અમેરિકા / ટ્રમ્પના જૂઠાણાથી પરેશાન એટોર્ની જનરલે કહ્યું- ટ્રમ્પ ફાલતુ નિવેદનો-ટ્વીટ બંધ કરે તો અમે થોડું કામ કરીએ

US Attorney General William Barr Criticizes Donald Trump’s Tweets

  • અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ન્યાયિક વ્યવસ્થામાં હસ્તક્ષેપનો આરોપ લાગ્યો
  • ડોનાલ્ડ ટ્રમ્પ 827 દિવસમાં 10 હજાર વખત ખોટું બોલ્યા

Divyabhaskar.com

Feb 15, 2020, 09:31 AM IST
કેટી બેનર (ભાસ્કર જૂથ સાથે વિશેષ કરાર હેઠળ): અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાહિયાત બયાનબાજી અને સતત ટ્વીટ કરવાની આદતથી હવે તેમની નજીકના લોકો પણ પરેશાન થવા લાગ્યા છે. ગુરુવારે એટર્ની જનરલ વિલિયમ બિલ બર્ર પણ ભડકી ગયા અને બોલ્યા- જો પ્રેસિડેન્ટ ટ્રમ્પ વાહિયાત ટ્વીટ કરવાનું બંધ કરે તો અમે થોડું કામ કરી શકીશું. તેમણે ટ્રમ્પ સામે ન્યાય વિભાગના કામમાં અવરોધ ઊભા કરવાનો આરોપ લગાવતા કહ્યું કે રાષ્ટ્રપ્રમુખના ટ્વીટ તેમના કામમાં મુશ્કેલીઓ ઊભી કરે છે. બર્રે કહ્યું- મને તેમના ટ્વીટ્સથી ઘણી વાર તકલીફ થાય છે. તેમના ફાલતુ તર્ક મગજમાં રાખીને હું કામ નથી કરી શકતો. મને લાગે છે કે તેમણે હવે ન્યાય વિભાગના ગુનાઇત કેસો અંગે ટ્વીટ કરવાનું બંધ કરવું જોઇએ.
બર્ર જ એકમાત્ર શખ્સ છે કે જેઓ ટ્રમ્પના બચાવના સૌથી મોટા સૂત્રધાર
બર્રનો આ ઇન્ટરવ્યૂ એવા સમયે આવ્યો છે કે જ્યારે ટ્રમ્પ સામે પૂર્વ સલાહકાર રોજર સ્ટોનની ભલામણમાં હેરફેરનો આરોપ લાગી રહ્યો છે. તેના કારણે ન્યાય વિભાગના 4 લોકોએ રાજીનામું આપવું પડ્યું હતું. બર્ર જ એકમાત્ર શખ્સ છે કે જેઓ ટ્રમ્પના બચાવના સૌથી મોટા સૂત્રધાર છે. તેઓ આવતા મહિને કોંગ્રેસમાં જુબાની આપશે. તેઓ સ્ટોન માટે ઓછી સજાની માગ કરી રહ્યા છે. તેમને પહેલા પૂછાયું હતું કે શું ટ્રમ્પ તમારા કામમાં હસ્તક્ષેપ કરે છે, તો તેમણે ઇનકાર કર્યો હતો પણ હવે તેઓ પોતે જ ટ્રમ્પ પર હસ્તક્ષેપનો આરોપ લગાવી રહ્યા છે. તેના કારણે અમેરિકી સંસદના ડેમોક્રેટ સભ્યોએ ટ્રમ્પ સામે કડક વલણ અપનાવી લીધું છે. મંગળવારે ટ્રમ્પના બે સહયોગી બર્ર અને વ્હાઇટ હાઉસના પૂર્વ વકીલ મેકહન સહિત તમામ વફાદારોને સમન્સ પાઠવવાના પ્રસ્તાવ અંગે વોટિંગ કરાયું હતું, જેમાં 229માંથી 191 વોટ તરફેણમાં પડ્યા. પ્રસ્તાવ મુજબ ન્યાયપાલિકા સમિતિને દસ્તાવેજો અને ગવાહીના આધારે બર્ર અને મેકહન વિરુદ્ધ કોર્ટમાં જવાનો અધિકાર હશે. વિપક્ષ ટ્રમ્પ સાથે મેકહન અને બર્રને ઘેરવા માગે છે, કેમ કે 2020ની પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પ માટે જીતનો માહોલ આ બન્ને જ ઊભો કરશે. બન્ને તેમની ટીમનો હિસ્સો છે. ગત વર્ષે ટ્રમ્પે બર્રને એજી નિયુક્ત કર્યા હતા.
ટ્રમ્પ 827 દિવસમાં 10 હજાર વખત ખોટું બોલ્યા, પેન્ટાગોને તેમનું નિવેદન ઊલટાવ્યું
ટ્રમ્પને વિપક્ષીઓ જૂઠાણાનો પહાડ કહે છે. તેમણે ઇરાનના જનરલ સુલેમાનીના મોત બાદ કહ્યું હતું કે, ‘યુદ્ધના અપડેટ્સ માટે મારું ટિ્વટર જોતા રહો.’ જ્યારે પેન્ટાગોને તેનાથી ઉલટું નિવેદન આપ્યું. તાજેતરમાં નાટો મીટિંગમાં પણ તેમણે 21 વાર ખોટા દાવા કર્યા. પ્રમુખપદે કાર્યકાળના બીજા વર્ષે ટ્રમ્પ 827 દિવસમાં 10 હજાર વખત ખોટું બોલ્યા.
X
US Attorney General William Barr Criticizes Donald Trump’s Tweets
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી