તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેક્સિકોમાં 43 વિદ્યાર્થી લાપતા થયાને 5 વર્ષ પૂરાં થવા પર હિંસા અને લૂંટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર રાજધાની મેક્સિકો સિટીની છે. અહીં સ્ટુડન્ટ્સના વાલીઓ તથા અન્ય લોકોએ લાપતા સ્ટુડન્ટ્સ જ્યાં ભણતા હતા તે ટ્રેનિંગ સ્કૂલ ખાતેથી દેખાવ શરૂ કર્યા. - Divya Bhaskar
તસવીર રાજધાની મેક્સિકો સિટીની છે. અહીં સ્ટુડન્ટ્સના વાલીઓ તથા અન્ય લોકોએ લાપતા સ્ટુડન્ટ્સ જ્યાં ભણતા હતા તે ટ્રેનિંગ સ્કૂલ ખાતેથી દેખાવ શરૂ કર્યા.
  • દેશભરમાં 2 લાખથી વધુ લોકોના દેખાવો, દુકાનો-ઓફિસોમાં તોડફોડ, આગચંપી

મેક્સિકો સિટીઃ મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટી સહિત સમગ્ર દેશમાં શુક્રવારે રાત્રે મોટા પાયે હિંસા અને લૂંટની ઘટનાઓ બની. પોલીસે દેખાવકારોને રોકવાનો પ્રયાસ કરતાં આ હિંસા થઇ. દેશભરમાં 2 લાખથી વધુ લોકો 5 વર્ષ અગાઉ લાપતા થયેલા 43 સ્ટુડન્ટ માટે ન્યાયની માગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. આ દેખાવોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને જોડાયા હતા. તેમણે દુકાનો, હોટલો અને ઓફિસોમાં તોડફોડ-આગચંપી કરી. દેખાવકારોમાં લાપતા સ્ટુડન્ટ્સના વાલીઓ પણ સામેલ હતા. લોકોનું કહેવું છે કે સરકાર આ ઘટનાની નવેસરથી તપાસ માટે સમિતિ રચે. મામલાની તપાસ ચાલુ છે. આ મામલે 140 લોકોની ધરપકડ કરાઇ હતી. તેમાંથી 77 શંકાસ્પદ લોકોને તાજેતરમાં છોડી મુકાયા છે.

ઘટના શું હતી: 43 વિદ્યાર્થીને પોલીસે ડ્રગ્સના તસ્કરોને સોંપી દીધા હતા
2014ની 26 સપ્ટેમ્બરે મેક્સિકોમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ ડ્રગ્સ વિરુદ્ધ દેખાવ કરવા જઇ રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને રોક્યા અને 43 સ્ટુડન્ટની ધરપકડ કરી. ભ્રષ્ટ પોલીસે તેમને ડ્રગ્સના તસ્કરોના હવાલે કરી દીધા હતા. તસ્કરોએ તેમને ડ્રગ્સનો ડોઝ આપી દીધો હતો. ત્યારથી સ્ટુડન્ટ્સ લાપતા છે.

  • આ ઘટનાએ મેક્સિકોને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું અને વિશ્વએ તેની સખત ટીકા કરી. નવા રાષ્ટ્રપતિ આંદ્રેસ મેન્યુલ લોપજે ઘટનાની તપાસ માટે ટ્રૂથ કમિશનની રચના કરી છે.
  • મેક્સિકો પોલીસના કહેવા મુજબ દેશમાં 40 હજાર લોકો લાપતા છે પણ પોલીસે આ ઘટનાઓમાં આજદિન સુધી એક પણ વ્યક્તિ સામે રિપોર્ટ પણ નોંધાયો નથી.

5 વર્ષથી શબની શોધખોળ ચાલુ
43 લાપતા સ્ટુડન્ટ્સના શબની શોધખોળ 5 વર્ષથી ચાલુ છે. શુક્રવારે પણ પોલીસે ઘણા સ્થળે જેસીબીથી ખોદકામ કર્યું.

એક હજાર દુકાનોમાં તોડફોડ થઇ
રાજધાની મેક્સિકો સિટીમાં અંદાજે એક હજાર દુકાનોમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે.