તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતરિક્ષથી દેખાઈ સંક્રમણથી મૃત્યુ પામેલાની કબરો, અત્યાર સુધીમાં 514 લોકોએ જીવ ગુમાવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોમના બેહશત-એ-મશોમેહ કબ્રસ્તાનની સેટેલાઈટથી તસ્વીર લેવામાં આવી. દાવો છે કે તેમા દેખાતો સફેદ હિસ્સો કોરોના વાઈરસથી મરનારની કબરો છે - Divya Bhaskar
કોમના બેહશત-એ-મશોમેહ કબ્રસ્તાનની સેટેલાઈટથી તસ્વીર લેવામાં આવી. દાવો છે કે તેમા દેખાતો સફેદ હિસ્સો કોરોના વાઈરસથી મરનારની કબરો છે
 • વોશિંગ્ટન પોસ્ટે સેટેલાઈટ તસ્વીર મારફતે દાવો કર્યો- 100 એકરમાં બનેલુ છે કબ્રસ્તાન
 • ઈરાનમાં કોરોનાનો પ્રથમ કેસ કૌમ શહેરમાં સામે આવ્યો હતો, ત્યાં 10 હજારથી વધારે લોકોમાં કોરોનાની પૃષ્ટિ

નવી દિલ્હી/તેહરાનઃ ચીન અને ઈટાલી બાદ ઈરાન ત્રીજો એવો દેશ છે કે જ્યાં કોરોના વાઈરસની સૌથી વધારે અસર થઈ છે. અત્યાર સુધીમાં ઈરાનમાં 514 લોકોના મોત થયા છે. આ આંકડો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. દરમિયાન એક સેટેલાઈટ તસ્વીર સામે આવી છે. અંતરિક્ષમાંથી લેવામાં આવેલી આ તસ્વીરમાં કબરો દેખાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મેક્સાસ ટેકનોલોજી તરફથી પ્રકાશિત આ સેટેલાઈટ તસ્વીરને વોશિંગ્ટન પોસ્ટએ તેના સમાચારનો આધાર બનાવ્યો છે. આ સમાચાર પ્રમાણે કબરો કૌમ શહેરના બેહશત-એ-મશોમેહ કબ્રસ્તાનની છે. 21 ફેબ્રુઆરીથી નવી કબરો ખોદવાનું શરૂ થયું છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં 100 એકરની જગ્યા કબ્રસ્તાન બની ગયું છે.
સેટેલાઈટ તસ્વીરોમાં દેખાય છે કે સંક્રમણ વધવા સાથે કબરોની સંખ્યા પણ વધી રહી છે. અહેવાલ પ્રમાણે ઓક્ટોબરમાં લેવામા આવેલી તસ્વીરમાં આ વિસ્તાર બિલકુલ ખાલી હતો. તે સમયે એક હિસ્સામાં 10 ટકાથી પણ ઓછા લોકોને દફન કરવામાં આવ્યા હતા, પણ માર્ચની શરૂઆતમાં આ જગ્યા સંપૂર્ણપણે ભરાઈ ગઈ હતી. હવે કબ્રસ્તાનના બીજા હિસ્સામાં પણ કબરનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.

કબર ખોદવાનો વિડિયો સામે આવ્યો
બીબીસી ઈરાને સેટેલાઈટ તસ્વીરોની પુષ્ટિ કરતો એક વિડિયો જારી કર્યો છે. વીડિયોમાં બેહશત-એ-મશોમેહ કબ્રસ્તાનમાં કેટલાક કોલો જેકેટ પહેરીને ઝડપભેર કબરો ખોદતા દેખાય છે. તેમા એક વ્યક્તિ એમ કહેતો દેખાય છે કે તે આ ભાગ કોરોનાગ્રસ્તો માટે છે. અન્ય એક વીડિયોમાં રહેલો કર્મચારી કહે છે કે કોરોનાને લીધે 250 લોકો માર્યા ગયા. આગળ નવી બનેલી કબરોને પણ તે દર્શાવે છે. થોડા સમયમાં જ આ લોકોને દફનાવવામાં આવ્યા છે.

મેક્સાર ટેકનોલોજીસ તરફથી જારી સેટેલાઈટ તસ્વીર
મેક્સાર ટેકનોલોજીસ તરફથી જારી સેટેલાઈટ તસ્વીર

કૌમમાં મળ્યો હતો પહેલો કેસ
ઈરાનમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ કૌમ શહેરમાંથી આવ્યો હતો. અત્યાર સુધીમાં અહીં 10 હજારથી વધારે લોકોના કોરોનાને લીધે મોત થયાની પુષ્ટી થઈ છે. અહીં 8 કરોડની વસ્તી છે. ઉપરાષ્ટ્રપતિ સહિત લગભગ બે ડઝન કરતા વધારે સરકારી અધિકારીઓ કોરોનાની અસર છે. મૃતકોમાં અહીંના કેટલાક સાંસદ, એક ભૂતપુર્વ રાજદ્વારી તથા રાષ્ટ્રપતિના સલાહકારનો સમાવેશ થાય છે.

ઈરાનના કૌમ શહેરનો એરિયલ વ્યૂ, જ્યાં કોરોના વાઈરસથી સૌથી વધારે કેસ સામે આવ્યા છે
ઈરાનના કૌમ શહેરનો એરિયલ વ્યૂ, જ્યાં કોરોના વાઈરસથી સૌથી વધારે કેસ સામે આવ્યા છે

મૃતકોનો આંક છૂપાવે છે સરકાર
અહેવાલમાં નિષ્ણાતોને ટાંકી એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન સરકાર મૃતકોની ખરી સંખ્યા કહી રહી નથી. મેક્સાર ટેકનોલોજીના એક વરિષ્ઠ ઈમેજરી એનાલિસ્ટે વોશિંગ્ટન પોસ્ટને કહ્યું છે કે બેહશત-એ-મશોમેહમાં જે કંઈ થઈ રહ્યુ છે તે ખૂબ જ અલગ છે. નિષ્ણાતોએ કહ્યુ છે કે સમૂહિક કબરોથી પેદા થતી દુર્ગંધને છૂપાવવા માટે ચૂનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો