• Home
  • International
  • US President Donald Trump warns Iran says No nuclear weapons and don't kill your protesters

ઈરાન / વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું- આપણો દુશ્મન દેશની અંદર, સરકારે દેખાવકારો પર ફાયરિંગના સમાચારને ખોટા ગણાવ્યા

દેખાવકારોનો દાવો- પોલીસે આઝાદી સ્ક્વેર પર ફાયરિંગ કરી
દેખાવકારોનો દાવો- પોલીસે આઝાદી સ્ક્વેર પર ફાયરિંગ કરી

  • ઈરાનમાં 8 જાન્યુઆરીએ થયેલી વિમાન દુર્ઘટના બાદ હજારો દેખાવકારો રસ્તા પર પ્રદર્શન કરી રહ્યાં છે
  • પોલીસે રવિવારે ઉગ્ર દેખાવકારો પર ટિયર ગેસના સેલ છોડ્યા, ત્યારબાદ ટ્રમ્પે 24 કલાક અંદર બીજુ ટ્વિટ કર્યું
  • આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું- અમે તમારી સાથે ઉભા છીએ, તમારું સાહસ અમારા માટે પ્રેરણાનું કામ કરી રહ્યું છે

Divyabhaskar.com

Jan 13, 2020, 10:10 PM IST

તેહરાન: ઈરાનમાં સોમવારે લગાતાર બીજા દિવસે દેખાવકારો વિમાન દુર્ઘટના અંગે સરકારના વિરોધમાં ઉતર્યા. તેહરાનના આઝાદી સ્ક્વેર પર હજારોની સંખ્યામાં લોકો એકઠાં થયાં. આ દરમિયાન જનતાએ સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામનેઇ અને રાષ્ટ્રપતિ હસન રૂહાનીના વિરોધમાં નારા લગાવ્યા. તેહરાન યુનિવર્સિટી બહાર વિદ્યાર્થીઓના એક ગ્રુપે ત્યાં સુધી કહ્યું કે તેમનો અસલી દુશ્મન અમેરિકા નહીં પરંતુ દેશની અંદર જ છે. તેની સાથે અન્ય તાનાશાહની મોતના નારા પણ ગુંજતા રહ્યા. દેખાવકારોએ આરોપ લગાવ્યો કે પોલીસે અમુક જગ્યાએ ફાયરિંગ કરી. જોકે તેહરાન પોલીસના પ્રમુખ હુસૈન રહીમીએ કહ્યું કે પોલીસે માત્ર ટિયર ગેસના સેલ છોડ્યા છે કોઇ પણ પ્રકારના ફાયરિંગના સમાચાર ખોટા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં સરકાર વિરુદ્ધ થઈ રહેલાં પ્રદર્શન પર કડક નજર રાખી રહ્યા છે. ઈરાનની જનતા સરકાર વિરુદ્ધ પ્લેન દુર્ઘટના મામલે બે દિવસથી દેખાવો કરી રહી છે. તેમને કાબુમાં રાખવા પોલીસે રવિવારે ભીડ પર ટીયર ગેસ છોડ્યા હતા. ત્યારપછી ટ્રમ્પે દેખાવો સામે એક જ દિવસમાં બે ટ્વિટ કર્યા હતા અને કહ્યું- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે જણાવ્યું કે, નવા પ્રતિબંધોથી ઈરાનનો શ્વાસ રૂંધાઈ ગયો છે અને તેઓ સમજૂતી કરવા તૈયાર છે. હકીકતમાં મને એ ચિંતા નથી કે તેઓ સમજૂતી કરે છે કે નહીં. પરંતુ ઈરાની નેતાઓને ચેતવણી છે કે, તેઓ પરમાણુ હથિયાર ન બનાવે અને દેખાવકારોને ન મારે.

ટ્રમ્પે આગળ કહ્યું છે કે, હજારો લોકોને પહેલાં જ મારવામાં આવ્યા છે અથવા જેલમાં નાખવામાં આવ્યા છે. હવે આ બધુ અમેરિકા પણ જોઈ રહ્યું છે. તમારું ઈન્ટરનેટ શરૂ કરો અને રિપોર્ટ્સને આઝાદીથી ફરવા દો. તમારા મહાન ઈરાનીઓની હત્યાઓ બંધ કરો.

ઈરાનમાં કેમ અચાનક થયા પ્રદર્શન?
ઈરાનમાં 8 જાન્યુઆરીએ યુક્રેનનું એક વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. ઈરાને શનિવારે સ્વીકાર્યું કે તેમની સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર પ્લેન પર મિસાઈલથી હુમલો કર્યો હતો. સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા આ નિવેદનને માનવીય ભૂલ ગણાવાવમાં આવી છે. આ ઘટના પછીથી ઈરાનમાં હજારો લોકો સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.

ઈરાન માટે પહેલાં જ ટ્વિટ કરી ચૂક્યા છે ટ્રમ્પ
આ પહેલાં ટ્રમ્પે શનિવારે રાતે પણ ઈરાનના દેખાવો મામલે ફારસીમાં ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું- ઈરાનના બહાદુર અને લાંબા સમયથી પીડિત લોકો સાથે હું મારા કાર્યકાળની શરૂઆતથી ઉભો છું. મારું પ્રશાસન તમારી સાથે છે. શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા લોકોનો નરસંહાર ન થવો જોઈએ, ન તેમનું ઈન્ટરનેટ બંધ થવું જોઈએ. સમગ્ર દુનિયા જોઈ જ રહી છે.

એનએસએ કહ્યું હતું- ઈરાન પાસે વાતચીત સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી
એનએસએ રોબર્ટ ઓ બ્રાયને એક ન્યૂઝ ચેનલ દ્વારા ઈરાનની સ્થિતિ વિશે દાવો કર્યા પછી ટ્રમ્પે આ ટ્વિટ કર્યું હતું. રોબર્ટે કહ્યું હતું કે, નવા પ્રતિબંધોના કારણે ઈરાન પાસે સમજૂતી સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. અમે વધુમાં વધુ પ્રેશર બનાવવાનું કામ કરી રહ્યા છીએ. તેમની પાસે વિકલ્પો ઓછા છે તેથી તેમણે વાત કરવી જ પડશે.

રોબર્ટે કહ્યું, ઈરાનની વ્યવસ્થા પર ખૂબ દબાણ છે અને આ સંજોગોમાં જ્યારે વિદ્યાર્થીઓ પ્લેન દુર્ઘટના મામલે બહાર આવીને ‘તાનાશાહને મોત’ જેવા નારા લગાવે અને હજારો ઈરાની રસ્તા પર ઉતરીને આ પ્રકારનું દબાણ ઉભુ કરે તો તેમની પાસે સમજૂતી સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

X
દેખાવકારોનો દાવો- પોલીસે આઝાદી સ્ક્વેર પર ફાયરિંગ કરીદેખાવકારોનો દાવો- પોલીસે આઝાદી સ્ક્વેર પર ફાયરિંગ કરી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી