અમેરિકા / ટ્રમ્પે પોતાની ચેરિટીના પૈસા રાષ્ટ્રપતિ અભિયાનમાં વાપર્યા, કોર્ટે 14 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

Trump uses his charity money in presidential campaign, court fined Rs 14 crore

  • ટ્રમ્પ પર 2018માં તેમની ચેરિટી રકમની પર્સનલ જરૂરિયાતો માટે વાપરવાનો આરોપ લાગ્યો 
  • ત્યારબાદ તેમની ચેરિટી‘ડોનાલ્ડ ટ્રમ્પ ફાઉન્ડેશ’ બંધ થઈ ગયું, તેમના દીકરા અને દીકરી તેના નિયામક હતા

Divyabhaskar.com

Nov 08, 2019, 01:06 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ન્યૂયોર્કની એક કોર્ટે 20 લાખ ડોલર(અંદાજે 14 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. ટ્રમ્પ પર 2016માં તેમના રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાન માટે ચેરિટીમાં આવેલી રકમનો વાપર્યા હોવાનો આરોપ છે. મળતી માહિતી પ્રમાણે ટ્રમ્પે આ પૈસાનો ઉપયોગ તેમની પહેલાથી જ પ્રોફિટમાં ચાલી રહેલી કંપનીનું દેવું ચુકવવામાં અને પોતાની પેઈન્ટિંગ ખરીદવામાં કર્યો છે. ટ્રમ્પ અને તેમના વકીલ આ આરોપોને રાજકીય રમત ગણાવી રહ્યા છે.

ટ્રમ્પે ચેરટીનો ઉપયોગ ચેકબુકની જેમ કર્યો
ડોનાલ્ડ ટ્રમ્પ પર ચેરિટીના પૈસાઓનો દુરઉપયોગ કરવા અંગેનો આરોપ ગત વર્ષે લાગ્યો હતો. અભિયોજન પક્ષનો આરોપ હતો કે ટ્રમ્પે ચેરિટીનો ઉપયોગ તેમની ચેકબુકની જેમ કર્યો છે. ત્યારબાદ ચેરિટી ડોનાલ્ડ જે ટ્રમ્પ ફાઉન્ડેશન બંધ થઈ ગયું હતું. ન્યૂયોર્ક કોર્ટની જજે નિર્ણય સંભળાવતા કહ્યું કે, ટ્રમ્પને જે દંડ ફટકારાયો છે, તે તેમની ચેરિટીમાં આવે છે, પરંતુ હવે તે છે જ નહીં. એટલા મટે રાષ્ટ્રપતિએ આ પૈસા 8 અલગ અલગ ચેરિટી ફાઉન્ડેશનને દાન કરવા પડશે.

ટ્રમ્પના ચૂંટણી અભિયાન માટે પૂર્વ સૈનિકોએ ફંડ એકઠું કર્યું હતું
નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, ટ્રમ્પના ચૂંટણી અભિયાન હેઠળ આયોવા પ્રાઈમરી ઈલેક્શન માટે અમેરિકાના પૂર્વ સૈનિકોએ ખાસ્સું એવું ભંડોળ એકઠું કર્યું હતું. પરંતુ ટ્રમ્પે તેનો પર્સનલી ઉપયોગ કરીને તેમની જવાબદારીઓનું ઉલ્લંઘન કર્યું હતું. ન્યૂયોર્કના એર્ટની જનરલ લેતિશિયા જેમ્સના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પ ફાઉન્ડેશનના નિયામક- ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર, એરિક ટ્રમ્પ અને ઈવાંકા ટ્રમ્પને ચેરિટીઓના અધિકારી અને નિયામકની જરૂરી ટ્રેનિંગમાંથી પસાર થવું પડશે.

X
Trump uses his charity money in presidential campaign, court fined Rs 14 crore
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી