દાવોસ / ટ્રમ્પે ઈમરાનને કહ્યું- કાશ્મીર મુદ્દે શક્ય હશે તે મદદ કરીશુ, બંને દેશોના સંબંધો પર અમારી નજર

ટ્રમ્પે ગયા વર્ષે જુલાઈમાં ઈમરાન ખાન સાથેની મુલાકાતમાં પ્રથમ વખત કાશ્મીર મુદ્દે વાત કરી હતી

  • ટ્રમ્પે કહ્યું- કાશ્મીરના કારણે બંને દેશોના સંબંધોમાં જે ચાલી રહ્યું છે અમે તે વિશે મદદ કરવાનો પ્રયત્ન કરીશુ
  • ટ્રમ્પે પાકિસ્તાનની મુલાકાતે જવાનો સવાલ ટાળ્યો, કહ્યું- અત્યારે એટલે જ મળ્યા છીએ

Divyabhaskar.com

Jan 22, 2020, 12:40 PM IST

દાવોસ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને મળ્યા હતા. સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં મંગળવારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ શિખર સંમેલનની શરૂઆત થઈ છે. આ બંને નેતાઓની બેઠક તે સિવાયના સમયમાં થઈ હતી. ટ્રમ્પે બેઠક દરમિયાન કહ્યું, અમે કાશ્મીર મુદ્દે વાત કરી છે. ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં જે ચાલી રહ્યું છે તેમાં અમે મદદ કરી શકીશું, તો ચોક્કસ કરીશું. અમે આ મુદ્દાને ઘણો ધ્યાનથી જોઈ રહ્યા છીએ.

પાકિસ્તાન પ્રવાસના સવાલને ટ્રમ્પે ટાળી દીધો
બેઠક દરમિયાન મીડિયાએ ટ્રમ્પને પૂછ્યું કે, શું તેઓ આવતા મહિને ભારત પ્રવાસ પછી પાકિસ્તાન પણ જશે? આ સવાલને ટાળતા ટ્રમ્પે કહ્યું કે, અમે અત્યારે એટલે જ મુલાકાત કરી છે જેથી આગામી સમયમાં મુલાકાત ન કરવી પડે. ટ્રમ્પે કહ્યું, તેમના અને ઈમરાનના સંબંધો ઘણાં સારા છે અને તેઓ ઈમરાનને અહીં જોઈને ઘણા ખુશ છે.

માનવામાં આવે છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ભારત મુલાકાતે જવાના છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજી આ પ્રવાસની તારીખ નક્કી નથી થઈ. આ પ્રવાસ દરમિયાન ટ્રમ્પ માટે ભારતમાં હાઉડી મોદી જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તેવી પણ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય વિદેશ મંત્રાલય ટ્રમ્પની મુલાકાત દરમિયાન જ તરણજીત સિંહ સિંધુને અમેરિકાના એમ્બેસેડરની જાહેરાત કરી શકે છે.

અત્યારે અફઘાનિસ્તાન મહત્વનો મુદ્દો: ટ્રમ્પ
ટ્રમ્પે ઈમરાન સાથેની મુલાકાત વિશે કહ્યું, અમે વેપાર સાથે અન્ય ઘણાં મુદ્દે ચર્ચા કરી છે. પરંતુ વેપારનો મુદ્દો સૌથી મહત્વનો રહ્યો. હાલ મુખ્ય મુદ્દો અફઘાનિસ્તાન છે, કારણ કે તે વિશે અમેરિકા અને પાકિસ્તાન બંને ચિંતિત છે. અમે બંને ત્યાં શાંતિ ઈચ્છીએ છીએ. તેથી તાલિબાન અને સરકાર સાથે વાતચીત કરીને પરિવર્તનની વાત કરી રહ્યા છીએ. આવું બીજો દેશ ન કરી શકે.

ટ્રમ્પ ભારત-પાકિસ્તાન વચ્ચે છ વાર મધ્યસ્થતાની રજૂ આત કરી ચૂક્યા છે
ટ્રમ્પે પહેલીવાર કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ ગયા વર્ષે જુલાઈમાં ઈમરાન ખાન સાથેની બેઠકમાં કર્યો હતો. ત્યારપછીથી અત્યાર સુધી તેઓ છ વાર બંને દેશો વચ્ચે મધ્યસ્થતા કરાવવાની રજૂઆત કરી ચૂક્યા છે. ભારતે 5 ઓગસ્ટે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કરી દીધો છે. ત્યારપછી મોદી અને ટ્રમ્પ જી-7 સમિટમાં મળ્યા હતા. બેઠકમાં મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે, કાશ્મીર ભારતનો અંગત મુદ્દો છે અને તેઓ આ મામલે કોઈને કષ્ટ આપવા નથી માગતા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી