ખોટો દાવો / ટ્રમ્પનું ટ્વિટ- ઝકરબર્ગે કહ્યું કે તેઓ ફેસબુક પર નં-1 અને PM મોદી નં-2, વાસ્તવમાં પ્રધાનમંત્રી કરતા તેમના અડધા ફોલોઅર્સ

US President Donald Trump tweet, Zuckerberg said: I am No.1 on Facebook and PM Modi No 2; I am going to visit India in 2 weeks
US President Donald Trump tweet, Zuckerberg said: I am No.1 on Facebook and PM Modi No 2; I am going to visit India in 2 weeks
X
US President Donald Trump tweet, Zuckerberg said: I am No.1 on Facebook and PM Modi No 2; I am going to visit India in 2 weeks
US President Donald Trump tweet, Zuckerberg said: I am No.1 on Facebook and PM Modi No 2; I am going to visit India in 2 weeks

 • ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સ વડાપ્રધાન મોદીની સરખામણીએ 1.68 કરોડ ઓછા છે

 • અમેરિકાના રાષ્ટ્રપતિ 24-25 ફેબ્રુઆરીએ બે દિવસ માટે ભારતની મુલાકાતે આવશે

 • ટ્રમ્પની સાથે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ ભારતની મુલાકાતે આવશે

Divyabhaskar.com

Feb 15, 2020, 03:55 PM IST

નેશનલ ડેસ્ક: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવવાના છે. ભારત પ્રવાસ માટે ટ્રમ્પ અને તેમની પત્ની બંને ખૂબ ઉત્સાહિત છે. ટ્રમ્પ અને તેમની પત્ની બંને ટ્વિટર પર આ વાત જાહેર કરી ચૂક્યા છે. હવે ફરી એક વખત તેમણે તમની ભારત યાત્રાનો ઉલ્લેખ કરતાં એક નવું ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેમણે ફેસબુક ફાઉન્ડર ઝકરબર્ગનો પણ ઉલ્લેખ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટમાં પોતે ફેસબુકમાં નંબર-1 પર હોવાની અને ભારતના વડાપ્રધાન નંબર-2 હોવાની વાત કરી છે અને પોતે આગામી 2 સપ્તાહમાં ભારતની મુલાકાત લેવાના છે. જોકે ટ્રમ્પનો આ દાવો ખોટો છે. તેઓ ફેસબુક ફોલોઅર્સ અને પેજ લાઈક્સમાં વડાપ્રધાન મોદી કરતાં ઘણાં પાછળ છે. છેલ્લા એક સપ્તાહમાં પીએમ મોદીએ ફેસબુક પર એક પોસ્ટ કરી છે જ્યારે ટ્રમ્પે 125 પોસ્ટ કરી છે. ફેસબુકના એંગજમેન્ટની વાત કરીએ તો તેમાં ટ્રમ્પ આગળ છે. છેલ્લા એક સપ્તાહમાં ટ્રમ્પનું એંગેજમેન્ટ 29.8 મિલિયન છે, જ્યારે છેલ્લા એક સપ્તાહનું પીએમ મોદીનું એંગેજમેન્ટ 2.7 મિલિયન છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું છે કે, ‘મને લાગે છે કે આ મોટુ સન્માન છે. માર્ક ઝકરબર્ગે હમણાં જ જણાવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક પર નંબર 1 છે અને બીજા નંબરે વડાપ્રધાન મોદી છે. હકીકતમાં હું 2 સપ્તાહમાં ભારત જઈ રહ્યો છું.’ ભારત મુલાકાત પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે, આ મહિને મારી પહેલી ભારત યાત્રા વિશે ખૂબ ઉત્સાહિત છું. તેમણે સંકેત આપ્યા છે કે, આ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર સમજૂતી વિશે હસ્તાક્ષર થઈ શકે છે. મોદીએ પણ બુધવારે તેમની ટ્વિટમાં કહ્યું હતું કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા વિશેષ છે અને તે ભારત-અમેરિકાની મિત્રતાને વધારે મજબૂત બનાવશે.

ટ્રમ્પનો દાવો ખોટો

ટ્રમ્પે આજે ટ્વિટ કરીને દાવો કર્યો છે કે, તેઓ ફેસબુકમાં નંબર 1ની પોઝિશન પર છે અને આ તેમને ફેસબુકના ફાઉન્ડ ઝકરબર્ગે કહ્યું છે. પરંતુ હકીકતમાં આ દાવો ખોટો છે. ફેસબુક ફોલોઅર્સમાં ભારતના વડાપ્રધાન મોદી ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં ઘણાં આગળ છે. વડાપ્રધાન મોદીના ફેસબુક ફોલોઅર્સ 4.43 કરોડ છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક ફોલોઅર્સની સંખ્યા પીએમ મોદીની સરખામણીએ અડધી જ છે. ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સ અત્યારે 2.75 કરોડ છે. આમ, વિશ્વમાં પોલિટિકલ ક્ષેત્રે વડાપ્રધાન મોદીના ફેસબુક ફોલોઅર્સ સૌથી વધારે છે.

ટ્રમ્પ મોદી કરતા FB  પર વધારે એક્ટિવ

આમ તો વડાપ્રધાન મોદીના ફેસબુક ફોલોઅર્સ અને પેજ લાઈક્સની સંખ્યા ટ્રમ્પની સરખામણીએ બમણી જેટલી છે. પરંતુ સક્રિયતાની દ્રષ્ટીએ જોવા જઈએ તો હાલ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ મોદી કરતાં આગળ છે. છેલ્લા એક સપ્તાહમાં પીએમ મોદીએ ફેસબુક પર એક જ પોસ્ટ કરી છે. જ્યારે ટ્રમ્પે છેલ્લા એક સપ્તાહમાં 125 પોસ્ટ કરી છે. જોકે આ વર્ષના અંતમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આવી રહી છે તેને કારણે પણ ટ્રમ્પ ફેસબુક પર વધુ સક્રિય હોય તેવું માની શકાય છે.

ટ્રમ્પ અને મોદીના ફેસબુક અકાઉન્ટની સ્થિતિ

 • ડોનાલ્ડ ટ્રમ્પના બે ફેસબુક અકાઉન્ટ છે. President Donald J. Trump નામનું તેમનું FB અકાઉન્ટ 18 મે 2018 પછીથી અનએક્ટિવ છે. આ પેજ 12 જાન્યુઆરી 2017માં ક્રિએટ કરવામાં આવ્યું હતું અને 2 લોકો દ્વારા તેને મેનેજ કરવામાં આવતું. આ અકાઉન્ટમાં તેમના ફોલઅર્સની સંખ્યા 53.87 લાખ છે, જ્યારે પેજ લાઈક્સની સંખ્યા 31 લાખ છે. આ પેજ પર લાસ્ટ પોસ્ટ 18 મે 2018ના રોજ કરવામાં આવી હતી. ત્યારપછી આ પેજ પર કોઈ જ પ્રકારનું અપડેટ કરવામાં આવ્યું નથી.
 • ડોનાલ્ડ ટ્રમ્પનું બીજુ ફેસબુક અકાઉન્ટ Donald J. Trumpના નામથી છે. આ FB અકાઉન્ટ 8 એપ્રિલ 2009ના રોજ ક્રિએટ કરવામાં આવ્યું છે. હાલ 17 લોકો આ પેજને મેનેજ કરી રહ્યા છે. આ પેજ પર ટ્રમ્પના ફોલોઅર્સની સંખ્યા 2.75 કરોડ અને પેજ લાઈક્સની સંખ્યા 2.59 કરોડ છે. આ પેજ પર છેલ્લી પોસ્ટ 12 ફેબ્રુઆરી 2020ના રોજ કરવામાં આવી છે.
   
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફેસબુક અકાઉન્ટ Narendra Modiના નામથી જ છે. આ FB અકાઉન્ટ 5 મે 2009ના રોજ ક્રિએટ કરવામાં આવ્યું છે. હાલ આ પેજ 5 લોકો દ્વારા મેનેજ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીના ફોલોઅર્સની સંખ્યા 4.43 કરોડ જ્યારે પેજ લાઈક્સની સંખ્યા 4.46 કરોડ છે.
 • ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સ વડાપ્રધાન મોદીની સરખામણીએ 1.68 કરોડ ઓછા છે.
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી