• Home
 • International
 • Violent sex kills British girl, goes on date in New Zealand with tinter app

કોર્ટ કાર્યવાહી / હિંસક સેક્સથી બ્રિટનની યુવતીનું મર્ડર થયું, ટિન્ડર એપથી ન્યૂઝીલેન્ડમાં ડેટ પર ગઇ હતી

પિતા, માતા અને ભાઇઓ સાથે ગ્રેસ મિલેન(જમણે)
પિતા, માતા અને ભાઇઓ સાથે ગ્રેસ મિલેન(જમણે)
Violent sex kills British girl, goes on date in New Zealand with tinter app

 • બ્રિટનની 22 વર્ષીય ગ્રેસ મિલેન વર્લ્ડ ટૂર પર હતી અને તે ન્યૂઝીલેન્ડ પહોંચી હતી
 • અહીં આવ્યાના અઠવાડિયા બાદ તેનો મૃતદેહ ઓકલેન્ડની એક અવાવરૂ જગ્યાએથી મળ્યો હતો
 • આ હત્યાના ગુનામાં 27 વર્ષીય યુવાન પર ઓકલેન્ડની હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે
 • યુવતીના પ્રોસીક્યૂટરે કોર્ટમાં કહ્યું કે ગ્રેસનુ મૃત્યું ગળું દબાવવાથી થયું છે
 • આરોપીએ ઘટનામાં કોર્ટ સમક્ષ નોટ ગિલ્ટીનો દાવો કર્યો છે

Divyabhaskar.com

Nov 06, 2019, 02:57 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્ક:બ્રિટનની યુવતી ગ્રેસ મિલેનને એ યુવકે મોતને ઘાટ ઉતારી દીધી જેની સાથે તેની મુલાકાત ટિન્ડર પર થઇ હતી. ત્યારબાદ તે યુવકે તેના મૃતદેહ સાથે તસવીરો ખેંચી અને ત્યારબાદ બીજી એક યુવતી સાથે ડેટ પર ગયો જ્યારે મિલેનનો મૃતદેહ તેના ફ્લેટ પર પડ્યો હતો. આ દલીલ ન્યૂઝીલેન્ડની કોર્ટમાં આ કેસ સંબંધે રજૂ કરવામાં આવી હતી. મિલેન વિશ્વપ્રવાસ પર હતી અને તે અંતર્ગત તે ન્યૂઝીલેન્ડ પહોંચી હતી. અહીં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. તેનું મૃત્યુ ડેટ પર ગયા બાદ એક યુવક સાથે સેક્સ કરતી વખતે થયું હતું.

કોર્ટને જણાવવામાં આવ્યું કે મિલેન એક વર્ષના ગેપમાં વિશ્વભ્રમણ કરવા નિકળી હતી અને તેના 22મા જન્મદિવસે જ તે અચાનક ગાયબ થઇ ગઇ હતી. તેનું ગળુ દબાવીને મર્ડર થયું હતું અને તેના કારણે તેના નાકમાંથી લોહી નિકળવા લાગ્યું હતું. તેના મૃત્યું બાદ આરોપી હત્યારાએ કલાકો સુધી નેટ પર સર્ચ કરીને જાણ્યું કે મૃતદેહને કઇ રીતે ઠેકાણે લગાવવામાં આવે. તે સિવાય તેણે ઘણી પોર્ન ક્લિપ જોઇ હતી અને મિલેનના મૃતદેહ સાથે અંગત તસવીરો પણ ક્લિક કરી હતી.

આ ઘટનામાં એક 27 વર્ષીય આરોપીએ હત્યાના આરોપ નકાર્યા છે. તેના કહેવા પ્રમાણે તે યુવતી તેના ફ્લેટમાં મૃત્યુ પામી હતી અને તેણે બોડીને સ્યૂટકેસમાં પેક કરીને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી. જોકે બચાવપક્ષના વકીલે કહ્યું કે આ મૃત્યુ અકસ્માતથી થયું હતું જ્યારે બન્ને સહમતિથી સેક્સ કરી રહ્યા હતા. તેમાં યુવતીએ સહવાસ દરમિયાન યુવકને તેના ગળા પર હાથ મુકવા કહ્યો હતો. એ સમજી શકાય છે કે ઘટના બાદ જે થયું તે કોર્ટને ન ગમે પરંતુ તેનાથી તેને હત્યારો ન કહી શકાય.

