તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહીં ચૂંટણીમાં લગભગ 100 ટકા મતદાન, માત્ર એક ઉમેદવાર ચૂંટણી લડે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર કોરિયાની સ્થાનિક ચૂંટણીમાં રવિવારે લગભગ 100 ટકા મતદાન થયું
  • નેતા કિમ જોંગ ઉને રવિવારે મતદાન કર્યુ, બેલેટ પેપરથી થાય છે મતદાન

ઉત્તર કોરિયામાં ચૂંટણીની વાત સાંભળીને સૌ કોઇ હેરાન થઇ જાય છે. અહીં ચૂંટણી માત્ર એક રાજકીય રિવાજ છે જેમાં ઉમેદવારોને ક્યારેય કોઇ પણ પ્રકારની પ્રતિસ્પર્ધાનો સામનો કરવો નથી પડતો.  ચૂંટણી દ્વારા કિમ શાસન પ્રત્યે વફાદાર ઉમેદવાર બહુમત મેળવવાનો દાવો રજૂ કરી શકે છે.

આ વર્ષે ઉત્તર કોરિયામાં 99.98 ટકા મતદાન નોંધાયું છે જે 2015ની સરખામણીએ 0.01 ટકા વધારે છે.  અહીંની સરકારી એજન્સી કેસીએનના રવિવારના રિપોર્ટ પ્રમાણે જે લોકો વિદેશી યાત્રા પર હોય અથવા બીજા દેશોમાં કામ કરી રહ્યા હોય તેઓ વોટ નથી કરી શક્યાં.  બીમાર અને વૃદ્ધોએ પણ બેલેટ બોક્સથી મતદાન કર્યું.

ઉત્તર કોરિયામાં દર ચાર વર્ષે સ્થાનીય ચૂંટણી યોજાય છે જેમાં પ્રાંત, શહેર અને વિધાનસભાઓ માટે પ્રતિનિધિ પસંદ કરવામાં આવે છે. એક રાજકીય પાર્ટીની વ્યવસ્થા વાળા ઉત્તર કોરિયામાં 99 ટકા મતદારોએ વોટીંગ કર્યું અને સૌએ નિર્વિરોધ ઉભા રહેલા ઉમેદવારના પક્ષમાં મતદાન કર્યું.

ઉત્તર કોરિયામાં કેવી રીતી ચૂંટણી થાય છે ?

અહીં કોઇ વિચારધારાની લડાઇ નથી અને ઉમેદવારો વચ્ચે કોઇ પ્રતિસ્પર્ધા પણ નથી. જાણકારો પ્રમણે ચૂંટણી માત્ર અમુક સમૃદ્ધ અને શક્તિશાળી લોકો માટે થાય છે.

બ્રિટીશ રાજકારણી અને ટોકિંગ ટુ નોર્થ કોરિયા પુસ્તકના લેખક ગ્લેન ફોર્ડ જણાવે છે, ઉત્તર કોરિયામાં 17ની ઉમરમાં નાગરિકો માટે મતદાન અનિવાર્ય છે. જે નાગરિક વિદેશ યાત્રા પર હોય તેમનેજ છૂટ મળે છે. મતદાન કેન્દ્રમાં જતા જ તમને એક પેપરશીટ મળે છે જેમાં માત્ર એક જ ઉમેદવારનું નામ હોય છે. ફોર્ડ ઉત્તર કોરિયાનો લગભગ 50 વખત પ્રવાસ કરી ચૂક્યા છે અને પ્યોંગયાંગમાં ચૂંટણી પ્રક્રિયાને ખૂબ નજીકથી જોઇ છે.

ત્યારબાદ મતદારોને એક પેન અથવા પેન્સિલ આપવામાં આવે છે અને તેમનો નિર્ણય લખવાનું કહેવામાં આવે છે. ફોર્ડ પ્રમાણે તમને ઉમેદવારના નામ સામે સાચું અથવા ક્રોસનું નિશાન કરવાનું હોય છે. મતલબ કે તમે તે ઉમેદવારના પક્ષમાં છો કે વિરુદ્ધ. જો ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારને નાપસંદ કવરામાં આવે તો તેના સ્થાને  બીજા ઉમેદવારના નામ સાથે ફરી ચૂંટણી કરાવવામાં આવે છે.

પરંતુ ઉત્તર કોરિયામાં ચૂંટણી માત્ર એક ભ્રમ છે. હકીકતમાં અહીં લોકો પાસે કોઇ વિકલ્પ નથી હોતો. રાજ્ય દ્વારા ઉભા રખાયેલા ઉમેદવારના નામ સામે ક્રોસનું નિશાન લગાવવાની હિંમત લગભગ કોઇનામાં નથી હોતી. જો કોઇ આવુ કરે તો તેને ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે. ફોર્ડ કહે છે કે મેં અધિકારીઓ પાસેથી એ જાણવાની કોશિષ કરી હતી કે શું કોઇ ઉમેદવાર અહીં નાપસંદ થાય છે? તેનો મને કોઇ ગંભીર જવાબ ન મળી શક્યો. કોઇ પણ ચૂંટણીના પરિણામ પહેલાથી નક્કી હોય છે. યૂંટણીમાં 99 ટકા મતદાન થાય ચે અને ઉમેદવારને એકમતથી બધા વોટ મળી જાય છે.     

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો