તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રપતિની ચૂંટણી આજે, ભારત સૌથી મોટું સહયોગી પરંતુ આંતરિક મામલે કદી દખલ નથી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2001માં અફઘાનિસ્તાનમાં તાલિબાનના ખાતમા પછી આ ચોથી સામાન્ય ચૂંટણી છે
  • ઓક્ટોબર 2018માં તાલિબાન અને અમેરિકા વચ્ચે શાંતિવાર્તા શરૂ થઈ હતી, ઓગસ્ટ સુધી 9 તબક્કા થયા, બંને પક્ષોએ કહ્યું- જલદી પરિણામ આવશે

કાબુલ: અફઘાનિસ્તાનમાં આજે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. 2001માં તાલિબાનના ખાતમા પછી દેશમાં ચોથી વખત સામાન્ય ચૂંટણી થઈ રહી છે. જોકે ચૂંટણી પહેલાં જ તાલિબાન દ્વારા પોલિંગ સ્ટેશનને ટાર્ગેટ કરવાની ધમકી આપવામાં આવી છે. જોકે અમેરિકાની આગેવાનીમાં સેનાએ થોડા સપ્તાહ પહેલાના ઘણાં જમીન પરના અને હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, જુદા-જુદા હુમલાઓમાં ગયા સપ્તાહે 150 લોકોના મોત થયા છે.
અફઘાનિસ્તાનની વસતી અંદાજે 3 કરોડ 50 લાખ છે. આ વખતે 96 લાખ લોકો મતદાન કરે તેવી શક્યતા છે. 72,000 સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે, જેમાં 9900 મહિલાઓ છે. 33 રાજ્યોમાં 5373 પોલિંગ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. 1.10 લાખ ચૂંટણી કર્મચારીઓ વોટિંગ પ્રક્રિયા પૂરી કરાવશે. ભારત અફઘાનિસ્તાનનું સૌથી મોટું સહયોગી માનવામાં આવે છે. જોકે ભારતે કદી અફઘાનિસ્તાનના આંતરિક મામલે દખલગીરી કરી નથી.

આ વખતે શાંતિ વાર્તા ચર્ચામાં
ઓક્ટોબર 2018માં તાલિબાન અને અમેરિકા વચ્ચે શાંતિવાર્તા શરૂ થઈ હતી. તેના ચાર મુદ્દા મુખ્ય હતા.
1) એ વાતની ગેરંટી આપવી પડશે કે વિદેશી હથિયારવાળા ગ્રૂપ અને સેનાને અફઘાનિસ્તાનથી અન્ય દેશોમાં હુમલો કરવાની મંજૂરી નહીં હોય.
2) અફઘાનિસ્તાનથી અમેરિકા અને નાટો સેના પરત જશે.
3) અફઘાનિસ્તાનના આંતરિક જૂથમાં વાતચીત થશે.
4. સ્થાયી યુદ્ધ વિરામ થશે.
આ ઓગસ્ટ સુઘી વાતચીતના ચાર તબક્કા થઈ ચૂક્યા છે. બંને પક્ષોનું કહેવું છે કે, ટૂંક સમયમાં સમજૂતી થઈ જશે.
આ દરમિયાન સપ્ટેમ્બરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ વાર્તાને મૃત ગણાવી છે. તેનું કારણ તેમણે કાબુલ હુમલા પાછળ તાલિબાનનો હાથ ગણાવ્યો છે. ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે, તેઓ ગુપ્ત રીતે અફઘાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને તાલિબાનથી કેમ્પ ડેવિડમાં પ્રેસિડેન્શિયલ રિટ્રીટમાં વાત કરશે.
 

ભારતની ભૂમિકા
અફઘાનિસ્તાનમાં 31 પ્રાંતોમાં ભારતની 116 પરિયોજનાઓ ચાલી રહી છે અને તેનો ખર્ચ બે અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2015માં અફઘાનિસ્તાનના સંસદનું ઉદ્ધાટન કર્યું હતું. જે અફઘાન સંસદનું તેમણે ઉદ્ધાટન કર્યું હતું તે ભારતની મદદથી બન્યું હતું અને આ ભવનના એક બ્લોકનું નામ પણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના નામ પર છે.
ભારતે ઈરાનમાં ચાબહાર પોર્ટમાં પણ રોકાણ કર્યું છે. પોર્ટને ઈરાન-અફઘાનિસ્તાન સિવાય મધ્ય એશિયામાં વેપાર માટે એક રસ્તા તરીકે જોવામાં આવે છે. તેનાથી ભારત, ઈરાન અને અફઘાનિસ્તાનને આંતરિક વેપાર માટે પાકિસ્તાનની મંજૂરી લેવી પડશે નહીં. સમજૂતી પ્રમાણે ચાબહાર પોર્ટના પહેલાં તબક્કા માટે ભારત 610 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. 10 વર્ષની લીઝ પર ભારતને રૂ. 165 કરોડનું રાજસ્વ મળશે.

કોણ-કોણ મેદાનમાં
અફઘાનિસ્તાનની ચૂંટણીમાં 16 ઉમેદવાર મેદાનમાં છે. નેશનલ એસેમ્બ્લી અથવા વોલેસી જિરગા(નીચલું સદન)ની 249 સીટ અને મેશરાનો જિરગા(ઉચ્ચ સદન) માટે 102 સીટ પર મતદાન થશે. અસલી તાકાત વોલેસી જિરગામાં છે. અહીં કાયદા બનાવવામાં આવે છે અને તેમાં સંશોધન થાય છે.  મેશરાનો જિરગા સલાહકારની ભૂમિકામાં હોય છે. આ ચૂંટણીમાં 6 મુખ્ય ચહેરા છે.

1. અશરફ ગની: બીજી વખત રાષ્ટ્રપતિ બનવા માગે છે. પોતાને દેશના નિર્માતા ગણાવે છે.

2. અબ્દુલ્લા અબ્દુલ્લા: અત્યારે અફઘાનિસ્તાનના ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસર છે. આ પદ 2014ની ચૂંટણી બાદ બનાવવામાં આવ્યું હતું. અબ્દુલ્લાની ગની સાથે સીધી ટક્કર છે. અબ્દુલ્લાના પ્રચારનો મોટો સ્થાયિત્વ અને એકીકરણનો હતો.

3. અહેમદ વલી મસૂદ: રશિયા-તાલિબાન વિરોધી કમાન્ડર રહેલા અહેમદ શાહ મસૂદના નાના ભાઇ છે. તાજિક સમાજથી આવે છે અને યૂકેમાં અફઘાનિસ્તાનના રાજદૂત રહી ચૂક્યા છે.

4. ગુલબુદ્દીન હિકમતયાર: પૂર્વ કમાન્ડર રહેલા તેઓ યુદ્ધ અપરાધોના આરોપી છે. હિકમતયાર પર 1990ના દાયકામાં અફઘાન સિવિલ વોર દરમિયાન નાગરિકોને મરવાના આરોપ લાગ્યા હતા. 2016ના શાંતિ કરાક અંતર્ગત હિકમતયારને માફી આપવામાં આવી હતી. બે દાયકા સુધી બહાર રહ્યા બાદ હિકમતયાર મે 2017માં દેશ પાછા ફર્યા હતા.

5. અબ્દુલ લતીફ પેદરામ: તાજિક સમાજથી આવે છે. વર્તમાન સાંસદ છે. મહિલાઓના અધિકાર અને સંઘીય વ્યવસ્થાનો અવાજ ઉઠાવતા રહે છે.

6. રહમતુલ્લાહ નબીલ : બે વખત અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સીના પ્રમુખ રહ્યા છે.તાલિબાન અને અશરફ ગનીના મુખ્ય ટીકાકર છે.અન્ય સમાચારો પણ છે...