મિલેનનો મૃતદેહ ઓકલેન્ડની એક નિર્જન જગ્યાએથી મળ્યો હતો. એક સૂટકેસમાં ભ્રૂણની પોઝીશનની જેમ તેની બોડી પેક કરવામાં આવી હતી. આ દ્રષ્યની માહિતી સાંભળીને તેના પિતાની આંખમાં આસૂ આવી ગયા હતા. કોર્ટમાં સુનવણી સમયે તેની માતાએ એક ટિશ્યૂ મોં પર બાંધી રાખ્યું હતું . મિલેનના પિતા ડેવીડ અને માતા ગિલિયાન કોર્ટમાં પ્રથમ રોમાં બેસીને સુનાવણીમાં સામેલ થયા હતા.

કોર્ટમાં પ્રોઝીક્યૂટર મેકોર્બેએ કહ્યું કે મિલેન સર્વપ્રથમ સીસીટીવીમાં એક વ્યક્તિને બારમાં કિસ કરતી જોવા મળી હતી અને સિટી સેન્ટર હોટલમાં બન્ને જણ હાથોમાં હાથ નાખીને જતા દેખાય છે. તે યુવક આ હોટલમાં જ રોકાયો હતો. આ યુવકને તે ટિન્ડર ડેટીંગ એપની મદદથી મળી હતી. બન્ને જણે સાથે ઓકલેન્ડના ઘણા બારની મુલાકાત લીધી હતી અને મિલેને બ્રિટનમાં તેની ફ્રેન્ડને મેસેજ પણ કર્યો હતો કે ડેટીંગ સરસ જઇ રહ્યું છે. બન્ને એકબીજાની કંપનીમાં ખુશ જણાતા હતાં.

મેકોર્બેએ કહ્યું કે યુવકે પહેલા મિલેન સાથે મુલાકાત વિશે સ્વીકાર્યું હતું પણ પોલીસને કહ્યું કે તેના એપાર્ટમેન્ટમાં પહોંચતા પહેલા તે જતી રહી હતી. જોકે સીસીટીવી સામે આવ્યા બાદ તેણે કહાણી બદલી હતી. માત્ર બે જણને ખબર હતી કે રૂમમાં શું થયું અને તેમાંથી એક અત્યારે જીવિત નથી. આરોપી યુવકે આ ઘટનાનું વિગવાર વિવરણ પોલીસને લેખિતમાં આપ્યું છે. તેમાં તેણે કહ્યું કે સેક્સ દરમિયાન તે હાવી થવા માગતી હતી.

તે ઇન્ટરવ્યૂ પ્રમાણે યુવકે કહ્યું- ‘‘તે કૂદીને મારી ઉપર આવી ગઇ અને મને કહેવા લાગી કે તેને શું કરવું છે. તેણે મને તેના ગળે વિંટાળ્યો અને ધક્કો મારીને નીચે ફેંક્યો. અમે લગભગ એક હિંસક સેક્સની શરૂઆત કરી રહ્યા હતા. પછી અમે ફ્લોર પર આવી ગયા અને ત્યાં પણ ચાલુ રાખ્યું. આ દરમિયાન મારધાડ અને બાઇટીંગ પણ કરતા રહ્યા. તેણે મને તેના હાથ જોરથી પકડવા કહ્યું અને પછી તેનું ગળું જોરથી પકડવા માટે કહ્યું. પછી એક પોઇન્ટ પર અમે પૂર્ણ કર્યું તેથી હું શાવર લેવા જતો રહ્યો કારણ કે આ સમયે હું પરસેવાથી રેબઝેબ હતો. ત્યારબાદ મને એટલું યાદ છે કે શાવર લેતી વખતે હું સુઇ ગયો હતો. પછી હું ઉઠ્યો. હું પાછો બેડ પર ગયો. પહેલા મને લાગ્યું કે ગ્રેસ જતી રહી છે. હું બેડમાં સૂઇ ગયો. બીજા દિવસે હું ઉઠ્યો તો તે જમીન પર પડી હતી. મેં જોયું કે તેના નાકમાંથી લોહી નિકળી રહ્યું હતું. ’’ આ વિવરણ વકીલ મેકોર્બેએ કોર્ટમાં રજૂ કર્યું હતું.

ત્યારબાદ મેકોર્બેએ કહ્યું કે આ સમયે કોઇ ઇમરજન્સી જાણ કરવાની જગ્યાએ આરોપી ઇન્ટરનેટ પર વેટાકેર રેન્જ્સ વિશે સર્ચ કરી રહ્યો હતો. આ એજ જગ્યાછે જ્યાંથી તેની બોડી મળી હતી. તે સિવાય મારી આસાપાસ મળતી મોટી બેગ, રિગર મોર્ટીસ(મૃત્યુની છેલ્લી ક્ષણો માટેનો એક શબ્દ) જેવા શબ્દો પણ તેણે સર્ચ કર્યા હતા. મેકોર્બેએ કહ્યું કે એ સ્પષ્ટ હતું કે મિલેન જીવિત નથી પરંતુ પ્રતિવાદી તે સમયે તેની બોડીને છૂપાવવા માટે જગ્યા શોધી રહ્યો હતો.

આ સમયે કોઇ વ્યક્તિ ઇમરજન્સી સર્વિસને જાણ કરે કારણ કે આ ઘટનાથી કોઇ પણ આઘાતમાં જ હોય. પણ તેની જગ્યાએ પ્રતિવાદી પોર્નહબ વેબસાઇટ સર્ચ કરતો હતો અને સૌથી પહેલો વીડિયો તેણે જોયો એ હતો - વેરી યંગ ટીન વીડિયો. તે સિવાય આ 27 વર્ષના યુવાને મિલેનના મૃતદેહ સાથે અંગત તસવીરો લીધી જેમાં તેના ગુપ્તાંગ પણ સામેલ છે. સવારે 7.50 વાગ્યે જ્યારે મિલેનનો 22મો બર્થડે હતો ત્યારે તે પાછો ટિન્ડર પર ગયો અને એક બીજી મહિલા સાથે તેણે ડેટ ફિક્સ કરી. આ સમયે મિલેનનો મૃતદેહ જમીન પર જ પડ્યો હતો.

તે બપોરે તેણે એક કાર ભાડે લીધી અને મોટી કાળા રંગની સ્યૂટકેસ ખરીદી. ત્યારબાદ શાંતિપૂર્વક એક રગ ડોક્ટર મશીન ભાડે બોલાવીને અને સ્ટાફને કહ્યું કે લાલ વાઇનના દાગ થયા છે તે સાફ કરી દો. સાંજે 4 વાગ્યે તે બીજી મહિલાને ઓકલેન્ડના પોન્સોન્બીમાં મળ્યો જેની ઓળખ ગુપ્ત છે. ત્યાં બન્ને જણે થોડા ડ્રિન્ક શેર કર્યા અને ત્યારે તેણે તે મહિલાને કોઇ એવા વ્યક્તિની વાત કરી જેણે મહિલાને રફ સેક્સ સમયે મારી નાખી હોય અને જેલમાં હોય.

પ્રોઝીક્યૂટર પ્રમાણે તે લોકોના વર્ઝન ચકાસી રહ્યો હતો જેના પર તેને ભવિષ્યમાં જવાબ આપવો પડે. તે મહિલાએ પોલીસને કહ્યું કે તે એકદમ શાંત જણાતો હતો. તેને ફરક જ ન હતો કે તેના એપાર્ટમેન્ટમાં એક મહિલાની બોડી પડી છે. મેકોર્બેએ પહેલા કહ્યું હતું કે ગ્રેસનું મોત ગળા પર પ્રેશર પડવાથી થયું હતું. તેના કહેવા પ્રમાણે પોસ્ટ મોર્ટમ કરનારા પેથોલોજિસ્ટને ગળાની ડાબી બાજુએ ઇજાના કારણે ઝાંખી સ્કિન દેખાઇ હતી અને તેની છાતી અને હાથ પર નિશાન જોવા મળ્યા હતા. મેકોર્બે પ્રમાણે આરોપીએ કોઇ ખાસ રીતે હિંસક ઘટનાની વાત કરી નથી. તેણે કહ્યું નથી કે કોઇ ઇજા થઇ કે ગ્રેસને કોઇ સમયે અયોગ્ય અહેસાસ થયો હોય. તેથી આ એક સ્પષ્ટ કેસ છે જેમાં તે મહિલાનું ગળુ દબાવીને હત્યા કવરામાં આવી છે.

આ દલીલ બાદ પ્રતિવાદી વકીલ ઇઅન બ્રુકીએ કહ્યું કે તેમના અસીલના પોર્ન જોવાથી લઇને , ટિન્ડર ડેટ પર મળવા સહિતના મુદ્દાઓ પર તે કોઇ ચેલેન્જ નહીં કરે. પણ તેમની એ દલીલ છે કે આ ઘટના હત્યા નહીં પણ એક અકસ્માત ગણાવી જોઇએ. તેમની સેક્સની ભાવનાને વધારવાની ઘટના યોગ્ય રીતે લાગૂ ન થઇ અને અકસ્માતમાં તે યુવતીનું મૃત્યુ થયું છે. અહીં એ મહત્વનું છે કે બન્ને જણ આવુ કરવા સહમત હતા અને વાત આગળ વધી.

બ્રુકીએ કહ્યું કે અસીલે એ સ્વીકાર્યું છે કે તે સ્યૂટકેસ લાવ્યો હતો અને તેમાં મિલેનની બોડી ફીટ કરી હતી. ત્યારબાદ એક ગાડી ભાડે કરીને તેનો નિકાલ કરવા લઇ ગયો હતો. પરંતુ આ પુરાવાઓથી એ વાત સ્પષ્ટ નથી થતું કે પહેલા શું થયું હતું. તેનાથી એ જ ખબર પડે છે કે અચાનક એક વ્યક્તિનું મૃત્યું થયું ત્યારે તેણે શું કર્યું. ઘણા લોકો આવી પરિસ્થિતિ સંભાળી નથી શકતા અને ખરાબ વ્યવહાર કરે છે. મારી માત્ર તમને એ જ વિનંતી છે કે આ મામલે ખુલ્લુ મન રાખીને પુરાવાઓને ધ્યાનમાં રાખીને તમે કોઇ નિર્ણય લો. અત્યારે કંઇ કહેવું થોડું જલદી છે. બ્રુકીએ કોર્ટને કહ્યું કે તેમના અસીલે એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેની એક્શનના કારણે મિલેનનું મૃત્યુ થયું છે. પણ આ ઘટના સહમતિથી થયેલા સહવાસની છે જેમાં બન્ને જણ નશામાં હતાં. તેથી તે ગુના માટે જવાબદાર નથી.

આ સમયે આરોપી યુવાન ડાર્ક સૂટ અને સફેદ શર્ટમાં આવ્યો હતો. વચ્ચે તેની આંખોમાં આંસૂ આવી ગયા અને તેણે 15 મિનિટનો બ્રેક લીધો હતો. મિલેન ગત નવેમ્બરે ન્યૂઝીલેન્ડ આવી હતી અને તે હાલમાં જ ગ્રેજ્યૂએટ થઇ હતી. અત્યારે આ કેસ ચાલી રહ્યો છે.

X
પિતા, માતા અને ભાઇઓ સાથે ગ્રેસ મિલેન(જમણે)પિતા, માતા અને ભાઇઓ સાથે ગ્રેસ મિલેન(જમણે)
Violent sex kills British girl, goes on date in New Zealand with tinter app

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી