અયોગ્ય નિવેદન / તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆને કહ્યું- પાકિસ્તાન માટે કાશ્મીર જેટલું મહત્વનું એટલું જ તે અમારા માટે છે

પાકિસ્તાનની સંસદમાં ભાષણ આપી રહેલા તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોઆન
પાકિસ્તાનની સંસદમાં ભાષણ આપી રહેલા તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોઆન

  • તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ અર્દોઆન પાકિસ્તાનના પ્રવાસ પર છે, તેમણે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું
  • FATF દ્વારા પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં નાંખ્યા બાદ તુર્કી, ચીન અને મલેશિયાએ સમર્થન આપ્યું છે

Divyabhaskar.com

Feb 14, 2020, 06:28 PM IST

અંકારાઃ તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોઆને કહ્યું છે કે કાશ્મીર પાકિસ્તાન માટે જેટલું મહત્વ ધરાવે છે એટલું જ તે તેમના દેશ માટે મહત્વ ધરાવે છે. પાકિસ્તાનમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા સોમવારે આર્દોઆને કહ્યું કહ્યું કે તુર્કીની આઝાદીની લડત સમયે પાકિસ્તાનના લોકોએ પોતાના હિસ્સાની રોટલી તેમને આપી દીધી હતી. પાકિસ્તાનની આ મદદને અમે ભૂલ્યા નથી અને ક્યારેય ભૂલશું પણ નહીં. ગઈકાલે જેમ અમારા દેશ માટે કનક્કલ (તુર્કીનો સમુદ્ર તટનો હિસ્સો) મહત્વનો હતો તે રીતે આજે કાશ્મીર પણ અમારા માટે એટલું જ મહત્વ ધરાવે છે. બન્ને વચ્ચે કોઈ જ તફાવત નથી.

તુર્કી UNમાં પાકિસ્તાનની તરફેણમાં કાશ્મીર મુદ્દો ઉઠાવી ચુક્યું છે

આ સાથે તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમનો દેશ પાકિસ્તાનની આતંકવાદી વિરુદ્ધની લડાઈમાં સાથે રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે તુર્કીએ અગાઉ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. અર્દોગાનની આ ટીપ્પણી જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યાના સાત મહિના બાદ આવી છે.

તુર્કીએ FATFમાં પાકિસ્તાનને મદદ કરી હતી
અર્દોઆને ઉત્તર-પશ્ચિમ સિરીયાની સ્થિતિનો પણ તેમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. ઈન્ટરગવર્નમેન્ટલ ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) તરફથી આતંકવાદ અટકાવી નહીં શકતા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખ્યા બાદ ચીન, મલેશિયા અને તુર્કીએ તેની મદદ કરી હતી.


X
પાકિસ્તાનની સંસદમાં ભાષણ આપી રહેલા તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોઆનપાકિસ્તાનની સંસદમાં ભાષણ આપી રહેલા તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોઆન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી