આતંક વિરુદ્ધ કાર્યવાહી / US સુરક્ષાદળોએ સિરીયામાં એક વેન પર નિન્જા મિસાઇલથી સ્ટ્રાઇક કરીને બે જેહાદીને કાપી નાખ્યા

જે મિનિ વેન પર હુમલો થયો તેની આ તસવીર સોશિયલ મીડિયામાં શેર થઇ છે
જે મિનિ વેન પર હુમલો થયો તેની આ તસવીર સોશિયલ મીડિયામાં શેર થઇ છે
2017માં અબુ મસરીની કાર પર પણ આ રીતે જ પ્રહાર થયો હતો જેનાથી ખયાલ આવે છે કે આ નિન્જા મિસાઇલ હતી
2017માં અબુ મસરીની કાર પર પણ આ રીતે જ પ્રહાર થયો હતો જેનાથી ખયાલ આવે છે કે આ નિન્જા મિસાઇલ હતી

  • સિક્રેટ નિન્જા મિસાઇલમાં ધડાકો નથી થતો, પણ તલવાર જેવી છ બ્લેડ છૂટે છે
  • જે મિનિ વેન પર હુમલો થયો તેની તસવીરો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ છે
  • આ પહેલા 2017માં અમેરિકાએ અલકાયદના નેતાને કારમાં ઉડાડવા આ હથિયાર વાપર્યું હતું 

Divyabhaskar.com

Dec 04, 2019, 02:33 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્ક: રિપોર્ટ પ્રમાણે અમેરિકાના સુરક્ષાબળોએ મંગળવારે ઉત્તર પશ્વિમી સિરીયાના વિસ્તારમાં એક મિની વેન પર એરસ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં બે જેહાદીઓ મોતને ભેટ્યા હતા. બગદાદીને જ્યાં ઠાર કરાયો હતો ત્યાંથી દસ માઇલના અંતરે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ સ્ટ્રાઇકમાં ગુપ્ત નિન્જા મિસાઇલનો ઉપયોગ થયો હતો જેને ટેક્નિકલ ભાષામાં AGM-114R9X કહેવાય છે. આ મિસાઇલમાં બ્લાસ્ટ કરવા માટે વિસ્ફોટક સામગ્રી નથી હતો પરંતુ તેમાં તલવાર જેવી છ બ્લેડ હોય છે. મિસાઇલ ફુટે ત્યારે તેમાંથી આ બ્લેડ નિકળીને વાહનો અથવા બિલ્ડીંગમાં સોંસરી ઘુસી જાય છે.

ધ વોરઝોનના એક રિપોર્ટ પ્રમાણે આ સ્ટ્રાઇક સિરિયાના ઇદલીબ પ્રાંતમાં સ્થિત આતમેહમાં કરવામાં આવી હતી જે તુર્કીની બોર્ડરથી પાંચ માઇલના અંતરે છે. ત્યાંથી બરીશાનું અંતર 10 માઇલ છે જ્યાં બગદાદી છૂપાયેલો મળ્યો હતો. આ સ્ટ્રાઇકમાં બે લોકો મોતને ભેટ્યા હતા જેમની ઓળખ હજુ જાહેર કરાઇ નથી. પ્રાથમિક રિપોર્ટ્સ પ્રમાણે મરી ગયેલી એક વ્યક્તિ અબુ એહમદ અલ મુહાઝિર છે જે હયાત તહરીર અલ શામનો સભ્ય છે. આ જૂથ અલકાયદાથી જોડાયેલું હતું જે 2017માં અલગ પડી ગયું હતું.

અત્યારે હુમલાનો ભોગ બનેલી વેનની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેમાં પેસેન્જર સાઇડમાં આગળના ભાગે વધારે નુકશાન જણાય ચે જ્યારે બાકીના ભાગમાં સામાન્ય ડેમેજ છે. લોકલ રિપોર્ટ્સ પ્રમાણે અંદર બેઠેલા લોકો હુમલાના પ્રહારથી દબાઇ ગયા હતા. તેનાથી એ વાતની ફરી ખરાઇ થાય છે કે આ હુમલામાં વિસ્ફોટક સામગ્રી વાપરવામાં આવી ન હતી.

R9Xનો ઉપયોગ ઓછી ખુવારી માટે થાય છે
જે નિન્જા મિસાઇલ AGM-114R9Xનો ઉપયોગ થયો તેનો હેતૂ ઓછી ખુવારી કરવાનો છે. તેમાં વિસ્ફોટક ન હોવાથી તે પરંપરાગત મિસાઇલની જેમ ટાર્ગેટ અને આસપાસના સ્થળને ધડાકાથી બાનમાં લેતી નથી. આ મિસાઇલને ફ્લાઇંગ જિન્સુ પણ કહેવાય છે. તેનો ઉપયોગ 2017માં અલકાયદાના લીડર અબુ ખાયર અલ મસરીને મારવામાં પણ કરવામા આવ્યો હતો. અલ મસરી પણ જ્યારે સિરિયામાં કાર ડ્રાઇવ કરીને જઇ રહ્યો હતો ત્યારે મારી નાખવામાં આવ્યો હતો. તેની કારની હાલત પણ આ મિની વેન જેવી જ થઇ હતી. આ મિસાઇલનો ઉપયોગ અમેરિકાના સુરક્ષાદળો કરી રહ્યા છે.

X
જે મિનિ વેન પર હુમલો થયો તેની આ તસવીર સોશિયલ મીડિયામાં શેર થઇ છેજે મિનિ વેન પર હુમલો થયો તેની આ તસવીર સોશિયલ મીડિયામાં શેર થઇ છે
2017માં અબુ મસરીની કાર પર પણ આ રીતે જ પ્રહાર થયો હતો જેનાથી ખયાલ આવે છે કે આ નિન્જા મિસાઇલ હતી2017માં અબુ મસરીની કાર પર પણ આ રીતે જ પ્રહાર થયો હતો જેનાથી ખયાલ આવે છે કે આ નિન્જા મિસાઇલ હતી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી