બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મહત્ત્વપૂર્ણ ચૂંટણી, તેનાથી બ્રિટનનું આર્થિક અને સામાજિક ભવિષ્ય નક્કી થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનની ફાઇલ તસવીર.
 • 1923 પછી હવે એવો સમય આવ્યો છે જ્યારે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ રહી છે
 • બ્રેક્ઝિટ ડીલ પસાર ન કરાવી શકતા સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીએ દાવ રમ્યો
 • આ વખતે ચૂંટણીથી નક્કી થશે કે બ્રિટનનો સંબંધ યુરોપ સાથે રહેશે કે તૂટશે

લંડન: બ્રિટનમાં ગુરુવારે યોજાનાર સામાન્ય ચૂંટણી માટેનું પ્રચાર અભિયાન બુધવારે સમાપ્ત થઈ ગયું. જોકે નક્કી સમય અનુસાર મે 2022માં ચૂંટણી યોજાવાની હતી પણ બ્રેક્ઝિટ ડીલ પસાર ન કરાવી શકતા સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીએ આ દાવ રમ્યો હતો. જોનસનની પાર્ટી તેના માધ્યમથી હાઉસ ઓફ કોમન્સમાં મજબૂત થશે. 1923 પછી હવે એવો સમય આવ્યો છે જ્યારે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ રહી છે.  વિશ્લેષકો અનુસાર બીજા વિશ્વયુદ્ધ પછી આ સૌથી મહત્ત્વપૂર્ણ અને ઈતિહાસ રચનાર ચૂંટણી છે. 20મી સદીમાં બ્રિટન, યુરોપથી અલગ થયું અને તેની વિરુદ્ધ લડ્યું પણ આ યુદ્ધ પછી સ્થાપિત થયેલી શાંતિએ બ્રિટનની અર્થવ્યવસ્થાને મજબૂતી આપી અને તેના નાગરિકો સમૃદ્ધ થયા. આ વખતે ચૂંટણીથી નક્કી થશે કે બ્રિટનનો સંબંધ યુરોપ સાથે રહેશે કે તૂટશે. દેશનું આર્થિક અને સામાજિક ભવિષ્ય નક્કી થશે પણ પરિણામો રાજકીય ભવિષ્ય નક્કી નહીં કરી શકે.
મુદ્દા: બ્રેક્ઝિટ, આતંકીઓને સજા અને ક્લાઈમેટ ચેન્જ
કન્ઝર્વેટિવ પાર્ટીનો સ્પષ્ટ સંદેશ છે કે બ્રેક્ઝિટ પૂરું કરવું. જ્યારે લેબર પાર્ટી તેના પર વાતચીત કરવા અને ફરીવાર જનમતસંગ્રહ ઈચ્છે છે. લિબરલ ડેમોક્રેટ પાર્ટી કહે છે કે તે બ્રેક્ઝિટ સંપૂર્ણપણે રદ કરશે. ચૂંટણીમાં ગુના અને સજા ક્યારેય મોટા મુદ્દા બન્યા ન હતા પણ તાજેતરમાં લંડનમાં બ્રિજ હુમલાને લીધે તેની ચર્ચા છે. ગત વખતે લેબર પાર્ટીની સરકારે ગુનેગારોને અડધી સજા પૂરી કર્યા પછી મુક્ત કરવા કાયદો બનાવ્યો હતો. જોનસને તેને રદ કરી સજા કઠોર કરવા આહવાન કર્યું છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં રોકાણ પણ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. કાર્બન ઉત્સર્જનને અટકાવવું તમામ પક્ષોના એજન્ડામાં સામેલ છે. 
મોટા ચહેરા : નવા પીએમ માટે ત્રણ ચહેરાની ચર્ચા, ચોથાનું સમર્થન બહારથી...
બોરિસ જોનસન : પીએમ, કન્ઝર્વેટિવ પાર્ટી
વાયદા 

 • બ્રેક્ઝિટ ડીલ પૂરી કરવી
 • ઈન્કમ ટેક્સ, વીમામાં યોગદાન અને વેટ નહીં વધારે
 • પોઇન્ટ આધારિત ઈમિગ્રેશન

જેરેમી કોર્બિન, લેબર પાર્ટી
વાયદ

 • બ્રેક્ઝિટ પર ફરી વાતચીત
 • ઉદ્યોગોનું ફરી રાષ્ટ્રીયકરણ
 • કોર્પોરેટ ટેક્સમાં વધારો, ધનિકો પાસેથી 5 ટકા વધુ ટેક્સ

જો સ્વિન્સન, ડેમોક્રેટિક લિબરલ પાર્ટી

વાયદા

 • બ્રેક્ઝિટ ડીલને રોકવામાં યોગદાન અને વેટ નહીં વધે
 • ટેક્સમાં સામાન્ય વધારો
 • ક્લાઈમેટ ચેન્જ માટે ફંડ

નિકોલા સ્ટર્જન, સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટી

વાયદા 

 • વડાપ્રધાન પદની રેસમાં નથી પણ સરકાર બનાવવા બહુમત પ્રાપ્ત કરવામાં તેમની પાર્ટીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

હવે શું: આ ત્રણ વાતો થઈ શકે છે...
1. જોનસન જો બહુમતી મેળવવામાં સફળ થાય તો ફરી તે પોતાની શરતો પર યુરોપીય યુનિયનથી અલગ થશે. તેના માટે જ ચૂંટણી યોજાઈ છે. 
2. જો કોઈ બીજી પાર્ટી જીતશે તો કોઇ અન્ય વડાપ્રધાન બનશે. શક્ય છે કે તે બ્રિટનના લોકો સામે બ્રેક્ઝિટ મુદ્દે બીજા જનમતસંગ્રહનો પ્રસ્તાવ રજૂ કરે.
3. નો ડીલ બ્રેક્ઝિટ એટલે કે કોઈ સમજૂતી વિના બ્રિટન ઈયુથી નીકળી જશે પણ તેની બ્રિટનના અર્થતંત્ર પર નકારાત્મક અસર થશે.
યુવા મહત્ત્વપૂર્ણ... 63 હજાર સ્નેપચેટથી જોડાયા
યુવાઓની વધતી ભાગીદારીને આ વખતે યુથક્વેક કહેવાઈ રહ્યું છે. વિશ્લેષકો માને છે કે આ વખતે બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં યુવાઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે. ચૂંટણીપંચના ટિમ ક્રાઉલે કહ્યું કે અમે ચૂંટણીમાં યુવાઓની ભાગીદારી વધારવા માટે સ્નેપચેટ સાથે અભિયાન ચલાવ્યું. તેના માધ્યમથી 63 હજારથી વધુ યુવાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું.
ચૂંટણી ગણિત

 • 45.7 મિલિયન રજિસ્ટર્ડ વોટર
 • 68% કુલ વસતીના
 • 650 સંસદીય બેઠક
 • 326 બહુમતીનો આંકડો
અન્ય સમાચારો પણ છે...