તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • US Officials Say Another Plan To Kill Another Iranian Army Officer In Yemen With Sulaiman Is Mission Failed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકાના અધિકારીઓએ કહ્યું- સુલેમાની સાથે ઈરાનના એક અન્ય સૈન્ય અધિકારીને યમનમાં મારવાની યોજના હતી, મિશન અસફળ રહ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુલેમાનીની અંતિમયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં, ફાઇલ - Divya Bhaskar
સુલેમાનીની અંતિમયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં, ફાઇલ
  • અમેરિકાની સેનાએ યમનમાં તૈનાત કુદ્સ ફોર્સના અધિકારી અબ્દુલ રજા શહલાઈને મારવાની યોજના બનાવી
  • ઈરાનના જનરલ કાસિમ સુલેમાની પર રોકેટ હુમલા સમયે શહલાઈને મારવાની તૈયારી કરવામાં આવી હતી
  • અમેરિકાએ કહ્યું કે શહલાઈએ વોશિન્ગટનમાં સાઉદી અરબના રાજદૂતની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું

વોશિંગટન: અમેરિકાએ જનરલ કાસિમ સુલેમાની બાદ ઈરાની સેનાના એક અન્ય અધિકારીને મારવાનો અસફળ પ્રયાસ કર્યો હતો. શુક્રવારે અમેરિકાની સેનાના બે અધિકારીઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તેના માટે અમેરિકાએ યમનમાં ગુપ્ત મિશનને અંજામ પણ આપ્યો પરંતુ સફળતા ન મળી. અધિકારીઓએ જણાવ્યું કે હુમલાનું લક્ષ્ય ઈરાનની કુર્દ્સ ફોર્સના એક વરિષ્ઠ અધિકારી અબ્દુલ રજા શહલોઇને મારવાનું હતું. શહલાઈ કુદ્સ ફોર્સના વિદેશી અભિયાનોના પ્રભારી છે. જોકે પેન્ટાગને તેના પર કોઇ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. 
અધિકારીઓએ કહ્યું- જે દિવસે ઈરાની સેનાના જનરલ કાસિમ સુલેમાની પર બગદાદમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો એ દિવસેજ યમનમાં પણ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો. બન્ને હુમલાના સમયને જોઇને લાગે છે કે અમેરિકાએ ઈરાની સેનાને મોટું નુકસાન પહોંચાડવાની યોજના બનાવી હતી. 

પેન્ટાગને નિવેદનનો ઇનકાર કર્યો
વોશિન્ગટન પોસ્ટમાં આ હુમલાનો રિપોર્ટ છપાયા બાદ અમેરિકા રક્ષા વિભાગ પેન્ટાગને તેના પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. પેન્ટાગન પ્રવક્તા કમાન્ડર રેબેકા રેબારિચે કહ્યું- રક્ષા વિભાગ એ વિસ્તારમાં કોઇ કથિત ઓપરેશન વિશે ચર્ચા કરવામાં કોઇ રસ ધરાવતું નથી. 

શહલાઈ પર 1 અબજ રૂપિયાનું ઈનામ
અમેરિકાના ટ્રેજરી વિભાગે કહ્યું કે શહલાઈની તૈનાતી યમનમાં હતી અને તેના પર ઈરાકમાં અમેરિકાના નેતૃત્વ વાળી ગઠબંધન સેનાને મારવા સહિત અમેરિકાના સહયોગિયોને નિશાન બનાવવાના ઘણા આરોપ હતા. શહલાઈ પર સાઉદી અરબના રાજદૂતની હત્યા કરવાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ છે. 2011માં વોશિન્ગટનના એક પોશ વિસ્તારમાં સ્થિત કેફેમાં તેની હત્યાની કોશિષ કરવામાં આવી હતી. ટ્રેજરી વિભાગે કહ્યું- શહલાઈએ લગભગ 35 કરોડ રૂપિયાની રકમ આ ષડયંત્ર માટે વાપરી હતી. આ રકમથી હુમલા માટે નાણાકીય મદદ કરી અને લોકોની ભરતી કરવામાં આવી. તેના પર રિવોર્ડ્સ ફોર જસ્ટિસ યોજના અંતર્ગત એક અબજ રૂપિયા(15 મિલિયન ડોલર)નું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. 

અમેરિકાને પડકાર આપ્યો- ટ્રેજરી વિભાગ
ટ્રેજરી વિભાગ પ્રમાણે સુલેમાનીએ સીરિયા, લેબેનાન, ઈરાક અને યમનને મેળવીને એક દાયરો બનાવ્યો જેના દ્વારા ઈાન સાઉદી અરબ સાથે અમેરિકા અને ઈઝરાયેલને પણ પડકાર આપવા માંગતું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે કહ્યું હતું કે અમેરિકાને સુલેમાનીને એટલા માટે માર્યો કારણ કે તે અમેરિકી દૂતાવાસ પર હુમલો કરવા માગતો હતો અને તેની યોજનામાં એકથી વધારે દૂતાવાસો પર હુમલાઓ કરવા સામેલ હતા. જોકે શહલાઈ આ યોજનાનો ભાગ હતો કે નહીં તે સ્પષ્ટ કર્યું ન હતું. 
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો