• Home
  • International
  • US: 4 Indian Americans win state, local elections; Virgina state chooses Ghazala Hashmi as 1st Muslim senator

US / રાજ્ય- સ્થાનિક ચૂંટણીમાં 4 ભારતવંશીઓની જીત, વર્જીનિયાથી ચૂંટણી જીતનાર ગજલા હાશમી પહેલી મુસ્લિમ મહિલા

  • ગજલા હાશમીએ વર્જીનિયાના સીનેટથી ચૂંટણી જીતી, પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને તેમને શુભેચ્છાઓ પાઠવી 
  • પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ટેકનીકલ સલાહકાર સુભાષ સુબ્રમણ્યમે વર્જીનિયાથી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં સ્થાન મેળવ્યું 

Divyabhaskar.com

Nov 07, 2019, 01:13 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકામાં ગત સપ્તાહે યોજાયેલી રાજ્ય અને સ્થાનિક ચૂંટણીના પરિણામ આવી ગયા છે. જેમાં ભારતવંશીઓએ જીત હાંસિલ કરી છે. ભારતીય મૂળના ગજલા હાશમી વર્જીનિયા રાજ્યમાં ચૂંટણી જીતનારી પહેલી મુસ્લિમ મહિલા બન્યાં છે. સાથે જ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમય વ્હાઈટ હાઉસમાં ટેકનીક સલાહકાર રહી ચુકેલા સુભાષ સુબ્રણ્યમે પણ જીતીને વર્જીનિયા રાજ્ય ગૃહમાં સ્થાન મેળવ્યું છે. આ બન્ને સિવાય કેલિફોર્નિયા રાજ્યના સેન ફ્રાન્સિસ્કોથી મનો રાજુ અને નોર્થ કૈરોલિનાના શાર્લોટ સિટીથી ડિમ્પલ અજમેરાએ સ્થાનિક ચૂંટણીમાં જીત હાંસિલ કરી હતી.

હિલેરી ક્લિન્ટને ગજલાને શુભેચ્છાઓ પાઠવી
ગજલાએ ડેમોક્રેટ પાર્ટી તરફથી વર્જીનિયાના 10માં સીનેટ ડિસ્ટ્રિક્ટથી ચૂંટણી લડી હતી.આ બેઠક પર તેમણે રિપબ્લિકન પાર્ટી તરફથી રાજ્ય ગૃહના સભ્ય ગ્લેન સ્ટુર્ટેવાંટને હરાવ્યા હતા. આ અવસરે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ક્લિન્ટને ટ્વીટર પર કહ્યું કે, ‘હું વર્જીનિયાથી જીતનારી પહેલી મુસ્લિમ મહિલા ગજલા માટે જોરથી બૂમ પાડવા માંગીશ. જેવી રીતે તેમણે આ જીતને વર્જીનિયામાં પ્રગતિશીલ પરિવર્તન જોવા વાળા લોકોની ગણાવી હતી. આ જીત એવા લોકોની છે જેમને લાગે છે કે તેમની પાસે કોઈ અવાજ નથી’

ગજલનો પરિવાર 50 વર્ષ પહેલા અમેરિકા ગયો હતો
આ અંગે ગજલાએ ક્લિન્ટનનો આભાર માનતા કહ્યું કે,‘નાગરિક સેવાઓમાં તમે મહિલાઓ માટે ઘણી માન્યતાઓને તોડી નાંખી છે.’ ગજલા હાશમીનો પરિવાર અંદાજે 50 વર્ષ પહેલા ભારતથી અમેરિકા ચાલ્યો ગયો હતો. તેમને તેમનું પ્રારંભિક જીવન અમેરિકાના જ્યોર્જિયામાં જ વિતાવ્યું હતું. જ્યોર્જિયા સદર્ન યૂનિવર્સિટીમાંથી બીએ અને ઈમોરી યુનિવર્સિટીમાંથી PHD કર્યા બાદ તેમણે વર્જીનિયાની યુનિવર્સિટીમાં 25 વર્ષ સુધી ભણાવ્યા છે. ચૂંટણી લડ્યા પહેલા તેઓ રેનોલ્ડ્સ કોમ્યુનિટી કોલેજમાં ફાઉન્ડિંગ ડાયરેક્ટરના પદ પર હતા.

IT સેક્ટરમાં નોકરીઓ ઊભી કરવામાં સુભાષનું યોગદાન
સુભાષ સુબમણ્યે વર્જિનીયા રાજ્યના હાઉસ ઓફ રિપ્રેજેન્ટેટિવ્સમાં સ્થાન મેળવ્યું છે. સુભાષની માતા 1979માં બેંગલુરુ છોડીને અમેરિકા ચાલ્યા ગયા હતા. ત્યાં તેમને એક્સપર્ટ ફિઝીશીયન તરીકે લાંબા સમય સુધી કામ કર્યું હતું. સાથે જ સુભાષે પણ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ટેકનીકલ સલાહકાર તરીકે કામ કર્યું હતું. ટેકનોલોજી સેક્ટરમાં નોકરી, સાઈબર સિક્યોરિટી અને આઈટી આધુનિકીકરણમાં તેમણે વ્હાઈટ હાઇસમાં પણ લાંબો અનુભવ છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી