વર્લ્ડ ઇકોનોમિક ફોરમ / ટ્રમ્પે કહ્યું- અમેરિકા એવી આર્થિક તેજીના મધ્યમાં જેવી દુનિયાએ પહેલા ક્યારેય જોઇ નથી

અગાઉ UNની વાર્ષિક બેઠકમાં ટ્રમ્પને જોઇને ગ્રેટા થનબર્ગે મોં મચકોડ્યું હતું, ટ્રમ્પ-થનબર્ગની ફાઇલ તસવીર
અગાઉ UNની વાર્ષિક બેઠકમાં ટ્રમ્પને જોઇને ગ્રેટા થનબર્ગે મોં મચકોડ્યું હતું, ટ્રમ્પ-થનબર્ગની ફાઇલ તસવીર

  • ટ્રમ્પે કહ્યું- તેમની સરકાર આવ્યા બાદ અમેરિકામાં 1.1 કરોડ લોકોને નોકરીઓ મળી
  • વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ પણ સામેલ થઇ
  • ગત વર્ષે UN મહાસભાની વાર્ષિક બેઠકમાં થનબર્ગ અને ટ્રમ્પનો સામનો થયો હતો

Divyabhaskar.com

Jan 21, 2020, 06:04 PM IST

દાવોસ: સ્વિત્ઝર્લેન્ડમાં દાવોસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 50મી સમિટ મંગળવારે શરૂ થઇ ગઇ. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે અમેરિકા એવી આર્થિક તેજીના મધ્યમાં છે જેવી દુનિયાએ પહેલા ક્યારેય જોઇ નથી. અમેરિકન્સનું સપનું પૂરું થઇ રહ્યું છે. આજે અમેરિકાની મિડલ ક્લાસ ફેમિલી વધુ સારી સ્થિતિમાં છે. તેમણે છેલ્લી વખત બે વર્ષ પહેલા દાવોસ સમિટમાં સંબોધન કર્યું હતું. ટ્રમ્પ અનુસાર તેમની સરકાર આવ્યા બાદ 1.1 કરોડ લોકોને નોકરીઓ મળી છે. દેશમાં એવરેજ બેરોજગારી દર પહેલાથી ઘણો ઓછો થયો છે. આવુ કોઇ પણ અન્ય અમેરિકાન રાષ્ટ્રપતિના કાર્યકાળમાં નથી થયું. ચીન સાથે ટ્રેડ ડીલને લઇને તેમણે કહ્યું કે અમેરિકા-ચીન વચ્ચે બીજી ટ્રેડ ડીલની શરૂઆત ટૂંક સમયમાં થશે. ચીન સાથે આપણા સંબંધ ક્યારેય સારા નથી રહ્યા.

થનબર્ગ પણ સમિટમાં સામેલ
સમિટમાં સ્વીડનની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ પણ સામેલ થઇ છે. તે આબોહવા પરિવર્તન અંગે સંદેશ આપી શકે છે. ગત વર્ષે UNમાં ટ્રમ્પને જોઇને મોં મચકોડતી થનબર્ગની તસવીર વાયરલ થઇ હતી. હવે ફરી બન્નેનો સામનો થઇ શકે છે. દાવોસમાં 21થી 24 જાન્યુઆરી સુધી ચાલનારા આ સમ્મેલનમાં દુનિયાભરના રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને જાણીતા ચહેરા પહોંચ્યાં. ભારત તરફથી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સામેલ થઇ રહ્યા છે. આ સમ્મેલનમાં પર્યાવરણ અને આર્થિક સંકટ પર ચર્ચા થશે. ઘણી સરકારો આબોહવા પરિવર્તનને લઇને લોકોમાં જાગૃતિ લાવવામાં અસફળ રહી છે જ્યારે થનબર્ગ યુવાઓ માટે પ્રેરણા બનીને ઉભરી છે.

ગ્રેટા-ટ્રમ્પ વચ્ચે ટ્વિટર વોર
થનબર્ગ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે કે નહીં તેની સત્તાવાર જાણકારી નથી. છેલ્લા અમુક સમયમાં બન્ને વચ્ચે ટ્વિટર પર ખેંચતાણ થઇ હતી. ગ્રેટાને અમેરિકાની ટાઇમ મેગેઝીને 2019ના પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું- ખૂબજ હાસ્યાસ્પદ, ગ્રેટાને તેના ગુસ્સા પર કાબૂ મેળવવો જોઇએ અને મિત્રો સાથે જૂની ફેશનેબલ મુવી જોવી જોઇએ. ચિલ ગ્રેટા.

ટ્રમ્પના ટ્વિટ બાદ ગ્રેટાએ તેના ટ્વિટરનું બાયો બદલી નાખ્યું અને લખ્યું- ''પોતાના એન્ગર મેનેજમેન્ટ પર કામ કરી રહેલી એક ટીનએજર.અત્યારે ચિલ કરી રહી છું અને એક મિત્ર સાથે જૂની ફેશનેબલ મુવી જોઇ રહી છું ''. ગત વર્ષે મહાસભાની વાર્ષિક બેઠક દરમિયાન UN મુખ્યાલયમાં જ્યારે ટ્રમ્પ અને તેમની ટીમ સભામા આવી ત્યારે ગ્રેટા નારાજ જણાઇ હતી. ગ્રેટાની આ તસવીર ત્યારે ખૂબ વાયરલ થઇ હતી.

અભિનેત્રી દીપિકા પાદૂકોણને દાવોસની બેઠકમાં ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. માનસિક સ્વાસ્થ્યને લઇને કરવામાં આવેલા પ્રશંશનીય કાર્યો બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની શરૂઆત 1971માં થઇ
તેનો ઉદ્દેશ્ય વેપાર, રાજકારણ, શિક્ષણ અને અન્ય ક્ષેત્રના નેતાઓને એક મંચ પર લાવીને ઔદ્યોગિક દિશા નક્કી કરવાનો છે. ગત સપ્તાહે પ્રકાશિત ફોરમના ગ્લોબલ રિસ્ક રિપોર્ટમાં ચેતવણી અપાઇ હતી કે સદીના અંત સુધીમાં તાપમાન ઓછામાં ઓછું 3 ડિગ્રી સેલ્સિયશ સુધી વધી શકે છે.

X
અગાઉ UNની વાર્ષિક બેઠકમાં ટ્રમ્પને જોઇને ગ્રેટા થનબર્ગે મોં મચકોડ્યું હતું, ટ્રમ્પ-થનબર્ગની ફાઇલ તસવીરઅગાઉ UNની વાર્ષિક બેઠકમાં ટ્રમ્પને જોઇને ગ્રેટા થનબર્ગે મોં મચકોડ્યું હતું, ટ્રમ્પ-થનબર્ગની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી