યુએસ / હવામાંજ ફેલ થયું પ્લેનનું એન્જિન, ધીમે ધીમે તે લાલ થવા લાગ્યું અને પેસેન્જર ડરવા લાગ્યાં

એન્જિનમાં થયેલા ભડકાનો વીડીયોમાંથી લેવાયેલો ફોટો
એન્જિનમાં થયેલા ભડકાનો વીડીયોમાંથી લેવાયેલો ફોટો

  • ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ સોમવારે એટલાન્ટાથી બાલ્ટીમોર જઇ રહી હતી ત્યારે થઇ દુર્ઘટના
  • ઘટના બાદ નોર્થ કેરોલિનાના રાલીમાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું

Divyabhaskar.com

Jul 11, 2019, 05:34 PM IST

તમે હજારો ફુટ ઉંચે ફ્લાઇટમાં હો ત્યારે અમુક દ્રષ્યો નજર સામે ક્યારે જોવા નહીં ઇચ્છો. જોકે સોમવારે મુસાફરોએ ડેલ્ટા ફ્લાઇટમાં જે જોયું તેનાથી તેમનો જીવ તાળવે ચોંટી ગયો હતો.એક ધાતુનો ટૂકડો ફેલ થયેલા એન્જીનની અંદર દડાની જેમ ફરતો હતો! થોડી વારમાં આગ લાગે અને જેમ ટ્રાન્સફોર્મર્સની ગનની અંદરથી બુલેટ છૂટવાની હોય અને લાલ ચટ્ટાકો સામે આવે તેમ અંદર કેસરી રંગનો ભડકો એક નિર્ધારિત આકારમાં ફરતો દેખાયો.આ ઘટનાને અમુક લોકોએ વીડીયોમાં કેદ કરી લીધી હતી. આ ટ્વીટમાં જૂઓ તે ઘટનાનો વિડિઓ.

અમેરિકન એરલાઇન્સ ડેલ્ટાની આ ફ્લાઇટ સોમવારે એટલાન્ટાથી બાલ્ટીમોર જઇ રહી હતી જેમાં 148 પેસેન્જર સવાર હતાં. અચાનક અમુક પેસેન્જર્સને ધડાકો સંભળાયો અને સૌ કોઇ ચોંકી ઉઠ્યાં. એવરી પોર્શ નામની પેસેન્જરે કહ્યું, '' ધડાકો સાંભળ્યા પછી અમને કેબિનમાં ધુમાડો આવતો દેખાયો. ત્યારે અમને અત્યંત ગભરાટ થવા લાગ્યો. ત્યારે પ્લેન ધીમું પડી ગયું અને અંદર ગરમી થવા લાગી હતી. ''

એવરીના મિત્ર ટાયર ક્રુગરે તેના ઘરે મેસેજ કરીને આઇ લવ યુ લખીનો મોકલી આપ્યું. તે કદાચ ગંભીર પરિણામની અપેક્ષા કરી રહ્યો હતો. ડેલ્ટા એરલાઇન્સે આ ઘટના અંગે કહ્યું જ્યારે એરક્રાફ્ટના એન્જીનમાં ખામી દેખાતા ફ્લાઇટ 1425ને ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. અગાઉ એક નિવેદનમાં કંપનીએ એન્જીન ફેલ થવાને એક 'સંભવિત ઘટના' જણાવી હતી. જો કે આ ઘટનાથી મુસાફરો કેટલા ખતરામાં હતા તેમજ શેના લીધે આ ઘટના થઇ તેના વિશે કંપનીએ કોઇ નિવેદન આપ્યું નથી.


બ્લૂમબર્ગ પ્રમાણે જે એરક્રાફ્ટમાં આ ઘટના થઇ તે MD-88 જે આ કંપનીમાં સૌથી જૂનું એરક્રાફ્ટ છે અને આગલા વર્ષે તેની સેવા બંધ થવાની છે.

X
એન્જિનમાં થયેલા ભડકાનો વીડીયોમાંથી લેવાયેલો ફોટોએન્જિનમાં થયેલા ભડકાનો વીડીયોમાંથી લેવાયેલો ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી