હિટ એન્ડ રન / અમેરિકામાં હિટ એન્ડ રન અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત, અકસ્માત સર્જનાર પોલીસ સમક્ષ હાજર થયો

જુડી સ્ટેન્લી (23), અને વૈભવ ગોપીશેટ્ટી (26). (ફોટા/GoFundMe page)
જુડી સ્ટેન્લી (23), અને વૈભવ ગોપીશેટ્ટી (26). (ફોટા/GoFundMe page)

Divyabhaskar.com

Dec 02, 2019, 10:41 AM IST


વોશિંગ્ટનઃ અમેરિકાના સાઉથ નાશવિલેમાં થેન્ક્સ ગિવિંગ નાઈટ નિમિતે હિટ-એન્ડ-રન અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીના મોત થયા છે, તેમ સ્થાનિક સત્તાવાળાઓએ કહ્યું હતું. જુડી સ્ટેન્લી (23 વર્ષિય), અને વૈભવ ગોપિશેટ્ટી (26 વર્ષિય) ટેનેસ્સી સ્ટેટ યુનિવર્સિટી (TSU)ના સ્નાતક વિદ્યાર્થીઓ હતા અને કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં ફૂડ સાયન્સ ડીગ્રી માટે અભ્યાસ કરી રહ્યા હતા, તેમ યુનિવર્સિટીએ જણાવ્યું હતું. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ગોફંડમી પેજ મારફતે આ બન્ને સહઅધ્યાયિઓ માટે 42,000 ડોલર કરતાં વધારે ભંડોળ એકત્રિત કર્યું છે, જેથી તેમના મૃતદેહને ભારત મોકલી શકાય અને તેમની અંતિમ ક્રિયા કરી શકાય.

સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે 28મી નવેમ્બરની રાત્રીએ હિટ-એન્ડ-રન ઘટનામાં સ્ટેન્લી અને ગોપિશેટ્ટીનું મૃત્યુ થયું હતું. જીએમસી પિકઅપ ટ્રકના માલિક ડેવિડ ટોરેસે હેર્ડિંગ પ્લેસ નજીક નોલેન્સવિલે પિક ખાતે સર્જાયેલી આ ગોઝારી ઘટના બાદ રવિવારે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો, તેમ પોલીસે જણાવ્યું હતું. ટોરેસે કેટલાક પ્રશ્નોના જવાબો આપી શક્યો ન હતો. અધિકારીઓએ DNA નમૂના લીધા છે અને વધુ તપાસ કરી રહ્યા છે. જ્યારે આ ઘટના બની ત્યારે પિકઅપ વાહન ખૂબ જ ઝડપ ધરાવતું હતુ અને તેણે રેડ લાઈટ પણ તોડી દીધી હતી. આ ટક્કર બાદ કાર એક ઝાડ સાથે અથડાઈ ગઈ હતી.

X
જુડી સ્ટેન્લી (23), અને વૈભવ ગોપીશેટ્ટી (26). (ફોટા/GoFundMe page)જુડી સ્ટેન્લી (23), અને વૈભવ ગોપીશેટ્ટી (26). (ફોટા/GoFundMe page)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી