અમેરિકા / ટ્રમ્પે કહ્યું, જો નિયમો સાચા હશે તો મહાભિયોગની તપાસમાં ભાગ લેવા માટે તૈયાર

  • અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, જો ડેમોક્રેટ્સ અધિકાર આપે તો મને તપાસમાં સામેલ થવામાં કોઈ વાંધો નથી
  • ટ્રમ્પ પર આરોપ છે કે, યુક્રેનના રાષ્ટ્રપતિ પર ડેમોક્રેટ નેતા જો બિડેન અને તેમના દીકરા હંટર વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલે તપાસ કરવા માટે દબાણ કરવામાં આવ્યું 
  • વ્હાઈટ હાઉસના વકીલની ઘણી કમિટીઓના પ્રમુખને પત્ર- મહાભિયોગની તપાસમાં મૂળ અધિકારો અને બંધારણીય પ્રક્રિયાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે

Divyabhaskar.com

Oct 10, 2019, 02:01 PM IST

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ મહાભિયોગની તપાસમાં સામેલ થવા માટે તૈયાર છે પરંતુ તે યોગ્ય નિમયો અંતર્ગત હોવું જોઈએ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ (અમેરિકન કોંગ્રેસનું નિચલુ સદન)ની સ્પીકર નેંસી પેલોસીએ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની વાત કરી હતી. પેલોસી ડેમોક્રેટ પાર્ટીના સાંસદ છે.

ટ્રમ્પને સવાલ કરવામાં આવ્યો હતો કે, શું તેઓ ડેમોક્રેટ્સ દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવમાં સહયોગ કરવા માટે તૈયાર છે. આ વિશે તેમણે કહ્યું હતું કે, ડેમોક્રેટ્સ અમને અધિકાર આપે તો મને મહાભિયોગની તપાસમાં સામેલ થવામાં કોઈ વાંધો નથી. આ પહેલાં વ્હાઈટ હાઉસે મંગળવારે જ એક પત્ર લખીને જણાવ્યું હતું કે, ડેમોક્રેટ્સ રાષ્ટ્રપતિને હટાવવા માટે પ્રશાસનને યોગ્ય સહકાર નથી આપી રહ્યા.

વ્હાઈટ હાઉસ તરફથી પેલોસીને પત્ર
વ્હાઈટ હાઉસના વકીલ પૈટ સિપોલોને પેલોસી, હાઉસ ઈન્ટેલિજન્સ કમિટીના ચેરમેન એડમ શિફ, ઓવરસાઈટ એન્ડ રિફોર્મ કમિટીના પ્રમુખ એલિજા કમિંગ્સ અને ફોરેન અફેર્સ કમિટીના ચેરમેન એલિયટ અંગેલેને પત્ર લખ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, તમે દરેક સન્માનિત પદ પર છો. જે રીતે મહાભિયોગની તપાસ ચાલી રહી છે તેમાં મૂળ અધિકારો અને બંધારણીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

પત્ર લખવામાં આવ્યા પછી ટ્રમ્પે કહ્યું કે, ડેમોક્રેટ તપાસકર્તા રિપબ્લિકન પાર્ટીને વકીલ રાખવાના અધિકારનું હનન કરે છે. તેઓ અમને સાચી પ્રક્રિયામાં લાવવા માંગે છે. આ અત્યારસુધીની સૌથી અન્યાયપૂર્ણ સ્થિતિ છે.

ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ
નેંસી પેલોસીએ 24 સપ્ટેમ્બરે ટ્રમ્પ પર મહાભિયોહ તપાસ શરૂ કરાવવાની વાત કરી હતી. ટ્રમ્પ પર આરોપ છે કે, તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડાઈમર જેલેંસ્કી પર ડેમોક્રેટ નેતા જો બિડન અને તેમના દીકરા હંટર વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલે તપાસ કરાવવાનું પ્રેશર ઉભુ કરતા હતા. જોકે ટ્રમ્પ કહી ચૂક્યા છે કે તેઓ જેંલેસ્કી સાથે ફોન પર થયેલી વાત-ચીતની વિગત આપવા તૈયાર છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી