મુલાકાત / 24 જૂને ભારત આવશે અમેરિકી વિદેશ મંત્રી પોમ્પિયો, હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાના મુદ્દે ચર્ચા થશે

There will be a discussion on security issues in the US Foreign Minister Pompey, India-India on June 24

  • માઈક પોમ્પિયો 24થી 30 જૂન સુધી હિંદ-પ્રશાંત દેશોની મુલાકાતે
  • મુલાકાત પહેલાં પોમ્પિયોએ ભારત-અમેરિકી સંબંધોને બંને દેશ માટે મહત્વના ગણાવ્યાં

Divyabhaskar.com

Jun 11, 2019, 01:06 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો 24 જૂને ભારત જશે. અહીંથી સુરક્ષાના મુદ્દે અનેક અધિકારીઓ સાથે વાતચીત કરશે. પોમ્પિયો 24થી 30 જૂન સુધી હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં આવતા દેશોની મુલાકાતે કરશે. તેઓ સૌ પહેલાં ભારત જ આવશે. જે બાદ તેઓ શ્રીલંકા, જાપાન અને દક્ષિણ કોરિયા જશે.

મુલાકાત પહેલાં ભારતીય વેપારીઓને મળશે પોમ્પિયોઃ મુલાકાત પહેલાં પોમ્પિયોએ રિપોટર્સ સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભારત અને અમેરિકાના સંબંધો બંને દેશો માટે ઘણાં મહત્વના છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની હિંદ-પ્રશાંત નીતિ માટે ભારત અલગ સ્થાન ધરાવે છે. તેથી મુલાકાતના બે સપ્તાહ પહેલાં જ તૈયારી માટે ભારતીય બિઝનેસ લીડર્સ સાથે ચર્ચા કરીશ."

ચીનની વધતી પ્રવૃતિઓને લઈને અમેરિકામાં ચિંતાઃ પોમ્પિયોએ કહ્યું, "આ મહત્વની તક હશે જ્યારે હું આ અંગે વાત કરી શકીશ કે બન્ને દેશ(ભારત-અમેરિકા) કયા પ્રકારે આર્થિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. આ ઉપરાંત આવનારા સમયમાં બન્ને દેશો આ સંબંધોને મજબૂત કરવા માટે શું કરી શકે છે" જો કે, હિંદ-પ્રશાંતમાં ચીનની વધતી પ્રવૃતિઓને કારણે અમેરિકા પણ આ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ બનાવવા માગે છે. જેના કારણે ભારતને મહત્વ આપતા તેમને પ્રશાંત કમાંડને હિંદ-પ્રશાંત કમાંડ નામ આપ્યું હતું.

પોમ્પિયો વડાપ્રધાન મોદીના સત્તામાં આવ્યા બદ પહેલી વખત ભારત આવશે. જોકે ગત સપ્તાહે જ અમેરિકાના રાજકીય સૈન્ય મામલાના મંત્રી ક્લાર્ક કુપર ભારત પ્રવાસે આવ્યા હતા. તેમણે અહીં રક્ષા ક્ષેત્રે નિકાસ અંગે ઘણા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

ભારત-અમેરિકા વચ્ચે તણાવ ઓછો કરવા પર નજર રખાશેઃ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં છેલ્લા ઘણા સમયથી તણાવ જોવા મળ્યો હતો. તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરેંસેજ (GSP)થી બહાર કરવાનો નિર્ણય કર્યો હતો. GSP હેઠળ ભારત જે પ્રોડક્ટ અમેરિકાને મોકલે છે તેની પર આયાત વેરો લગાતો નથી. જો કે અમેરિકાનો આરોપ છે કે ભારત અમેરિકાની પ્રોડક્ટ પર ભારે ટેક્સ વસૂલે છે. જેનાથી તેને નુકસાન થાય છે.

આ ઉપરાંત ભારતના રશિયાથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા પર પણ અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી હતી. રક્ષા ક્ષેત્રમાં રશિયા સાથે કરાર કરવા પર અમેરિકાએ ભારતને પ્રતિબંધ લગાડવાની ધમકી પણ આપી હતી. સાથે જ ઈરાન અને વેનેઝુએલાથી તેલના ટેક્સ પર પણ અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો છે.

X
There will be a discussion on security issues in the US Foreign Minister Pompey, India-India on June 24
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી