઘોજમાં હજુ પણ આઇએસના કેમ્પ જોવા મળે છે, અમેરિકા સમર્થિત સીરિયન ડેમોક્રેટિક ફોર્સ (SDF) આઇએસ આતંકીઓને પકડવાની કોશિશ કરી રહી છે, પરંતુ નદીના કિનારે વસેલા ગામોથી પુરૂષો, મહિલાઓ અને બાળકોની ભીડને તેણે અટકાવી દીધી છે. 
બઘોજમાં સતત ત્રણ રાતોથી એરસ્ટ્રાઇક અને ફાયરિંગ થઇ રહ્યું છે, જેમાં અનેક આતંકીઓના મોત થયા છે. આ કાર્યવાહીના કારણે આતંકીઓના અનેક સંબંધીઓએ આત્મસમર્પણ કરી દીધું છે. અમેરિકાના સમર્થનવાળી એસડીએફ સૈન્યએ રવિવારે આતંકવાદીઓને ચેતવણી આપી હતી કે, તેઓનો સમય પૂર્ણ થઇ ગયો છે. મંગળવારે 3 હજાર આતંકવાદીઓએ સૈન્યની સામે આત્મસમર્પણ કરી દીધું છે. 
3. આતંકીઓ પર મોટાં હુમલાની તૈયારી
અમેરિકન સૈન્યએ બઘોજમાં મંગળવાર સાંજથી ભારે ફાયરિંગ કર્યુ અને આતંકવાદીઓને જવાબી કાર્યવાહી કરવાનો મોકો ના આપ્યો. પરિણામે લોકોને આત્મસમર્પણ કરવું પડ્યું. એજન્સી સૂત્રો અનુસાર, બઘોજમાં સતત વૉરપ્લેન ચક્કર લગાવતા રહે છે અને થોડાં થોડાં સમયે બ્લાસ્ટના અવાજ આવતા રહે છે. મોટી સંખ્યામાં સંયુક્ત સેનાના સૈનિક બઘોજના પ્રવેશની પાસે એકઠાં થયા હતા. 
સૈન્યના યુનિટ કમાન્ડરના જણાવ્યા અનુસાર, અમે આતંકીઓ પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. અમારો આત્મવિશ્વાસ ચરમસીમા પર છે, અમે આખા સૈન્ય સાથે બઘોજમાં ઘૂસીશું અને આતંકીઓનો ખાત્મો કરી દઇશું. અમારી કાર્યવાહીનો હેતુ આતંકવાદીઓને આત્મસમર્પણ માટે મજબૂર કરવાનો છે જેથી સિવિલિયન્સ બહાર આવી જાય. 
એક બ્રિટિશ માનવાધિકાર સંસ્થા અનુસાર, ગત વર્ષે ડિસેમ્બરથી અત્યાર સુધી 60 હજાર લોકો ISના ઠેકાણાંઓ છોડી ચૂક્યા છે. છેલ્લાં કેટલાંક મહિનામાં આતંકીઓએ પણ સંયુક્ત સેના પર હુમલા કર્યા છે. એક સ્થાનિક નાગરિકનું કહેવું છે કે, અમારી પાસે હજારો કિમીનો વિસ્તાર હતો જે હવે અમુક જ કિમીમાં સીમિત થઇ ગયો છે. હજુ યુદ્ધ પૂર્ણ નથી થયું. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી