ઈરાન / યુક્રેન પ્લેન ક્રેશ મામલામાં ઈરાન વિરુદ્ધ લીગલ એક્શનની તૈયારી

યુક્રેનના પ્લેન ક્રેશની તસવીર.
યુક્રેનના પ્લેન ક્રેશની તસવીર.

  • પાંચ દેશના નિષ્ણાતોએ લંડનમાં બેઠક યોજી

Divyabhaskar.com

Jan 14, 2020, 02:22 AM IST

સિંગાપોર: ઈરાનની મિસાઈલથી યુક્રેનનું વિમાન ભૂલથી તૂટી પડવાની ઘટનામાં પાંચ દેશના કુલ 176 મુસાફરના મૃત્યુ થયા હતા. ઈરાનને આ ભૂલ ભારે પડી શકે છે. આ તમામ દેશે ગુરુવારે લંડનમાં એક બેઠક યોજીને ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. યુક્રેનના વિદેશ મંત્રી વાડિમ પ્રિસ્તાયકોએ આ જાહેરાત કરી હતી.
વિમાન મિલિટરી બેઝ નજીકથી પસાર થતું હોવાથી તોડી પડાયું

પ્રિસ્તાયકોએ કહ્યું કે, અમે ઈરાન પાસે જંગી વળતરની માંગ કરીશું. ગયા બુધવારે ઈરાનની રાજધાની તહેરાન નજીક એક મિસાઈલ હુમલામાં યુક્રેનનું વિમાન તૂટી પડ્યું હતું. પ્રિસ્તાયકોએ કહ્યું કે, યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું વિમાન તેમના મિલિટરી બેઝ નજીકથી પસાર થતું હોવાથી તોડી પડાયું હતું, જે એક ભૂલ હતી. આ પ્રકારની ઈરાનની કબૂલાત મૂર્ખતાપૂર્ણ છે.

X
યુક્રેનના પ્લેન ક્રેશની તસવીર.યુક્રેનના પ્લેન ક્રેશની તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી