ટ્રમ્પ સરકારે ઈરાનના અધિકારીઓ અને તેમના પરિવારજનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે, ઈરાની અધિકારી અને તેમના પરિવારના સભ્યોએ ઘણા વર્ષો સુધી અમેરિકાની સ્વતંત્રતા અને સમૃદ્ધિનો ફાયદો ઉઠાવ્યો
  • ઈરાને સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઈને કહ્યું હતું કે,જ્યાં સુધી પ્રતિબંધ નહીં હટાવાય અમેરિકા સાથે કોઈ ચર્ચા નહીં કરીએ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઈરાનના સરકારી અધિકારીઓ અને તેમના પરિવારજનોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે, ઘણા વર્ષોથી ઈરાની અધિકારી અને તેમના પરિવારના સભ્યો ચુપચાપ અમેરિકાની સ્વતંત્રતા અને સમૃદ્ધિનો ફાયદો ઉઠાવી રહ્યા છે. અમેરિકાના આ પગલાને જોતા બન્ને દેશો વચ્ચેના તણાવમાં વધારો થઈ રહ્યો છે. 
 
પોમ્પિયોએ વધુમાં કહ્યું કે, ઈરાનના અધિકારીઓ અને તેમના પરિવારના લોકો અમેરિકામાં શિક્ષણ, રોજગાર, મનોરંજન અને સાંસ્કૃતિક અવસરોનો લાભ ઉઠાવી રહ્યા હતા. પરંતુ હવેથી ત્યાંનો એક પણ નાગરિક અમેરિકાના સ્વતંત્ર સમાજના અવસરોનો ફાયદો નહીં ઉઠાવી શકે. ઈરાનની જનતા તેમના દેશના શાસનના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે હેરાન થઈ રહી છે. અમેરિકાએ આ જાહેરાત ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની અને અધિકારીઓને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રમાં ભાગ લેવા માટે અસ્થાયી વિઝા અપાયા બાદ કરી છે. શરૂઆતમાં સ્પષ્ટતા નહોતી કરાઈ કે ઈરાનના નેતાઓને સત્રના સમયે અમેરિકામાં પ્રવેશ કરવાનો અધિકાર આપવામાં આવશે કે નહીં. 

અરામકો હુમલા માટે ઈરાનને દોષી માનવામાં આવ્યું 

  • આ પહેલા અમેરિકા અને અન્ય દેશોએ સાઉદી અરબમાં ઓઈલ કંપની પર હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું હતું. તો બીજી તરફ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઈએ ગત સપ્તાહે કહ્યું હતું કે, જ્યાં સુધી તેમની પર લગાવાયેલા પ્રતિબંધો હટાવાશે નહીં ત્યાં સુધી તેમની સરકાર ટ્રમ્પ પ્રશાસન સાથે વાતચીત નહીં કરે.
  • 2015 ઓબામા પ્રશાસનના સમયમાં ઈરાન અને ઘણા અન્ય દેશોએ પરમાણું કરાર કર્યા હતા. પરંતુ ટ્રમ્પ સરકારે પોતાને કરારમાંથી અલગ કરીને ઈરાન પર ઘણા પ્રતિબંધો લગાવી દીધા હતા. ત્યારબાદથી જ ઈરાન અમેરિકા સાથે ચર્ચા કરવા માટે ઈન્કાર કરી રહ્યું છે.
  • અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે, ઈરાની અધિકારી અને તેમના પરિવારના સભ્યોએ ઘણા વર્ષો સુધી અમેરિકાની સ્વતંત્રતા અને સમૃદ્ધિનો ફાયદો ઉઠાવ્યો તો બીજી તરફ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઈને કહ્યું હતું કે,જ્યાં સુધી પ્રતિબંધ નહીં હટાવાય અમેરિકા સાથે કોઈ ચર્ચા નહીં કરીએ