તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈસ્લામાબાદ: વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)એ પાકિસ્તાનના દરેક રાજ્યોમાં ડ્રાઈવ્ડ પોલિયો વાયરસ ટાઈપ-2ના સતત વધતા પ્રકોપ અને વાઈલ્ડ પોલિયો વાયરસ ટાઈપ-1ના જોખમને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન જવાનો પ્રતિબંધ 3 મહિના વધુ વધારી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની ન્યૂઝ પેપર ડૉનમાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે WHOએ ભલામણ કરી છે કે, પાકિસ્તાનમાં પોલિયો રોકવાનો કાર્યક્રમ તુરંત શરૂ કરવાની જરૂર છે. પાકિસ્તાન સિવાય અફઘાનિસ્તાન અને નાઈજીરિયા જેવા દેશોમાં પણ મુસાફરી કરવાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
WHOનો નિર્ણય ઈન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશનની ઈમરજન્સી સમીતિની ભલામણના આધારે લેવામાં આવ્યો છે. પાકિસ્તાનને આ વિશે થોડા સમય પહેલાં જ જાણ કરવામાં આવી છે. અહીં 2019માં પોલિયો વાયરસના 134 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે 2018માં આ સંખ્યા માત્ર 12ની હતી. પાકિસ્તાનમાં સૌથી વધુ પોલિયો ગ્રસ્ત રાજ્યોમાં પંજાબ અને ખૈબર પખ્તૂનખાનું નામ સામેલ છે. WHOનું કહેવું છે કે, તાજેતરના વર્ષોમાં જ થયેલી પ્રગતિ એકદમ ઉંધી દેખાઈ રહી છે. સમીતિના સર્વે પ્રમાણે 2014 પછી પોલિયો વાયરસના આંતરરાષ્ટ્રીય પ્રસારનું જોખમ ખૂબ વધી ગયું છે.
ભારત 2014માં પોલિયોમુક્ત જાહેર કરાયુ
WHOએ ભારત સહિત દક્ષિણ-પૂર્વ એશિયાના 11 દેશોને 27 માર્ચ 2014માં પોલિયો મુક્ત જાહેર કર્યા છે. તેમાં બાંગ્લાદેશ, ભૂટાન, કોરિયા, ઈન્ડોનેશિયા, માલદીવ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ અને તિમોર-લેસ્તે સામેલ છે. ત્યારપછી પણ ભારતમાં અમુક કેસ સામે આવ્યા હતા. WHOએ સૌથી પહેલાં 1994માં અમેરિકાને, 2000માં પશ્ચિમી ઝોન અને 2002માં યુરોપીય દેશોને પોલિયોમુક્ત જાહેર કર્યા હતા.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.