અમેરિકા / વેલીએ સ્પેસ મિશન માટે લગ્ન નથી કર્યા, હવે તેમના અંગે પુસ્તક આવ્યું

મેરી વોલેસ ફંક
મેરી વોલેસ ફંક

  • 79 વર્ષની વેલી ફંકે સ્પેસ ટૂર કરશે, 6 દાયકાથી સંઘર્ષ કરી રહી છે, 1.4 કરોડ રૂપિયામાં ટિકિટ ખરીદી
  • 1961માં તેમણે અમેરિકી મહિલાઓને એસ્ટ્રોનોટ બનાવનારી ટેસ્ટ પાસ કરી હતી

Divyabhaskar.com

Jul 08, 2019, 03:03 AM IST

તાઓસ( ન્યૂમેક્સિકો): 79 વર્ષની મેરી વોલેસ ફંક (વેલી ફંક)ને જોઇ લાગે છે કે અત્યાકે તક મળે તો તેઓ સ્પેસ માટે રવાના થઇ જાય. સ્પેસ સૂટ જેવી જેકેટ, જેના પર વેલીનો લોગો પણ છે. તેની એક બાજુએ વુમન ઇન એવિએશન ઇન્ટરનેશનલનું બેઝ છે. આ ઉંમરે પણ તેમનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો નથી. 1.40 કરોડ રૂપિયા ખર્ચીને તેમણે વર્જિનના સ્પેસ ટૂરની ટિકિટ ખરીદી છે.

આખો દિવસ લાકડીના પ્લેન બનાવતી હતી

હાલમાં તેમના અંગે ‘વેલી ફંક્સ રેસ ફોર સ્પેસ: ધ એક્સ્ટ્રઓર્ડિનરી જર્ની ઓફ અ ફિમેલ એવિએશન પાયોનિયર’ નામથી પુસ્તક પણ બજારમાં આવી ગઇ છે. 9 વર્ષની વયે તેમની પહેલી ફ્લાઇંગ કલાસ થઇ હતી. 1961માં તેમણે અમેરિકી મહિલાઓને એસ્ટ્રોનોટ બનાવનારી ટેસ્ટ પાસ કરી લીધી હતી. 22 વર્ષની વેલી તે સમયે સૌથી યુવા ઉમેદવાર હતી. ફ્લાઇંગ અંગે તેમની દિવાનગીને આવી રીતે સમજી શકાય છે કે તેઓ આખો દિવસ લાકડીના પ્લેન બનાવતી હતી. મિસૌરીની સ્ટીફન કોલેજથી ફ્લાઇંગ લાયસન્સ મળ્યા બાદ તેમણે વિમાન ઉડાડવાની શરૂઆત કરી હતી.

નાસાએ પ્રાગ્રામ કેન્સલ કર્યા હતો

ત્યાર પછી ઓક્લાહોમા યુનિવર્સિટી જતી રહી હતી. કારણ કે ત્યાં એવિએશન ટીમ હતી. દરમિયાન નાસાએ પ્રોજેક્ટ મર્ક્યૂરી લોન્ચ કર્યું હતું. આ પ્રોગ્રામને ફંડ ખાનગી કંપનીથી મળ્યું હતું. તેમણે પુરુષોની સાથે મહિલાઓને પણ તક આપવાની વાત કરી હતી. વેલીને પણ તેના માટે પસંદ કરાઇ હતી. જ્યારે પ્રોગ્રામ 25થી 40 વર્ષની મહિલાઓ માટે હતું. ફંકની સાથે અન્ય 12 મહિલાઓ હતી. બધી મુશ્કેલ ટેસ્ટ પછી જ્યારે જવાની તક મળી ત્યારે નાસાએ પ્રાગ્રામ કેન્સલ કરી દીધું. તર્ક આપ્યું કે મહિલાઓને આવા પ્રોજેક્ટમાં ભાગ લેવો જોઇએ નહીં. ત્યાર બાદ ઘણા વર્ષો સુધી નાસાને પોતાની ક્ષમતાઓ અંગે લખતી રહી. આશરે 60 વર્ષથી તેઓ પોતાના આ સપનાને પુરું કરવામાં લાગેલી છે.

વેલી ફંક દર શનિવારે ફ્લાઇંગ કરવા જાય છે

વેલીના જણાવ્યા મુજબ તેમણે પોતાના આ સપનાને વાસ્તવમાં બદલવા માટે લગ્ન પણ કર્યા નહીં. વેલીનું કહેવું છે કે જો જવાબદારીમાં બંધાઇ જાત તો આ માર્ગે આગળ વધી ન શકત. તેમના જ એક સાથી સ્યૂ નેલ્સને ‘વેલી ફંક્સ રેસ ફોર સ્પેસ: ધ એક્સ્ટ્રઓર્ડિનરી જર્ની ઓફ અ ફિમેલ એવિએશન પાયોનિયર’ પુસ્તકમાં તેમના આ સંઘર્ષને વિસ્તારથી લખ્યું છે. 80 વર્ષની થવા જઇ રહેલી વેલી હજુ પણ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપે છે. તેઓ દર શનિવારે ફ્લાઇંગ પણ કરે છે અને હજુ રોકાવાનો તેમનો કોઇ ઇરાદો નથી.

કિર્ગિસ્તાન: ભેદભાવ ખતમ કરવા માટે યુવતીઓએ શરૂ કર્યો પોતાનો સ્પેસ પ્રોગ્રામ

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકની એક નાનકડી બેક ઓફિસમાં 17થઈ 25 વર્ષની યુવતીઓનું એક જૂથ સ્કૂલ-કોલેજ પુરી કર્યા પછી કમ્પ્યૂટર પર વ્યસ્ત છે. આ તમામ કિર્ગિસ્તાનનું પ્રથમ સ્પેસક્રાફટ બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. યુવતીઓના આ જૂથનું નામ સેટેલાઇટ ગર્લ્સ છે. આ સ્પેસ પ્રોજેક્ટ માર્ચ 2018માં શરૂ થયો હતો. આ વર્ષના અંત સુધી મોઇક્રોસેટ્લાઇટ લોન્ચ કરવાનું લક્ષ્ય છે. નાસાના સાયન્ટિસ્ટ મેકડોનાલ્ડએ પણ આ પ્રોજેક્ટમાં મદદ કરવાની વાત કરી છે. આ ટીમમાં 10 યુવતીઓ છે.ટીમનું નેતૃત્વ એલિન એનિસિમોવા કરી રહી છે. એલિન કહે છે કે તમે જે ઇચ્છો તે શીખી શકો છો. 17 વર્ષની બેગાઇમ ઇસાકોવા જણાવે છે કે 15 વર્ષની વયે તેમની ઘણી શખીઓના લગ્ન થઇ ગયા હતા. ઇસાકોવા કહે છે કે જે દેશમાં દર 17માંથી એક યુવતીનું અપહરણ કરી લગ્ન કરી દેવાય છે, ત્યાં સ્પેસ મિશન કરવું બહુ પડકારજનક હતું. ઇસાકોવાએ કહ્યું કે ઘરેથી સ્કૂલ સુધી બાળકીઓને એ જ શીખવાડવામાં આવે છે કે પુરુષોને કેવી રીતે ખુશ રાખવા જોઇએ.

X
મેરી વોલેસ ફંકમેરી વોલેસ ફંક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી