ભાસ્કર વિશ્લેષણ / ભારતની વિશ્વકપ જીતવાની શક્યતા સૌથી વધુ 66%, બીજું દાવેદાર ઈંગ્લેન્ડ

The probability of winning the World Cup is  66%, the second contender England
X
The probability of winning the World Cup is  66%, the second contender England

  • જાણો કોણ થઈ શકે છે આ વખતે ક્રિકેટમાં વિશ્વવિજેતા 
  • હાલનું ફોર્મ, મોટી ટુર્નામેન્ટ અને ઈંગ્લેન્ડમાં પ્રદર્શનના આધારે ભારત સૌથી મજબૂત 
     

DivyaBhaskar.com

Jun 02, 2019, 08:18 PM IST

અયાઝ મેમણ,ક્રિકેટ એક્સપર્ટ:  ભારત અને ઈંગ્લેન્ડની દાવેદારી આ વિશ્વકપમાં સૌથી મજબૂત દેખાઈ રહી છે. આ બંને ટીમનું હાલનું પ્રદર્શન, મોટી મેચોમાં જીત તેમજ બંને ટીમનો ઈંગ્લેન્ડની પિચો પર રમવાનો અનુભવ- આ ત્રણ માપદંડના આધારે નક્કી કરી શકાય કે કયા દેશની ટીમની જીતવાની શક્યતા સૌથી વધારે છે. આ ત્રણેય માપદંડ પર રેકોર્ડ્સ જોઈએ તો ભારતની દાવેદારી સૌથી વધુ 66% છે, જ્યારે ઈંગ્લેન્ડ 64% શક્યતા સાથે બીજું સૌથી મોટું દાવેદાર છે. દક્ષિણ આફ્રિકા આ ક્રમમાં 50% સાથે ત્રીજું છે. ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો છેલ્લાં કેટલાંક વર્ષોમાં તે સતત સારું પ્રદર્શન કરતી ટીમ બનીને ઊભરી છે.

ટીમ ઈન્ડિયા 2011નો વિશ્વકપ જીતી, પછી 2015 વિશ્વકપમાં સેમી ફાઈનલમાં પહોંચી. આ ઉપરાંત છેલ્લી બે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી એક જીત મેળવી અને એકની ફાઈનલમાં પહોંચી. આ સફળતા દર્શાવે છે કે ભારત એક મજબૂત ટીમ છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. તેને હોમગ્રાઉન્ડનો પણ ફાયદો મળશે. છેલ્લા આશરે દોઢ વર્ષમાં તેમણે 68% મેચ જીતી છે. એક જમાનામાં કહેવાતું હતું કે, ડચ ફૂટબોલ ટીમ ટોટલ ફૂટબોલ રમે છે. આજે આ સ્થિતિ ઈંગ્લેન્ડમાં છે. તેઓ ટોટલ ક્રિકેટ રમી રહ્યા છે. તેમની પાસે બધા જ સારા બેટ્સમેન છે, કોઈ પૂંછડીઆ નથી. જ્યારે ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ શમી, બુમરાહ, કુલદીપ, ચહલ વગેરે નબળા બેટ્સમેન છે. 

આ વિશ્વકપમાં ત્રણ વાત અત્યંત મહત્ત્વની છે. પહેલી- છેલ્લા દોઢ વર્ષમાં તમામ ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. બીજી- મોટી ટુર્નામેન્ટની વાત છે તો મોટી-મોટી ટીમોનું પ્રદર્શન કેવું રહે છે. ત્રીજી- ઈંગ્લેન્ડમાં કઈ ટીમનું પ્રદર્શન સારું રહે છે. અમે આ ત્રણેય બાબત પર આઈસીસી રેન્કિંગની ટોપ 6 ટીમનું વિશ્લેષણ કર્યું છે.

ભારત ત્રણ બાબતોના આધારે ચેમ્પિયન બની શકે છે

1. હાલમાં પ્રદર્શન કેવું રહ્યું?

આ મામલામાં સૌથી સફળ ઈંગ્લેન્ડ 

1 જાન્યુઆરી 2018થી 29 મે 2019 સુધી
 

ટીમ મેચ જીત હાર સફળતા
ઈંગ્લેન્ડ 35 24 8 68.50%
ભારત 33 22 9 66.60%
દ. આફ્રિકા 27 17 10 62.90%
ન્યુઝીલેન્ડ 24 15 8 62.50%
ઓસ્ટ્રેલિયા 26 11 15 42.30%
પાકિસ્તાન 33 10 21 30.30%

 

2. મોટી મેચોમાં કેવું પ્રદર્શન છે?

મોટી મેચોમાં સૌથી સારી ટીમ ઈન્ડિયા

ગયા બે વિશ્વ કપ, 2 ચેમ્પિયન્સ ટ્રોફી

 

ટીમ મેચ જીત હાર સફળતા
ઈંગ્લેન્ડ 22 11 10 50.00%
ભારત 27 22 4 81.40%
દ. આફ્રિકા 22 12 9 54.50%
ન્યુઝીલેન્ડ 23 14 7 60.80%
ઓસ્ટ્રેલિયા 21 11 6 52.30%
પાકિસ્તાન 23 14 9 60.80%

3. ઈંગ્લેન્ડમાં કેવું છે પ્રદર્શન?

ઈંગ્લેન્ડને મળી રહ્યો છે હોમ ગ્રાઉન્ડનો લાભ 

2015 વિશ્વ કપ પછીથી 29 મે 2019
 

ટીમ મેચ જીત હાર સફળતા
ઈંગ્લેન્ડ 47 34 9 72.30%
ભારત 8 4 4 50.00%
દ. આફ્રિકા 6 2 4 33.30%
ન્યુઝીલેન્ડ 8 2 5 25.00%
ઓસ્ટ્રેલિયા 13 3 8 23.00%
પાકિસ્તાન 15 5 9 33.30%
4. અને હવે વિશ્વ કપ જીતવાની આશા

આ આધારે દ. આફ્રિકા અને ન્યુઝીલેન્ડ પણ મોટા દાવેદાર

(ત્રણેય ટેબલની સફળતાની સરેરાશ દર)
 

ટીમ વર્તમાન મોટી ટુર્ના. ઈંગ્લેન્ડમાં હવે આશા
ઈંગ્લેન્ડ 68% 50% 72% 64%
ભારત 67% 81% 50% 66%
દ. આફ્રિકા 63% 54% 33% 50%
ન્યુઝીલેન્ડ 62% 61% 25% 49%
ઓસ્ટ્રેલિયા 42% 52% 23% 39%
પાકિસ્તાન 30% 61% 33% 41%
5. આ છે સૌથી સફળ ખેલાડી

છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ રન ભારતીય ખેલાડીઓએ બનાવ્યા છે

  • છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-5 બેટ્સમેનમાં ભારતના ત્રણ છે. તેમાં 56 મેચમાં 3631 રનની સાથે વિરાટ કોહલી પહેલા નંબરે છે. ત્યાર પછી રોહિત શર્મા, રોસ ટેલર, જો રૂટ અને શિખર ધવન છે. 
  • બોલિંગમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી સફળ અફઘાનિસ્તાનના રાશિદ ખાન છે. તેમણે 43 મેચમાં 98 વિકેટ લીધી છે. ત્યાર પછી ટ્રેન્ટ બોલ્ટ, કુલદીપ યાદવ, અબ્દુલ રશીદ અને બુમરાહ છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી