યુએસ / દીકરાની ઘરપકડ બાદ મોતના વળતર તરીકે વાર્મબિયર પરિવારે કોરિયાના જહાજ પર દાવો ઠોક્યો

ઓટો વાર્મબિયાર (ફાઈલ તસવીર)
ઓટો વાર્મબિયાર (ફાઈલ તસવીર)
X
ઓટો વાર્મબિયાર (ફાઈલ તસવીર)ઓટો વાર્મબિયાર (ફાઈલ તસવીર)

  • ઓટો વાર્મબિયરને કિમ શાસને જાન્યુઆરી 2016માં હોટલથી પોસ્ટ ચોરવાના આરોપમાં પકડ્યો હતો
  • જૂન 2017માં તેને છોડી દેવાયો હતો પરંતુ અમેરિકા પહોંચ્યાના અમુક દિવસ બાદજ તેનું મોત થઇ ગયું
  • અમેરિકાની કોર્ટે ઉત્તર કોરિયાને વળતરના રૂપે વાર્મબિયર પરિવારને 3435 કરોડ રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો

 

Divyabhaskar.com

Jul 11, 2019, 12:14 PM IST

વોશિન્ગટન: ઉત્તર કોરિયામાં ચોરીના આરોપોમાં ધરપકડ થયેલા અમેરિકી નાગરિક ઓટો વાર્મબિયરના માતા-પિતાએ કિમ સરકારના જપ્ત થયેલા જહાજ પર દાવો ઠોક્યો છે. હકીકતમાં ઓટો જ્યારે 2016માં ઉત્તર કોરિયાના પ્રવાસે હતો ત્યારે  હોટલના પોસ્ટરને ચોરવાના આરોપમાં 15 વર્ષની કડક મજૂરીની સજા સંભળાવવામાં આવી હતી. દોઢ વર્ષ બાદ જૂન 2017માં કોમાની હાલતમાં તેને અમેરિકા પાછો મોકલવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થઇ ગયું હતું.

અમેરિકન કોર્ટે ગત વર્ષે વળતરના આદેશ આપ્યાં હતા

 ઓટોના ટોર્ચના મામલામાં તેના માતા-પિતાએ અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ગત વર્ષે ડિસેમ્બરમાં ફેડરલ જજે ઉત્તર કોરિયાને ટોર્ચર, અન્ય દેશના નાગરિકને બંધક બનવવા અને ન્યાયિક કસ્ટડીમાં વાર્મબિયરની મોત માટે દોષિત કરાર આપ્યો હતો. પરિવારને થયેલા નુકશાન માટે કિમ શાસનને 50 કરોડ ડોલર (લગભગ 3435 કરોડ રૂ.) વળતર રૂપે આપવા માટે કહ્યું હતું

આ આદેશને લઇને ઓટોના માતા પિતાએ ગયા અઠવાડીયામાં અધિકારીઓ સામે કાર્ગો જહાજ પર દાવો કર્યો . રિપોર્ટ્સ પ્રમાણે સિંથિયા અને ફેડ્રિક વાર્મબિયરએ ન્યૂયોર્ક કોર્ટમાં પાંચ પેજનું એક સ્ટેટમેંટ ફાઇલ કર્યું છે. તેમાં કહેવામા આવ્યું છે વાર્મબિયર પરિવારને શિપના 50 કરોડ ડોલર વળતર પેટે આપવા જોઇએ.

ઉત્તર કોરિયાએ ક્યારેય પણ આ કેસમાં પાર્ટી તરીકે પોતાનો બચાવ નથી કર્યો. તેના લીધે એ સ્પષ્ટ નથી કે વાર્મબિયર પરિવાર કિમ શાસનથી નુકસાનની ભરપાઇ કેવી રીતે કરાવશે.  છેલ્લા દાવામાં વાર્મબિયર પરિવારે કહ્યું છે કે ઉત્તર કોરિયા ક્યારેય તેમની સાથે વળતરના મુદ્દે વાતચીતમાં શામેલ નથી થયું તેથી તેમને વળતર માટે બીજા રસ્તા શોધવા પડશે.

4. ઉત્તર કોરિયાના મિસાઇલ ટેસ્ટ બાદ અમેરિકાએ જહાજ જપ્ત કર્યું હતું

હકીકતમાં ઉત્તર કોરિયાએ ગત સપ્તાહે લાંબી રેન્જની મિસાઇલોનો યુદ્ધાઅભ્યા કર્યો હતો. તેના તુરંત બાદ અમેરિકાએ પ્રતિબંધોના ઉલ્ળંઘનનો આરોપ લગાવીને ઉત્તર કોરિયાના કાર્ગો શિપને પકડી લીધું હતું. જહાજની ઓળખાણ 17 હજાર ટનના વજન વાળા 'ઓનેસ્ટ' તરીકે થઇ હતી

અમેરિકી ન્યાય વિભાગ પ્રમાણે આ જહાજ ઉત્તર કોરિયાથી ગેરકાયદેસર રીતે કોલસો બીજા દેશોમાં પહોંચાડતું હતુ અને ત્યાંથી ભારે મશીનરી લાવતુ  જેનાથી આંતર્રાષ્ટ્રીય પ્રતિબંધોનું ઉલ્લંઘન થતુ હતું.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી