કાર્યવાહી / અમેરિકાએ ચીનની 28 સંસ્થાઓને બ્લેક લિસ્ટ કરી, ઉઈગર મુસ્લિમો સાથે અત્યાચારના કારણે આ નિર્ણય લીધો

US has blacklisted 28 Chinese organisations over Xinjiang Uighur abuse

  • અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું- ચીનમાં ભગવાનની જગ્યાએ સરકારની પૂજા કરવાનું દબાણ
  • માનવધિકાર પરિષદમાં ચીન વિરુદ્ધ 20થી વધારે દેશોએ સંયુક્ત પત્ર પણ જાહેર કર્યું હતું

Divyabhaskar.com

Oct 08, 2019, 04:20 PM IST

વોશિંગ્ટન: ચીનમાં ઉઈગર મુસ્લિમો પર અત્યાચારમાં કથિત રીતે સામેલ 28 સંસ્થાઓને અમેરિકાએ બ્લેક લિસ્ટ કરી દીધી છે. પ્રતિબંધ મુકવામાં આવેલી સંસ્થાઓ પર અલ્પસંખ્યક ઉઈગર મુસ્લિમો સાથે ક્રૂરતા અને અમાનવિય વર્તન કરવાનો આરોપ છે.

ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટ પ્રમાણે આ સંસ્થાઓને નજરકેદની યાદીમાં રાખવામાં આવી છે. હવે સરકારની મંજૂરી વગર કોઈ પણ અમેરિકન કંપનીઓ કોઈ પણ પ્રકારની સામગ્રી આ ચીનની કંપનીઓ પાસેથી ખરીદી શકશે નહીં. પ્રતિબંધ મુકવામાં આવેલી અમુક સંસ્થાઓ જાસુસીના સાધનો પણ બનાવે છે.

પહેલાં પણ ચીની કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે

આ પહેલાં પણ અમેરિકા ચીની સંસ્થાઓ પર વેપારના પ્રતિબંધો લગાવી ચૂકી છે. મે મહિનામાં ટ્રમ્પ પ્રશાસને કોમ્યુનિકેશનના ઉપકરણ બનાવતી કંપની હુઆવેને નજરકેદની યાદીમાં મુકી હતી. અમેરિકન વાણિજ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે પ્રતિબંધ મુકવામાં આવેલી દરેક ચીની કંપની વિરુદ્ધ શિનિજિયાંગમાં માનવ અધિકારનું હનન અને તાકાતનો દૂરઉપયોગ કરવાનો આરોપ છે.


ગયા સપ્તાહમાં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ વિયતનામમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે ચીનમાં ભગવાનની જગ્યાએ સરકારની પૂજા કરવાનું દબાણ છે. જુલાઈમાં 20 કરતાં વધારે દેશોએ સંયુક્ત રાષ્ટ્ર માનવધિકાર પરિષદમાં ચીન વિરુદ્ધ એક સંયુક્ત પત્ર પણ જાહેર કર્યું હતું. પત્રમાં ચીન ઉપર ઉઈગર અને અન્ય મુસ્લિમો તરફ ચીનના વર્તનની નિંદા કરી હતી.

માનવધિકાર સંગઠનોનો આરોપ- દસ લાખ મુસ્લિમો પર અત્યાચાર
માનવધિકાર સંગઠનોનું કહેવું છે કે, ચીન ઉઈગર મુસ્લિમોનો અવાજ દબાવી રહ્યા છે. કોઈ પણ કારણ વગર તેમને કેદ કરીને ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. અમેરિકન નદરકેદ પક્ષના જણાવ્યા પ્રમાણે શિનજિયાંગમાં ચીની અત્યાચારનો શિકાર થનાર ઉઈગર મુસ્લિમોની સંખ્યા દસ લાખ સુધી થઈ ગઈ છે. બીજી બાજુ ચીનનું કહેવું છે કે, શિનજિયાંગમાં આતંકીની જેમ લડવા માટે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઉઈગર મુસ્લિમો પર અત્યારનો આરોપ ચીને નકારી દીધો છે.

ચીને 1949માં પૂર્વી તુર્કસ્તાન પર કબજો કરી લીધો હતો. ઉઈગર મુસ્લિમ તુર્કિક મૂળના માનવામાં આવે છે. શિનજિયાંગમાં કુલ વસતીના 45 ટકા ઉઈગર મુસ્લિમ છે. જ્યારે 40 ટકા વસતી ચીનની છે. ચીને તિબ્બતની જેમ શિનજિયાંગને સ્વાયત્ત વિસ્તાર જાહેર કરી દીધો છે. હાલ ચીની અને ઉઈગર મુસ્લિમ તેમની સંસ્કૃતિ બચાવવા માટે મોટા પ્રમાણમાં વિસ્થાપિત થતા રહ્યા છે.

X
US has blacklisted 28 Chinese organisations over Xinjiang Uighur abuse
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી