પ્રત્યપર્ણ / મલેશિયાના મંત્રીએ ભાગેડું જાકિર નાઈકને ભારતને સોપવાની માંગ કરી, આજે કેબિનેટમાં નિર્ણય કરાશે

Zakir Naik, Malaysia Minister M. Kulasegaran Says Islamic preacher Zakir Naik fugitive, Should be sent back to India

  • મલેશિયાના માનવ સંશાધન પ્રમાણે, જાકિર તેમના દેશમાં નફરત ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યો છે 
  • જાકિર નાઈકને ભારતને સોંપવા અંગે મલેશિયાના કેબિનેટમાં આજે મહત્વની બેઠક યોજાશે 
     

Divyabhaskar.com

Aug 14, 2019, 03:01 PM IST

કુલાઆલમ્પુરઃ મલેશિયાના માનવ સંસાધન વિકાસ મંત્રી એમ.કુલસેગરને જાકીર નાઈકને ભારતને સોંપવાની માંગ કરી છે. બુધવારે યોજાનારી કેબિનેટની મહત્વની બેઠકમાં જાકિરના પ્રત્યપર્ણ અંગે નિર્ણય લેવાઈ શકે છે. ભારતથી ભાગ્યા બાદ જાકિર છેલ્લા ત્રણ વર્ષથી મલેશિયામાં શરણ લઈ રહ્યો છે. જાકિર પર મની લોન્ડરિંગ અને આતંકવાદને પ્રોત્સાહન આપવા જેવા આરોપો છે.

મંગળવારે કુલસેગરને એક પત્ર જાહેર કરીને કહ્યું કે, જાકિર મલેશિયાના કરદાતાઓના પૈસે અહીં મોજ કરી રહ્યો છે. જાકિર મલેશિયામાં સામુદાયિક નફરત ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યો છે. તેને હવે ભારતને સોંપી દેવો જોઈએ. ત્યાં તે પોતાની પર લાગેલા આરોપોનો સામનો કરશે. મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ પહેલા નાઈકના પ્રત્યપર્ણથી ઈન્કાર કરી ચુક્યા છે પરંતુ હવે ઈસ્લામી ધર્મગુરુનો વિરોધ તેજ થઈ ગયો છે.

મલેશિયામાં ત્રણ વર્ષથી રહી રહ્યો છે જાકિર
ભારતથી ભાગ્યા બાદ ત્રણ વર્ષથી મલેશિયામાં શરણ લઈ રહ્યો છે. તાજેતરમાં જાકિરે એક નિવેદનમાં કહ્યું હતું કે, મલેશિયાના હિન્દુઓ પાસે ભારતમાં રહેનારા મુસલમાનો કરતા 100 ટકા વધારે અધિકાર છે. અહીંના હિન્દુ મહાતિર મહોમ્મદ કરતા વધારે નરેન્દ્ર મોદીને માને છે. મલેશિયાની જનસંખ્યા અંદાજે 3 કરોડ 20 લાખ છે. જેમાં 60 ટકા મુસલમાન છે. ત્યારબાદ સૌથી વધું જનસંખ્યા હિન્દુઓની છે. અહીંના રાજકારણ અને વેપારમાં પણ હિન્દુઓનો ઘણો પ્રભાવ છે.

સ્થાયી નાગરિકતાનો હકદાર નથી

કુલસેગરને કહ્યું કે, જાકિર જેવા લોકો અમારી વિવિધતા વાળી સંસ્કૃતિમાં રહેવાના હકદાર નથી. તેને મલેશિયાની સ્થાયી નાગરિકતા ક્યારે ન આપી શકાય. તો બીજી તરફ જાકિર પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવી રહ્યો છે. તેને બચાવમાં કહ્યું રાજકીય કારણોના લીધે મારા પર આ પ્રકારના આરોપો લગાડવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ મલેશિયાની ન્યૂઝ એજન્સીએ પીએમ મહાતિર મોહમ્મદનું એક નિવેદન જાહેર કર્યું જેમાં પીએમએ કહ્યું કે, નાઈકને ભારતને સોંપવામાં જોખમ છે કારણે કે ત્યાં તેના જીવને ખતરો છે. જો કોઈ અન્ય દેશ તેને શરણ આપવા માગે તો અમે તૈયાર છીએ.

X
Zakir Naik, Malaysia Minister M. Kulasegaran Says Islamic preacher Zakir Naik fugitive, Should be sent back to India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી