નારાજગી / અમેરિકી વસ્તુઓ પર ડ્યૂટીથી ભારતે ભારે કમાણી કરી હોવાનો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આક્ષેપ

ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

  • ભારે ડ્યૂટીની દાદાગીરી US સાંખી નહીં લે: ડોનાલ્ડ ટ્રમ્પ
  • અમેરિકા ખાતે નિકાસ કરતી ચીજવસ્તુ પર ઓછી ડ્યુટીની અપેક્ષા રાખે છે
  • ટ્રમ્પ અગાઉ ઘણીવાર આ પ્રકારનું વલણ અપનાવી ચૂક્યા છે
     

Divyabhaskar.com

Jul 10, 2019, 01:43 AM IST

વોશિંગ્ટન: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આયાત ડ્યૂટી અંગે ફરી એક વાર ભારત પર પોતાની ભડાસ કાઢી છે. ટ્રમ્પે મંગળવારે કહ્યું કે અમેરિકી ઉત્પાદનો પર ભારેભરખમ ડ્યૂટી લાદી ભારત બહુ ફાયદો લઇ ચૂક્યો છે. પરંતુ હવે અમેરિકા તેને સાંખી લેશે નહીં. ટ્રમ્પની આ ટિપ્પ્ણી ઓસાકામાં ગત 28 જૂને જી20 શીખર સંમેલનથી અલગ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના થોડા સમય પછી આવી છે.

ભારતે ભારે ડ્યૂટીથી બહુ લાભ લઇ લીધો

એ મુલાકાતમાં બંને દેશોના નેતાઓએ દ્વિપક્ષીય વેપાર સાથે સાંકળતી ચિંતા જાહેર કરી અને તેના સમાધાન માટે પરસ્પરના વેપાર મંત્રીઓની બેઠક માટે સંમત્તિ દર્શાવી હતી. પરંતુ ટ્રમ્પે મંગળવારે ટ્વીટ કરી લખ્યું કે ‘ભારતે ભારે ડ્યૂટીથી બહુ લાભ લઇ લીધો પણ એવુ નહીં ચાલે.’ નોંધનીય છે કે તાજેતરના મહિનાઓમાં માર્કેટ એક્સેસ અને ટેરિફ અંગે જે વિવાદ સર્જાયા છે તે વધુ ઘેરા થવાની આશંકા છે.

બંને દેશો વચ્ચે સમાન શરતો હોવી જોઈએ

આ અગાઉ પણ અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ હાર્લિ ડેવિડસન બાઈક પરની ડ્યુટી ઘટાડવા માટે કહ્યું હતું. ટ્રમ્પની દલીલ એવી છે કે ભારત પોતાને ત્યાં ડ્યુટી વધારે નાંખે છે જ્યારે અમેરિકા ખાતે નિકાસ કરતી ચીજવસ્તુ પર ઓછી ડ્યુટીની અપેક્ષા રાખે છે. બંને દેશો વચ્ચે સમાન શરતો હોવી જોઈએ. ભારતની આ પ્રકારની દાદાગીરી ચલાવી લેવાય નહીં. ટ્રમ્પ અગાઉ ઘણીવાર આ પ્રકારનું વલણ અપનાવી ચૂક્યા છે. તેઓ પોતાના દેશના વેપાર માટે વધુ આક્રમક હોય છે. વળી 2020માં અમેરિકામાં ચૂંટણી યોજાવાની છે અને ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી ફરી મેદાનમાં ઉતરવાના છે આથી તેઓ કડક વલણ અપનાવી રહ્યાં છે.

X
ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીરડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી