તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાથી સાવચેત:વિશ્વના નેતાઓએ અભિવાદન માટે ભારતીય પરંપરાથી 'નમસ્તે' કરવાનો અભિગમ અપનાવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ચીનથી શરૂ થયેલો કોરોના વાઈરસ વિશ્વના આશરે 114 દેશમાં ફેલાઈ ગયો છે ત્યારે આ વાઈરસનો ડર એટલો વ્યાપક છે કે લોકો હાથ જોડીને અભિવાદન કરવાની ભારતીય પરંપરા અપનાવી રહ્યા છે. કોરોના વાઈરસના સંક્રમણને જોતા જાગૃતિ ફેલાવવા માટે વિશ્વભરના નેતાઓ હવે હાથ મિલાવવાને બદલે હાથ જોડી ભારતીય પરંપરાથી નમસ્તે કરવા પર ભાર આપી રહ્યા છે.
ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ ઉપરાંત ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ હાથ જોડી નમસ્તે કહેતા જોવા મળ્યા છે. તેઓ જ્યારે સ્પેનના રાજા અને મહારાણીને ભારતીય પરંપરા નમસ્તેથી અભિવાદન કર્યું હતું.

નેતન્યાહૂએ દેશવાસીઓને નમસ્તેની અપીલ કરી
કોરોના વાઈરસના ફેલાવાથી બચવા માટે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ દેશવાસીઓને અપીલ કરી હતી કે તે ભારતીય પરંપરા પ્રમાણે હાથ જોડીને અભિવાદન કરે. તેમણે ગયા સપ્તાહે જ એક પ્રેસ કોન્ફરન્સમાં દેશવાસીઓને કોરોના સંક્રમણથી બચવાના ઉપયોગમાં નમસ્તેનું અનુસરણ કરવા અપીલ કરી હતી. 

પ્રિન્સ ચાર્લ્સે ભારતીય પરંપરાથી નમસ્તે કર્યા
લંડનના માર્લબોરા હાઉસમાં જ્યારે કોમનવેલ્થ રિસેપ્શનમાં પ્રિન્સ ચાર્લ્સ પહોંચ્યા તો તેમણે ત્યાં ઉપસ્થિત અતિથીઓને હાથ જોડીને અભિવાદન કર્યું હતું, ત્યા ઉપસ્થિત સૌ લોકોએ પણ હાથ જોડીને નમસ્તે કર્યું હતું. પ્રિન્સ ચાર્લ્સને હાથ જોડી નમસ્તે કરતા જોઈ અન્ય લોકોએ પણ હાથ જોડીને નમસ્તે કર્યું હતું. 

જકાર્તા પહોંચી નેધર્લેન્ડના રાજાએ પણ હાથ જોડી અભિવાદન કર્યું
નેધર્લેન્ડમાં કોરોના વાઈરસનો પ્રકોજ જોવા મળી રહ્યો છે ત્યારે રાજા વિલિયમ એલેક્ઝાન્ડરે પણ કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવાનું ટાળ્યું હતું. તેમણે જકાર્તા પહોંચી ત્યાં ઉપસ્થિત નેતાઓને હાથ જોડીને અભિવાદન કર્યું હતું. તેમને રિસિવ કરવા આવેલા નેતાઓએ પણ હાથ જોડી નમસ્તેથી અભિવાદન કર્યું હતું.

એન્જેલા મર્કેલ સાથે નેતાએ હાથ ન મિલાવ્યા
જર્મનીમાં સરકારની બેઠક ચાલી રહી હતી. આ બેઠકનું સંચાલન કરવા ચાન્સેલર એન્જેલા મર્કેલ પહોંચ્યા ત્યારે તેમણે આંતરિક બાબતોના પ્રધાનના અભિવાદન માટે હાથ લંબાવ્યો તો પ્રધાને હાથ મિલાવ્યો ન હતો. ત્યારબાદ મર્કેલ આગળની બેઠકમાં બેસી ગયા હતા.

જાવડેકરે નમસ્તે પરંપરા પર ભાર આપ્યો હતો
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે દેશવાસીઓને કહ્યું હતું કે તે કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે હાથ મિલાવવાને બદલે હાથ જોડી નમસ્તે કરવાનો અભિગમ અપનાવે. 

કોરોના સામે જાગૃતિ અભિયાન
બેંગ્લુરુમાં એક એક્ઝિબિશન દરમિયાન વિદ્યાર્થીઓએ લોકોનું નમસ્તે સાથે અભિવાદન કરવાની અપીલ કરતા જોવા મળ્યા હતા. કોરોના એક સંક્રમિત રોગ છે અને પરસ્પર મળવાથી ફેલાવો થઈ શકે છે, માટે આ રીતે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો