તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાયરસ પછી અમેરિકા-ચીન વચ્ચે વર્ડ-વોરનું સંક્રમણ, ચીનનો આરોપઃ અમેરિકાએ જ વૂહાનમાં વાયરસ ફેલાવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાઈરસને નિયંત્રિત કરવા માટે યુએસ સેન્ટરના વડાનો એક વિડિયો ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જિઓ લિજીયને તેના ટ્વિટમાં પોસ્ટ કર્યો - Divya Bhaskar
વાઈરસને નિયંત્રિત કરવા માટે યુએસ સેન્ટરના વડાનો એક વિડિયો ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જિઓ લિજીયને તેના ટ્વિટમાં પોસ્ટ કર્યો
 • ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અમેરિકા પર ગંભીર આક્ષેપો કર્યા, અલબત્ત તેમણે કોઈ પૂરાવા રજૂ કર્યા નથી
 • અગાઉ અમેરિકી સુરક્ષા સલાહકારે વાયરસ અંગેની વિગતો દુનિયાને મોડી આપવા બદલ ચીનની આકરી ટીકા કરી હતી

  ઈન્ટરનેશનલ ડેસ્કઃ વૈશ્વિક મહામારીનો ઉકેલ શોધાતો નથી ત્યાં આ મુદ્દે વૈશ્વિક રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જીવલેણ કોરોના વાયરસ અમેરિકાએ ચીનમાં ઘૂસાડ્યો હોવાનો આરોપ મૂક્યો છે. અલબત્ત, આ અંગે તેમણે કોઈ પૂરાવા રજૂ કર્યાં નથી. ચીનના ઉચ્ચ અધિકારીના આવા આક્ષેપ પછી અમેરિકા પણ ઉગ્ર પ્રતિક્રિયા આપશે એ નક્કી છે.


અગાઉ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ'બ્રાયને ચીન પર આરોપ મૂકતાં કહ્યું હતું કે કોરોના વાયરસ અંગે ચીને દુનિયાને બહુ મોડી માહિતગાર કરી, જેને લીધે વિશ્વના અન્ય દેશો નિયંત્રક પગલાંઓ ન લઈ શક્યા. ચીન હવે ઓબ્રાયનના નિવેદનથી છંછેડાઈને અમેરિકા પર જ આરોપ મૂકી રહ્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયના ઝાઓ લિજિયન નામના પ્રવક્તાએ ગુરુવારે મોડી રાત્રે ટ્વિટ કરીને ઘાતક કોરોના વાઈરસ અમેરિકાએ જ ચીનમાં દાખલ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. અગાઉ ચીનના આરોગ્ય વિભાગના અધ્યક્ષે પોતે જ સ્વીકાર્યું હતું કે વૂહાન ખાતેના જંગલી પ્રાણીઓના વેચાણ બજારમાંથી આ વાયરસ ફેલાયો છે. પરંતુ ઓબ્રાયનના આરોપ પછી હવે ચીનના ઉચ્ચ અધિકારીઓ અને આરોગ્ય નિષ્ણાંતોએ વલણ બદલ્યું છે અને વાયરસ અન્યત્ર કશેક લાગુ કરાયો અને ત્યાંથી એ વૂહાનના બજારમાં રખાયેલા જંગલી પ્રાણીઓ મારફત માણસમાં પ્રસર્યો એવો દાવો કરીને અમેરિકા તરફ આંગળી ચિંધી છે.
ટ્વિટરના માધ્યમથી લિજિયને અમેરિકાને નિશાન બનાવતાં કહ્યું હતું કે, અમેરિકા પારદર્શીતા કેમ નથી દાખવતું? પોતાની હોસ્પિટલ્સના નામ કેમ જાહેર નથી કરતું? શક્ય છે કે અમેરિકાની સેનાએ જ વૂહાનમાં કોરોના વાયરસનો પ્રસાર કર્યો હોય. અલબત્ત, આટલો ગંભીર આરોપ કર્યા પછી લિજિયને સમર્થનમાં કોઈ પૂરાવા રજૂ નથી કર્યા.
ઉલ્લેખનીય છે કે, જગત આખાને ભરડામાં લેનાર કોરોના વાયસરનો ઉદ્ભવ ચીનના વૂહાન શહેરથી થયો હતો. અત્યાર સુધીમાં 111 દેશો તેનાં ચેપનો ભોગ બની ચૂક્યા છે અને દુનિયાભરમાં 4983 લોકો મૃત્યુ પામ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો