તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રમ્પ મેક્સિકો બોર્ડર પર દીવાલ જોવા પહોંચ્યા, દીવાલ પર સહી કરી અને કહ્યું- કોઇ લાંઘી નહિ શકે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડોનાલ્ડ ટ્ર્મ્પે આશા જાહેર કરી કે આ બોર્ડર પર 800 કિ.મી લાંબી દીવાલ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઇ જશે
  • ટ્રમ્પે પ્રવાસીઓ માટે કહ્યું હતું- અમારો દેશ ભરાઇ ગયો છે, પાછા જતા રહો

વોશિન્ગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે મેક્સિકો બોર્ડર પર બની રહેલી દીવાલનો એક ભાગ જોવા પહોંચ્યા હતા. અહીં ટ્રમ્પે કામગીરીનો રિપોર્ટ જોયો અને દીવાલ પર સહી પણ કરી હતી. આ દરમિયાન તેમણે દીવાલ તરફ ઇશારો કરીને કહ્યું કે આ દીવાલની ઉંચાઇ એટલી છે કે કોઇ તેને લાંઘી નહીં શકે.
ટ્રમ્પે આશા જાહેર કરી છે કે ગેરકાયદે ઘૂસતા પ્રવાસીઓને રોકવા માટે બની રહેલી આ 800 કિ.મી લાંબી દીવાલ આવતા વર્ષે પૂરી થઇ જશે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2020માં થશે. આવામાં ટ્રમ્પની યોજના છે કે જલદીથી દીવાલનું કામ પૂરુ થાય જેથી ચૂંટણીમાં ફાયદો મળી શકે.
અમારો દેશ ભરાઇ ગયો છે, પાછા જતા રહો- ટ્રમ્પ
આ વર્ષે એપ્રિલમાં ટ્રમ્પે અમેરિકાની બોર્ડર પર તહેનાત બોર્ડર પેટ્રોલ એજેન્ટ્સ સાથે કૈલેક્સિકો શહેરમાં મુલાકાત કરી હતી. અહીં ટ્રમ્પે કહ્યું હતું કે પ્રવાસીઓની સમસ્યા અમારી સિસ્ટમ પર ભારે પડી રહી છે અને અમે આવુ થવા નહીં દઇએ.ત્યારબાદ પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા આખો ભરાઇ ગયો છે અને અમે હવે અહીં વધારે લોકોને નહીં રાખી શકીએ. તેથી સારુ એ રહેશે કે તમે પાછા જતા રહો.
ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય કટોટકી લગાવી હતી
દીવાલના નિર્માણ માટે અરબો ડોલરની માંગને લઇને ફેબ્રુઆરીમાં ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી હતી. આ જાહેરાત અંતર્ગત નવી દીવાલના આંશિક નિર્માણની શરુઆત માટે  નશા વિરોધી અભિયાન માટે ફાળવેલા ફન્ડનો ઉપયોગ કરવાનો નિર્દેશ કર્યો હતો. દીવાલ બનાવવા માટે રક્ષા મંત્રાલયે 2.5 અરબ ડોલરનું ફન્ડ જાહેર કર્યું હતું. 1 અરબ ડોલર માર્ચમાં જાહેર થયા હતા જ્યારે 1.5 અરબ ડોલર રક્ષા મંત્રાલયે મે મહિનામાં આપ્યા હતા.