પરવાનગી / યુએસ સંસદમાં બિલ પસાર, અમેરિકામાં ગ્રીનકાર્ડની 7 ટકાની મર્યાદા હટી

USA removes country cap on Green Card

  • ભારતના હજારો IT પ્રોફેશનલને મોટો ફાયદો
  • ભારતીયોને ગ્રીન કાર્ડની સાથે H-1B વિઝા પણ વધુ સંખ્યામાં મળશે

Divyabhaskar.com

Jul 12, 2019, 08:49 AM IST

વોશિંગ્ટન: અમેરિકન સંસદમાં ગ્રીનકાર્ડ આપવાને લઇને નવું બિલ પાસ થઈ ગયું છે. હવે દરેક દેશ માટે 7 ટકાની જે મર્યાદા હતી તે હટાવી દેવાઈ છે. આ મર્યાદા હવે 15% થશે. આ નવી જોગવાઈને કારણે ભારતના હજારો IT પ્રોફેશનલને મોટો ફાયદો થશે. ગ્રીનકાર્ડ કોઈ વ્યક્તિને કાયમી રૂપે રહેવા અને અમેરિકામાં કામ કરવાની પરવાનગી આપે છે.

ફેરનેસ ઓફ હાઈ સ્કિલ્ડ ઈમિગ્રન્ટ્સ એક્સ, 2019 અથવા HR 1044 નામનું આ બિલ 435-સભ્ય સભામાં 65ની સામે 365 મત સાથે પસાર થઈ ગયું છે. દર વર્ષે સૌથી વધુ ભારતીયો H-1B અને L વિઝા પર અમેરિકા જાય છે. હવે ભારતીયોને ગ્રીન કાર્ડની સાથે H-1B વિઝા પણ વધુ સંખ્યામાં મળશે.

નવો કાયદો શું છે?

અમેરિકન સંસદમાં દર વર્ષે તમામ દેશોને 7% ગ્રીનકાર્ડ આપવાની મર્યાદા બંધ કરી દીધી છે. હવે વધુ લોકોને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળી શકશે. આ કાયદાનો સૌથી વધુ ફાયદો હજારો ભારતીયોને થશે, જેઓ કાયદાકીય રીતે અમેરિકામાં રહેવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.

ભારતીયોને સૌથી વધુ ફાયદો

ગ્રીનકાર્ડ (કાયમી નિવાસી કાર્ડ) એ એક કાર્ડ છે. જે દર્શાવે છે કે તમે યુનાઇટેડ સ્ટેટ્સના કાયદેસરના કાયમી નિવાસી છો. હાલમાં અમેરિકા દર વર્ષે લગભગ 1,40,000 લોકોને ગ્રીનકાર્ડ આપે છે. આ પ્રમાણે, 9800 ગ્રીનકાર્ડ ભારતીયોને અપાય છે.

X
USA removes country cap on Green Card

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી