લંડન / બસમાં યુવતીઓએ એકબીજાને Kiss કરવાની ના પાડી તો યુવકોએ મારી મારીને લોહીલૂહાણ કરી દીધી

Divyabhaskar.com

Jun 10, 2019, 05:28 PM IST

દુનિયાના ઘણાં ખરા દેશોમાં સમલૈંગિક સંબંધોને મંજૂરી આપી દેવાઈ છે. તેમ છતાં ઘણાં લોકો આ પ્રકારના સંબંધોને સ્વીકારવા તૈયાર નથી. કંઇક એવી જ ઘટના લંડનમાં સામે આવી. લંડનમાં ચાલતી ડબલ ડેકર બસમાં 28 વર્ષની મેલાનિયા ગિયોમોનટ તેની ગર્લફ્રેન્ડ સાથે સફર કરી રહી હતી. આ કપલ લેસ્બિયન હતુ. જે વાતની જાણ બસમાં હાજર અમુક લોકોને થતાં તેમની પાસે અજીબો ગરીબ ડિમાન્ડ કરવા લાગ્યા. કેટલાંક લોકોએ માત્ર એન્ટરટેઇમેન્ટ માટે બંનેને કિસ કરવા જણાવ્યુ. આ લેસ્બિયન યુવતીઓએ પરસ્પર કિસ કરવાની મનાઈ કરી તો અમુક લોકોએ તેમને બસમાં જ મારવાનું શરૂ કરી દીધુ. મારી મારીને બંનેને લોહીલુહાણ કરી દીધી. મારનાર આ ચાર યુવકોમાં એક સ્પેનિશ અને ત્રણ બ્રિટિશ હતા. મેલેનિયાએ તેની આખી સ્ટોરી ફેસબુક પર શેર કરતા લોકો તેના સમર્થનમાં આવ્યા હતા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી