તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Trump Questions Obama Over Nobel Laureate, Saying I Didn't Get Rewarded Because Of The Nobel Committee's Unfair Attitude

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રમ્પે ઓબામાને નોબેલ મળવા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું -નોબેલ કમિટીના અન્યાયપૂર્ણ વલણના કારણે મને પુરસ્કાર ન મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓબામાને 2009માં રાષ્ટ્રપતિ બન્યાના 8 મહિના બાદ નોબેલ પુરસ્કાર મળ્યો હતો
  • ટ્રમ્પે કહ્યું- ત્યારે ઓબામાને પણ ખબર ન હતી કે આટલી જલ્દી પુરસ્કાર શા માટે મળ્યો

ન્યૂયોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરિયાદ કરતા કહ્યું કે, તેમણે નોબેલ પુરસ્કાર આપનારાઓના અન્યાયપૂર્ણ વલણના કારણે શાંતિ નોબેલ પુરસ્કાર નથી મળ્યો. ટ્રમ્પે સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે બેઠક દરમિયાન કહ્યું કે, ‘જો તે(નોબેલ કમિટિ) ન્યાયપૂર્ણ રીતે આ નોબેલ પ્રાઈઝ આપે તો, મને ઘણી વસ્તુઓ માટે આ પુરસ્કાર મળી શકે છે, પરંતુ આવું ન થઈ શક્યું.’ તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળેલા નોબેલ પ્રાઈઝ પર પણ સવાલો કર્યા હતા. ઓબામાને 2009માં રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવાના 8 મહિના પછી જ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. જ્યારે તેઓ થોડા દિવસ પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારે ઓબામાને પોતાને પણ ખબર ન હતી કે તેમને શાંતિ પુરસ્કાર શા માટે મળ્યો છે. માત્ર આ એક જ વાત માટે હું ઓબામા સાથે સહમત છું. 
 

કિમ સાથે ટૂંક સમયમાં ચોથી મુલાકાત થઈ શકે છેઃ ટ્રમ્પ 
ટ્રમ્પે કહ્યું કે, તેમની અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉનની ટૂંક સમયમાં જ ચોથી મુલાકાત થઈ શકે છે. ઉત્તર કોરિયાએ આ વખતે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પોતાનો એક પણ પ્રતિનિધિ મોકલ્યો નથી. જો કે, ટ્રમ્પ ટૂંક સમયમાં જ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન સાથે આ મુદ્દે વાત કરશે. બે વર્ષ પહેલા UNના મંચ પરથી જ ટ્રમ્પે ઉત્તર કોરિયાને તબાહ કરવાની વાત કહી હતી. તેમણે કિમને લિટિલ રોકેટમેન પણ જાહેર કરી દીધા હતા. 
 

ટ્રમ્પને ઉત્તર કોરિયા આવવાનું આમંત્રણ આપી ચુક્યા છે કિમ 
ઉત્તર કોરિયાના તાનાશાહ કિન જોંગ ઉને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઓગસ્ટમાં પત્ર લખીને પ્યોંગયાંગ આવવા માટે આમંત્રણ આપ્યું હતું. આ અંગે ટ્રમ્પે કહ્યું હતું કે, મને કિમનો ભાવભર્યો પ્રત્ર મળ્યો છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે આવનારા થોડા સપ્તાહમાં વોશિંગ્ટન અને પ્યોંગયાંગ વચ્ચે વર્કિંગ-લેવલની વાતચીત થઈ શકે છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો