યુએસ ગ્રીન કાર્ડ / નવા નિયમોથી ઓછી આવકવાળા લોકોને યુએસ વિઝા અને ગ્રીનકાર્ડ મળવામાં મુશ્કેલી થશે

Under the new rules, low-income people will have trouble getting a US visa and a green card

  • અમેરિકાની સરકાર એવા લોકોને વિઝા આપવા નથી માંગતી જેઓ યોગ્ય આવક ધરાવતા નથી
  • નવા વિઝાના નિયમો ઓક્ટોબર મહિનાથી લાગૂ થશે

Divyabhaskar.com

Aug 14, 2019, 04:13 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્ક:ટ્રમ્પ પ્રશાસને વિઝા અને પરમાનન્ટ રેસીડન્સ(પીઆર)ના આવેદકો માટે નવા નિયમોની જાહેરાત કરી છે. અમેરિકાની સરકાર હવે વિઝા કે ગ્રીન કાર્ડ ઇશ્યૂ કરતી વખતે આવકને એક મુખ્ય માપદંડ તરીકે રાખી છે. સરેરાશ એક વર્ષમાં 5.5 લાખ લોકો ગ્રીન કાર્ડ માટે અરજી કરતા હતા. આવકના નવા માપદંડની અસર તે પૈકી અડધા લોકોને થઇ શકે છે.


નવા નિયમો પ્રમાણે વિઝા અને ગ્રીન કાર્ડને લગતી પાંચ મુખ્ય બાબતો

1) યુએસ સીટીઝનશીપ અને ઇમિગ્રેશન સર્વિસ ઓફીસર હવે ટેમ્પરરી અથવા પરમાનન્ટ વિઝાની અરજીને રદ્દ કરી દેશે જો આવેદક ઉંચી આવકના માપદંડમાં ફીટ નહિં થાય. હેલ્થ, શિક્ષણ અને આવક સહિતના મુદ્દાઓને ધ્યાનમાં લઇને વિઝા આપવામાં આવશે.

2) જો બહારથી આવેલા લોકો સરકારી હેલ્થ ઇન્સ્યોરન્સ, રહેણાક, ભોજન કે અન્ય સરકારી સહાય મેળવે છે તો નવા નિયમો પ્રમાણે તેઓ ગ્રીન કાર્ડ મેળવવા માટે લાયક નહિ રહે.

3) ઇમિગ્રેશન સર્વિસના અધિકારી કેન ક્યૂસીનેલીના જણાવ્યા પ્રમાણે આ નિયમ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંદેશ સાથે એકદમ બંધબેસે છે. અમે એવા લોકોને આ દેશમાં જોવા માગીએ છીએ જેઓ સ્વનિર્ભર હોય.

4)આ નવા નિયમો 15 ઓક્ટોબરથી લાગૂ થશે. આ નિયમો અમેરિકાના નાગરિકો પર લાગૂ નહીં થાય. બહારથી આવેલો કોઇ વ્યક્તિ જે તે અમેરિકાના નાગરિક આધિન હશે તો તે અમેરિકન નાગરિક પર પણ આ નિયમો લાગૂ નહીં પડે.

5)રાજ્યાશ્રય માંગતા લોકોને આ નિયમોમાં થોડી છૂટ આપવામાં આવશે. જોકે ટ્રમ્પ પ્રશાસને આશ્રય આપવાનું પણ ખૂબ ઓછું કરી દીધું છે.

X
Under the new rules, low-income people will have trouble getting a US visa and a green card
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી